અધધધ… વીજબિલ!: રાજકોટમાં PGVCLએ 1 BHKના ફ્લેટધારકને 10.41 લાખનું બિલ ફટકાર્યું!

પશ્ચિમ ગુજરાત વીજકંપનીએ તાજેતરમાં જ ગેરરીતિ આચરી કૌભાંડો કરતા અને મીટર રીડિંગ પેન્ડિંગ રાખી દેતા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે અને હવે વીજકંપનીના જ માણસો મીટર રીડિંગ કરી રહ્યા છે પરંતુ તાજેતરમાં જ પીજીવીસીએલના કર્મચારીએ પણ બિલિંગમાં ભગો કરતા શહેરના રેસકોર્સ પાર્કમાં 1 બીએચકેના ફ્લેટમાં રહેતા વીજગ્રાહકને 10.41 લાખનું વીજબિલ ફટકારી દેતા વીજગ્રાહક સહિત સૌ અચરજ પામ્યા હતા.

15 માર્ચ સુધીમાં ભરપાઈ કરવાની સૂચના આપી હતી
શહેરના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવતા રેસકોર્સ પાર્ક ફ્લેટ નં. 68/201ના વીજગ્રાહક વાડોદરિયા જયંત રસિકલાલને ઘેર તારીખ 5 માર્ચને શનિવારે પીજીવીસીએલના જ કર્મચારી મીટર રીડિંગ કરવા આવ્યા હતા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીનું વીજબિલ આપ્યું હતું. ગ્રાહકે જ્યારે બિલની રકમ જોઈ ત્યારે તેઓ અચરજ પામ્યા હતા કારણ કે, સામાન્ય રીતે દર બે મહિને બે હજાર જેટલું બિલ આવતું હતું પરંતુ આ વખતે 10,41,368નું બિલ અપાયું હતું. આ ઉપરાંત બિલમાં પણ 15 માર્ચ સુધીમાં આ બિલ ભરપાઈ કરી દેવાની સૂચના પણ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો