કાશીના ગંગા ઘાટ ઉપર VHP અને બજરંગ દળ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં ગેર હિન્દુઓ માટે પ્રવેશ પ્રતિબંધ એવું સ્પષ્ટ લખેલું છે.
ઉત્તરપ્રદેશમાં ચૂંટણીઓનો માહોલ છે. એ અગાઉ કાશીના ગંગા ઘાટ ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કાશીના ગંગા ઘાટ ઉપર આ પોસ્ટર VHP અને બજરંગ દળ દ્વારા લગાવવામાં આવ્યા છે જેને લઈને વિવાદ ઊભો થયો છે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર પર બિન હિન્દુઓના “પ્રવેશ પર પ્રતિબંધ” હોવાના લખાણ સાથે પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. ગંગા ઘાટ પાસેની દિવાલો પર આ પોસ્ટર લગાવાયા છે.
ગંગા ઘાટ કોઇ પિકનિક સ્પોટ નથી
પોસ્ટર પર “જે લોકોની આસ્થા સનાનત ધર્મમાં છે એમનું સ્વાગત છે” એવું લખાણ પોસ્ટર પર લખવામાં આવ્યું છે. સાથે જ સનાતન ધર્મમાં આસ્થા નથી તેમના માટે પ્રવેશ પ્રતિબંધ છે એવો પણ ઉલ્લેખ કરાયો છે. વિહિપના મંત્રી રાજન ગુપ્તાનું નિવેદન આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે આ પોસ્ટર કેવલ પોસ્ટર નથી ચેતાવણી છે. ગંગા ઘાટ કોઇ પિકનિક સ્પોટ નથી. બજરંગ દળ દ્વારા પણ નિવેદન આપી જાણાવવામાં આવ્યું છે કે સનાતન ધર્મમાં ન માનનારા માં ગંગાથી દૂર રહે નહીં તો તેમને ગંગા ઘાટથી ખદેડવામાં આવશે.
માં ગંગાને લોકો એક પિકનિક સ્પોટ સમજે
ગંગા ઘાટ મંદિર અને ધાર્મિક સ્થળ સનાતન ધર્મની આસ્થાનું પ્રતિક છે. એ કોઈ પિકનિક સ્પોટ નથી જે લોકોને સનાતન ધર્મમાં આસ્થા નથી તેમના માટે પ્રવેશ પ્રતિબંધ છે અને જેમની આસ્થા સનાનત ધર્મમાં છે એમનું સ્વાગત છે. ઘણા લોકો અમારી અવિરલ માં ગંગાને લોકો એક પિકનિક સ્પોટ સમજે છે માટે આ ચેતવણી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..