એક સેવક રોજ બગીચામાથી ફળ તોડતો અને રાજા માટે લઇને જતો, આજે સેવક દ્રાક્ષ લઇને આવ્યો અને રાજા સામે રાખી, રાજા કશુંક વિચારી રહ્યાં હતાં, તેમણે એક-એક દ્રાક્ષ લઇને સેવક ઉપર ફેંકવાનું શરૂ કરી દીધું, જ્યારે-જ્યારે સેવકને દ્વાક્ષ વાગતી ત્યારે તે કહેતો કે ભગવાન તું ખૂબ જ દયાળુ છે. તારો ખૂબ ધન્યવાદ. જાણો તે કેમ ભગવાનનો આભાર માનતો હતો..

એક રાજા પાસે ફળનો એક બગીચો હતો. એક સેવક રોજ બગીચાથી ફળ તોડતો અને રાજા માટે લઇને જતો હતો. એક દિવસ બગીચામા નારિયેળ, જામફળ અને દ્રાક્ષ એકસાથે પાકી ગયાં. સેવક વિચારવા લાગ્યો કે આજે કયું ફળ રાજા માટે લઇને જવું જોઇએ.

ઘણું વિચાર્યા પછી સેવકે દ્વાક્ષ તોડી અને એક ટોકલીમાં ભરી લીધી. દ્રાક્ષની ટોપલી લઇને તે રાજા પાસે પહોંચ્યો. તે સમયે રાજા ચિંતામાં હતાં અને કશુંક વિચારી રહ્યા હતાં. સેવકે ટોપલી રાજા સામે રાખી દીધી અને તે થોડો દૂર જઇને બેસી ગયો.

વિચારતાં-વિચારતાં રાજાએ ટોપલીમાંથી એક-એક દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું. થોડીવાર પછી રાજાએ એક-એક દ્રાક્ષ સેવક ઉપર ફેંકવાનું શરૂ કરી દીધું. જ્યારે-જ્યારે સેવકને દ્વાક્ષ વાગતી ત્યારે તે કહેતો કે ભગવાન તું ખૂબ જ દયાળુ છે. તારો ખૂબ ધન્યવાદ.

અચાનક રાજાએ સેવકની આ વાત સાંભળી ત્યારે તેણે પોતાને સંભાળ્યા અને પૂછ્યું હું તારી ઉપર સતત દ્રાક્ષ ફેંકી રહ્યો છું અને તું ગુસ્સે થવાની જગ્યાએ ભગવાનને દયાળુ કેમ બોલી રહ્યો છે?

સેવકે રાજાને કહ્યું કે મહારાજ આજે બગીચામાં નારિયેળ, જામફળ અને દ્વાક્ષ ત્રણેય ફળ પાક્યા હતાં. હું વિચારી રહ્યો હતો કે આજે તમારા માટે શું લઇને જાવુ? ત્યારે મને થયું કે આજે દ્વાક્ષ લઇને જવું જોઇએ. જો હું નારિયેળ કે જામફળ લઇને આવતો તો મારી સ્થિતિ ખરાબ થઇ જાત. એટલે હું ભગવાનને દયાળું કહી રહ્યો છું. તે સમયે મારી બુદ્ધિ એવી કરી કે હું દ્રાક્ષ લઇને આવી ગયો.

બોધપાઠ- આ કથાનો બોધપાઠ એવો છે કે આપણે દરેક પરિસ્થિતિમાં આપણાં વિચાર પોઝિટિવ રાખવા જોઇએ. પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, ભગવાન ઉપર વિશ્વાસ રાખો અને ધન્યવાદ કહો. જીવનમાં સુખ હોય કે દુઃખ આપણે દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ રહેવું જોઇએ. મુશ્કેલ સમયમાં પણ નિરાશ થવું જોઇએ નહીં. જે લોકો આ વાતનું ધ્યાન રાખે છે, તેઓ હંમેશાં પ્રસન્ન રહે છે અને પરિસ્થિતિને સુધારી લે છે.

આ પણ વાંચજો – એક વેપારીની હોડી પાણીમાં ડૂબી રહી હતી, ત્યારે વેપારીએ એક માછીમાર જોયો, તેણે માછીમારને કહ્યું મને બચાવી લો, હું તમને મારી સંપૂર્ણ ધન-સંપત્તિ આપી દઇશ. માછીમાર પોતાની હોડી લઇને તેની પાસે પહોંચ્યો અને વેપારીને બચાવી લીધો. જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો