ત્યાગ, સમર્પણ અને પ્રેમનો ત્રિવેણી સંગમ: ક્ષત્રિયની દીકરીએ દિવ્યાંગ યુવકનો વિડીયો જોઈ સાત જન્મનો સાથ નિભાવવાનો કર્યો નિર્ણય , પતિની વ્હીલચેરને જાતે ચલાવીને ચોરીના ફેરા ફરી

આપણે સૌએ દીકરી વ્હાલનો દરિયો એવું દરરોજ સાંભળતા રહીએ છીએ, પરંતુ દીકરીઓ ત્યાગ અને સંઘર્ષની પણ અનેક મિસાલો પૂરી પાડે છે. તાજેતરમાં ગુજરાતની એક આવી જ દીકરી ચર્ચાનો વિષય બની છે. કોઈપણ યુવતી મોટે ભાગે રંગે શામળિયો ને કેડે પાતળિયો મુરતિયો પસંદ કરે છે, પરંતુ પોતામાં કોઈ ખોટ ન હોવા છતાં દિવ્યાંગ મુરતિયો પસંદ કરવાનું સાહસ તો કોઈ ક્ષત્રિયાણી જ કરી શકે. 30મી નવેમ્બરે રોજ સુરેન્દ્રનગરના ગાયત્રી મંદિરમાં યોજાયેલા એક લગ્નએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે તેમજ લગ્નવિધિનો એક વિડિયો પણ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક દિવ્યાંગ યુવકને વ્હીલચેર બેસાડી એક યુવતી ફેરા ફરતી જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, વ્હીલચેરને કન્યા જ ધક્કો મારીને ફેરા ફરી હતી.

જ્યારે એક દીકરી તેના પરિવારજનોને કહે કે તે જે યુવક સાથે લગ્ન કરવા માગે છે તે દિવ્યાંગ છે. આમ છતાં તેણે આખી જિંદગી તેની સાથે વિતાવવા માગે ત્યારે કોઈપણ દીકરીનાં માતા-પિતા હચમચી જાય છે, પરંતુ એક ક્ષત્રિયની દીકરીએ આવું સાહસ બતાવ્યું. તેના આ નિર્ણયની હાલ સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે અને યુવતી માટે ભારોભાર આદર વ્યક્ત કરી રહ્યા છે. દિવ્યાંગ યુવક સાથે સંસાર શરૂ કરવાના સોણલા જોનારી આ દીકરી એટલે પોરબંદર જિલ્લાના મોરાણા ગામના હિનાબા જેઠવા.

હિનાબાએ સુરેન્દ્રનગરના દિવ્યાંગ યુવક દિગ્વિજયસિંહ પરમાર સાથે 30મીએ ગાયત્રી મંદિરમાં ચોરીના ચાર ફેરા ફર્યાં હતાં. આ ફેરા મારે હિનાબા સોળ શણગાર સજીને જ્યારે વરરાજા વ્હીલચેરમાં લગ્ન મંડપમાં આવ્યા હતા. ત્યાર બાદ હિન્દુ રીતિ-રિવાજ મુજબ તેમનાં લગ્ન શરૂ થયાં હતાં તેમજ ફેરા ફરતી વખતે હિનાબાએ પોતે જ વરરાજાની વ્હીલચેર ચલાવીને ચોરીના ફેરા લીધા હતા.

આ લગ્ન અંગે સુરેન્દ્રનગરના મૂળી ગામના વતની યુવક એવા દિગ્વિજયસિંહ પરમારના પિતા રઘુવીરસિંહ પરમાર સાથે વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મારો દીકરો દિગ્વિજયસિંહ પગેથી દિવ્યાંગ છે. તે ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ટૂર્નામેન્ટ રમ્યો છે. તેનો વિડિયો થોડા સમય પહેલાં ફરતો થયો હતો. આ સમયે પોરબંદરનાં હીનાબાએ વિડિયો જોયો અને તેમની અને મારા દીકરા વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા સમય બાદ લગ્નની વાત આવી ત્યારે મેં હિનાના પરિવારને મારા દીકરા વિશે વાત કરી હતી, પરંતુ દીકરો દિવ્યાંગ હોવાથી સ્વાભાવિક હતું કે દીકરીનો પરિવાર પણ આ લગ્ન માટે એકદમ તૈયાર ન થાય, પરંતુ થોડા સમય બાદ તેમનો પરિવાર લગ્ન માટે તૈયાર થયો અને અમે બન્નેનાં લગ્ન કરાવી આપ્યાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો