પોરબંદરથી એક કરૂણ અકસ્માત (Porbandar Accident)ની ઘટના સામે આવી છે. જેમાં ચાર યુવાનોના મોત (Four Killed)થયા છે. પોરબંદર સોમનાથ હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત (Porbandar Somnath highway accident) સર્જાયો હતો. જેમાં કાર ડિવાઈડર સાથે ટકરાવી પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર યુવાનોના મોતથી પરિવારના માથે આભ ફાટી પડ્યું, ખજૂરીયા ગામ (Khajuriya Village)માં શોકનો માહોલ છવાઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર સોમનાથ હાઈવે પર નરવાઈ મંદિર (Narvai temple)અને ચીકાસા (Chikasa) વચ્ચે વહેલી સવારે પાંચ યુવાનો કાર લઈ જઈ રહ્યા હતા તે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ટકરાઈ પલટી મારી ગઈ હતી. કારમાં પાંચ યુવાનો સવાર હતા, જેમાંથી ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે એક યુવાનની હાલત ગંભર હોવાથી તેને જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે એક યુવાનને નાની ઈજા પહોંચી ચે, પરંતુ તેનો જીવ બચી ગયો છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ખંબાળીયાના ખજૂરીયા ગામનો રહેવાસી મયૂર ચંદ્રાવાડિયા માંગરોળ પંથકની લોએજ ગામમાં અભ્યાસ કરતો હતો, તેણે કોઈ પરીક્ષા આપી તેનું સર્ટીફિકેટ લેવા માટે આજે વહેલી સવારે ખજૂરીયા ગામથી પાંચે યુવાન કાર લઈ લોએજ જવા નીકળ્યા હતા. તેમની કાર પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર હતી ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી, નજીકમાં રહેલા દુકાનદારો તુરંત દોડી આવ્યા હતા. અને બચાવ ટીમ તથા પોલીસને આ મામલે જાણ કરી હતી. સ્થાનિકોએ બચાવ કાર્ય શરૂ કર્યું પરંતુ આ દુર્ઘટનામાં ત્રણ યુવાનો કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડિયાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યો હતો, અહીં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું છે. જ્યારે પાંચમો યુવાન વજશીભાઇ નંદાણિયાને સામાન્ય ઈજા હોવાથી તે ખતરાથી બહાર છે.
પરિવારને ઘટનાની જાણ થતા પરિવારના કેટલાક સભ્યો પોરબંદર જવા માટે રવાના થઈ ગયા હતા, તમામ યુવાનો એક જ પરિવારના કાકા-બાપાના ભાઈઓ હોવાનું જાણવા મળી રહ્યું છે, ચાર યુવાનો અકસ્માતમાં કાળનો કોળીયો બનતા ચંદ્રાવાડિયા પરિવાર પર જાણે આભ પાટી પડ્યું હતું. ખજૂરીયા જેવા નાનકડા ગામના યુવાનોના અકસ્માતથી આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, પરિવારનું આક્રંદ જોઈ ગામ પણ હિબકે ચઢ્યું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી હજુ યુવાનોના મૃતદેહ ગામમાં પહોંચ્યા નથી. એક જ પરિવારના ચાર લાડલાઓનો દીપક બુજાઈ જતા આખા ગામમાં અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..