ગુજરાતમાં પણ કોલસાની અછતના કારણે વીજળીની અછત થવા લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે. ખેડૂતો અને ગામડાઓમાં વીજળી ઓછી આપવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેટલીક જગ્યા પર ખેડૂતોને 8 કલાકના બદલે માત્ર બેથી ત્રણ કલાકનો સમય જ વીજળી આપવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા ખેડૂતોની વેદના જોઈને આંકરા મૂડમાં આવ્યા છે. તેમને વીજ કંપની અને સરકારને સ્પષ્ટ પણે કહી દીધું કે 8 કલાક વીજળી આપવાની તેવડ નહોતો 6 કલાક વીજળી આપો પણ એક સાથે આપો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી ગુજરાતમાં બેઠી છે ત્યારથી ખેડૂતો પર પનોતી બેઠી છે. તમારે કોઈ પણ હિસાબે ખેડૂતોને લાઈટ આપવી પડે. અત્યારે વાવણીનો સમય છે, રવિપાકની વાવણીનો સમય છે. જિરૂ વાવવાનો સમય છે અને કપાસને છેલ્લું પાણી પાવાનો સમય છે. આવા સંજોગોમાં ખેડૂતોના ખેતરમાં લાઈટના કારણે એક ક્યારો પાણી પીતો નથી. ખેડૂત ઘરેથી ખેતરે પહોંચે ત્યાં તો પાવર બંધ, પાછો ઘરે આવે અને પાછો ખેતરે જાય ત્યાં લાઈટ બંધ આવી રીતે ન ચાલે. તમારે 8 કલાક પાવર આપવાની તેવડ ન હોય તો 6 કલાક આપો પણ એક જ ધારી લાઈટ આપો. એટલે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. હું તો ખેડૂતોને કહું છું કે શું કામ લસણ ખાઈને ચોંટયા છો ભાજપ-ભાજપ-ભાજપ. શું કામે પગ પર કુવાડા મારો છો બરબાદ કરી દેશે તેમને. 7/12ના પાનામાં નામ નહીં રહે યાદ રાખજો.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ સરકારે કહે છે કે, અમારી પાસે કોલસો પૂરતો છે. તો કેન્દ્રના મંત્રીઓ કહી રહ્યા છે કે અઘોષિત વીજકાપ લાગુ પડી ગયો. ખેડૂતોને ઉપરથી વીજળી નથી તેવું બહાનું બતાવી વીજ કાપ આપો છો.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, સરકારે વીજળી અને પાકના ભાવ ન આપે તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારો થાય તો ખેતી બરબાદ થઇ જશે. ખેડૂત પછી ખેડૂત નહીં રહે. સરકારે ખેડૂતોની માટે શું કર્યું તેનું ઉદાહરણ તો બતાવો. આ પરથી સ્પષ્ટ થાય છે કે, સરકાર ખેડૂતોની બરબાદી કરે છે. ઔદ્યોગિક વિસ્તારમાં વીજળી આપવામાં આવે છે તો કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને વીજળી મળવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..