કોરોના વાઈરસની મહામારીમાં પોલીસ જવાન અને તેમની પોલીસ પુત્રી લોકડાઉનમાં રાષ્ટ્ર રક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે પોલીસ જવાનની પત્ની કોરોનાગ્રસ્ત વિસ્તારના લોકો માટે માસ્ક બનાવીને રાષ્ટ્ર રક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. રાષ્ટ્ર રક્ષક પરિવારે જણાવ્યું કે, અમને ગર્વ છે કે, દેશ ઉપર આવી પડેલા સંકટમાં અમોને સેવા કરવાનો મોકો મળ્યો છે.
ASIનો આખો પરિવાર રાષ્ટ્ર રક્ષક બની ગયો
વડોદરા શહેર પોલીસ તંત્રના સમા પોલીસ મથકમાં એ.એસ.આઇ. તરીકે દલપતસિંહ રતનસિંહ ફરજ બજાવે છે. અને તેમની દીકરી સેજલ મકરપુરા પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પિતા અને દીકરી કોરોના વાઈરસના લોકડાઉનમાં ફરજ બજાવીને રાષ્ટ્ર રક્ષક તરીકે સેવા આપી જ રહ્યા હતા. હવે એ.એસ.આઇ.ના પત્ની કોન્સ્ટેબલ સેજલબહેનની માતા મીનાબહેન કોરોનાગ્રસ્ત વિસ્તારોના લોકો માટે માસ્ક બનાવીને રાષ્ટ્ર રક્ષક તરીકેની સેવામાં જોડાયા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
મહિલા માસ્ક તૈયાર કરીને પોતાના રાષ્ટ્રની રક્ષા કરે છે
કોરોના વાઈરસના વ્યાપને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં શહેર પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથોસાથ માનવ સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં નાયબ પોલીસ કમિશનર (વહીવટ) સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કોરોના ગ્રસ્ત વિસ્તારોના લોકો માટે માસ્ક બનાવી રહેલી પોલીસ પરિવારની મહિલાઓમાં એક મીનાબહેન છે. તેઓ માસ્ક બનાવીને રાષ્ટ્ર રક્ષક તરીકેની સેવા આપી રહ્યા છે. જ્યારે તેઓના પતિ દલપતસિંહ અને દીકરી સેજલ શહેર પોલીસ તંત્રમાં રાષ્ટ્ર રક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
અમે રાષ્ટ્ર સેવાનો મોકો જવા દેવા માંગતા નથી
કોરોના વાઈરસની મહામારીમાં રાષ્ટ્ર રક્ષક તરીકે કામ કરી રહેલા પોલીસ પરિવારે જણાવ્યું હતું કે, દેશમાં ફેલાયેલી મહામારીમાં લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે. તે મોકો અમે જવા દેવા માંગતા નથી. આપણે કોઇને પ્રત્યક્ષ રીતે મદદરૂપ થઇ શકતા નથી. પરંતુ પરોક્ષ રીતે મદદ કરી શકીએ છે, ત્યારે અમો પરિવારજનો ગર્વ અનુભવીએ છે કે, અમે કોરોના વાઇરસની મહામારીમાં અમોને લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..