ગુજરાતમાં કોરોનાથી પોલીસ વિભાગમાં થયું પ્રથમ મોત, અમદાવાદના હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ, પોલીસ કમિશનરે દુઃખ વ્યક્ત કર્યું

કોરોના સામેની જંગમાં પોલીસર્મીઓ પોતાના જીવને જોખમમાં મુકીને સામાન્ય જનતા આ જીવલેણ રોગના ચેપથી દૂર રહે એ માટે સતત કાર્યરત છે. જોકે કોરોનાનો ચેપ હવે એક પોલીસકર્મીને પણ ભરખી ગયો છે. રાજ્યમાં કોરોનાથી કોઇ પોલીસકર્મીનું મોત થયું હોય તેવો આ પહેલો બનાવ છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક આવા જ પોલસકર્મી ફરજ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જોકે તેઓ કોરોના સામેની જંગ હારી જતા આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીના નિધનથી પોલીસ બેડામાં શોક ફેલાયો છે. અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ભરતજી

ભરતજી સોમાજી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવાર લઇ રહ્યાં હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ઉપરાંત કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI રણજીતસિંહનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અન્ય એક પોલીસકર્મીને કોરોના પોઝિટિવ આવતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના D સ્ટાફને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે.

હેડ કોન્સ્ટેબલના નિધન પર આશિષ ભાટિયાની ટ્વિટ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો