આગામી તહેવારોની સિઝનમાં દેશમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરાવવા પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે 6 આતંકવાદીની ધરપકડ કરી તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હાઈ ક્વોલિટી વેપન્સ જપ્ત કર્યાં છે. ધરપકડ કરાયેલા આતંકવાદી પૈકી 2 આતંકવાદીએ પાકિસ્તાનમાં બોમ્બ બનાવવાની તાલિમ લીધી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસના ઈશારે નવરાત્રી અને રામલીલા સમયે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવા ઈચ્છતા હતા અને માટે આતંકવાદીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરેલી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના DCP પ્રમોદ કુશવાહે જણાવ્યું હતું કે આ ઘટનાને લઈ અનેક રાજ્યોમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન સમયે બે આતંકવાદી ઉપરાંત અન્ય 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ રીતે કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી ષડયંત્ર સાથે સંડોવાયેલા લોકોની દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે.
Delhi Police Special Cell has busted a Pak-organised terror module, arrested 6 people including two terrorists who received training in Pakistan pic.twitter.com/ShadqybnKU
— ANI (@ANI) September 14, 2021
તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આ શંકાસ્પદ લોકો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે. પાકિસ્તાન આધારિત આતંકવાદી મોડ્યુલના બે સભ્યો પાકિસ્તાનીઓના ઈશારે કામ કરતા હતા. તહેવારો સમયે ભીડમાં વિસ્ફોટ કરવા ઈચ્છતા હતા ધરપકડ કરાયેલા આતંકવાદીઓ તહેવારની સિઝનમાં વિસ્ફોટ કરવાની યોજના ધરાવતા હતા. નવરાત્રી અને રામલીલા સમયે ભીડવાળી જગ્યાને નિશાન બનાવવા ઈચ્છતા હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો,હથિયાર તથા હાઈ ક્વાલિટી પિસ્તોલ પણ મળી આવી છે.
મસ્કતથી પાકિસ્તાન લઈ જઈ આતંકવાદીને તાલીમ આપી હતી
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નર નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે અમારી પાસે 10 ટેકનિકલ ઈનપુટ હતા. સૌથી પહેલા મહારાષ્ટ્રના સલેમને પકડવામાં આવ્યો. બે વ્યક્તિની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાંથી પણ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકી બે વ્યક્તિ મસ્કત ગયેલી. જ્યાંથી તે જહાજમાં પાકિસ્તાન ગયેલા. ત્યાં ફાર્મ હાઉસમાં રહી વિસ્ફોટકો તૈયાર કરવા અને એકે 47 ચલાવવાની 15 દિવસની તાલીમ લીધી હતી.
બાંગ્લા ભાષા બોલનાર 15 લોકોની તાલીમ અંગે પણ આશંકા
ઠાકુરે જણાવ્યું હતું કે પાકિસ્તાથી આ તમામ મસ્કત પરત ફર્યાં. મસ્કતથી બાંગ્લા બોલનાર 15 લોકોને પાકિસ્તાન લઈ જવાયા હતા. તેમને તાલીમ આપવામાં આવી હોવાની શક્યતા છે. તેમની બે ટીમ બનાવવામાં આવી હતી. એકને અનીસ ઈબ્રાહિમ કોઓર્ડિનેટ કરતો હતો. તેનું કામ સરહદ પારથી આવતા હથિયારોને દેશના વિવિધ રાજ્યોમાં મોકલવાનું હતું અને અન્ય એક ટીમનું કામ હવાલા મારફતે ભંડોળ એકત્રિક કરવાનું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..