પોલીસ ચોકી આ નામ સાંભળતા આપણને તેનાંથી થોડું દૂર રહેવાનું મન થઈ આવે. પરંતુ આ ભીડભાડવાળા શહેરમાં એક પોલીસ ચોકી એવી પણ છે કે, કે ત્યાં જવાનું વાલીઓને તો ખરું પણ તેમનાં બાળકોને મન થાય. કેમ કે આ પોલીસ ચોકીનાં પોલીસકર્મીઓ અસામાજિક તત્વોને પાઠ ભણાવતા ભણાવતા ગરીબ બાળકોને પણ કઈ રીતે જીવતર અને શિક્ષણનાં પાઠ શિખવવા તે સારી રીતે જાણે છે. તો ક્યાં છે આ પોલીસચોકી અને કેવી છે તેમની અનોખી પહેલ.
બેન્ચીસ પર બેસીને ભણી રહેલાં આ બાળકોને જોઈને તમે આ શાળાનું નામ ન પુછી બેસતાં કેમ કે આ કોઈ શાળા નથી. આ તો વંચિત બાળકોનાં જીવનને યોગ્ય દિશામાં દોરી જતી પાઠશાળા છે અને અહીંનાં પોલીસ શિક્ષક માત્ર અસામજિક તત્વોનું જ પોલીશ નથી કરતાં ગરીબ બાળકો માટે પણ ઉત્તમ શિક્ષકની ગરજ સારી રહ્યાં છે.
ધગધગતા તાપ અને તેની વચ્ચે ચારેકોરથી આવતા વાહનોને સંભાળતી આ ટ્રાફિક પોલીસ માટે પોતાની ફરજ સિવાય બીજું કંઈ વિચારવું પણ અકલ્પનીય છે, પણ આમ છતાં પોતાની નૈતિક જવાબદારી સમજીને પકવાન ચાર રસ્તા અને તેની આસપાસનાં ગરીબ બાળકો માટે પકવાન પોલીસ ચોકીનાં કર્મીઓએ ચોકીમાં પાઠશાળા ઉભી કરી છે. જેમાં સવારે 9થી બપોર સુધી આસપાસનાં ગરીબ બાળકોને બેસાડી ભણાવવામાં આવે છે. આ સાથે જ તેમને ભોજન પણ આપવામાં આવે છે.
જો કે આ બાળકોને પોલીસ ચોકીમાં બેસાડીને ભણાવવાનું બીજુ કારણ એ પણ છે કે રસ્તા પર કચરો વીણતા આ બાળકો કોઈ ખોટા રસ્તે ન ચડે. ખોટી ટેવોનાં કારણે તેમને રિમાન્ડ હોમ કે પછી રીહેબીટેશન સેન્ટર પર મોકલવા ના પડે. તેનાં કરતા તેમને એક સામાન્ય વાતાવરણ આપવામાં આવે, તો તેમનાં માટે ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકાય.
આ પાઠશાળાની અસર એ થઈ છે કે, જે બાળકો એક સમયે તેમનું નામ પણ ન હોતાં બોલી શકતા તેઓ હવે તેમનું નામ લખતા વાંચતા શીખી ગયાં છે. પોલીસનાં આ ભગીરથ કાર્યનાં કારણે આસપાસનાં ગરીબ બાળકોએ ભીખ માગવાનું કામ છોડીને ભણવા પ્રત્યે પ્રેરિત થયાં છે.
SG હાઈ-વે ટ્રાફિક પોલીસનાં આ સફળ અને પ્રેરણાદાયી અભિગમનો વિસ્તાર અન્ય જગ્યાઓ પર પણ શરૂ કરવાની આયોજન વિચારાઈ રહ્યું છે. આવાં અનેક બાળકોને ટ્રાફિક પોલીસ દ્વારા ભણતર અને ગણતરનાં પાઠ એક સાથે શીખવવામાં આવશે.
અહીં પોલીસ દ્વારા બાળકો સાથે ભળીને તેમને ભણાવતાં જોઈ હકીકતમાં પોલીસે તેઓ પ્રજાનાં મિત્ર છે તે ઉક્તિ સાર્થક કરી બતાવી છે. પોલીસનાં આ કાર્યથી અનેક ગરીબ બાળકો ભીખ માગવા કે ગુનાખોરીનાં ધંધા તરફ વળતાં જરૂરથી અટકશે તે વાતમાં બે મત નથી.
એક વર્ષથી ચાલતી પોલીસ પાઠશાળા અમદાવાદ.👮📚
જેમાં અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિક બુથમાં ભીખ માંગતા તથા ઝૂંપડપટ્ટી વિસ્તારના શાળાએ ના જઈ શકતા બાળકોને ભણાવવા માટે અભિયાન શરૂ કરી પોલીસ પ્રજાની મિત્ર એ ઉક્તિને સાર્થક કરી બતાવી છે.#HumanitarianWork #GujaratPolice pic.twitter.com/Gl4ei4I7OL
— Gujarat Police (@GujaratPolice) March 31, 2019
આવા સેવાકીય કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.