પ્રેમમાં પાગલ ડેપ્યુટી કલેકટરે એવી કરતૂતો કરી કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. મહિલા વાત કરવા માટે તૈયાર ના થતાં આરોપીએ મહિલાના પતિ, દીકરા અને સાસરિયાંને બીભત્સ ફોટા, વીડિયો મોકલી આપ્યા હતા. જો કે સતત હેરાનગતિથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતો મયંક પટેલ મૂળ ખેડા જિલ્લા કપડવંજ તાલુકાના શિહોરા ગામનો વતની છે. કપડવંજ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો ત્યારે વર્ષ 2016માં ફરિયાદીના પરિચયમાં આવ્યો હતો. અનેક વખતે સરકારી મિટિંગમાં બંનેનું મળવાનું થતું ત્યાર બાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપલે થઇ હતી અને એકબીજાના ઘરે અવર જવરની શરૂઆત થઇ હતી. આ દરમિયાન આરોપી જીપીએસસી પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામી મોડાસામાં ફરજ પર લાગ્યો હતો. જોકે અચાનક ફરિયાદીએ મયંક પટેલ સાથે બોલવાનું બંધ કરતાં છેલ્લા દોઢ વર્ષથી મયંક પટેલ સોશિયલ મિડિયાના માધ્યમથી ફરિયાદની બિભત્સ ફોટો વીડિયો અને મેસેજ મોકલી પરેશાન કરતો હતો.
ફરિયાદીએ જ્યારે આરોપીના ફોન ઉપાડવાના બંધ કર્યા તો આરોપીએ વોટ્સઅપ કોલિંગ અને વીડિયો કોલિંગ કરી ફરિયાદીને હેરાન કરવાની શરૂઆત કરી હતી. ઘણી વાર ફરિયાદીના મોબાઇલનું લોકેશન જાણી મયંક પટેલ ત્યાં પહોંચી જતો. જોકે ફરિયાદીએ કોઇ રિસ્પોન્સ ન આપતાં આરોપીએ તેના પતિ , સસરા અને દિકરાને બીભત્સ ફોટા અને વીડિયો મોકલ્યા હતા. આ સિવાય આરોપીએ ફરિયાદીને અને તેના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી કંટાળેલ મહિલા કર્મચારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.
જો ફરિયાદી કોઇ એક નંબરથી ફોન ન ઉપાડે તો આરોપી અન્ય નંબરથી સંપર્ક સાધવા પ્રયાસ કરતો હતો. આ માટે આરોપીએ કુલ 9 મોબાઇલ નંબરથી પરેશાન કરવાનુ શરૂ કર્યું હતું. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ જપ્ત કરી ફરિયાદીને મોકલેલ ફોટો, વીડિયો અને ચેટ સહિતના ડિજિટલ પુરાવા એકત્ર કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..