રાજસભામાં બુધવારે જનજાતિય મંત્રાલય સાથે જોડાયેલા એક બિલ પર ચર્ચા કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક મહિલા સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરતા કહ્યું કે તેમની પાસે પણ 16 કલાઓ છે. જોકે ઉપ સભાપતિ હરિવંશે ભાજપના સભ્યને બે વખત ટકોર કરી કે પોતાની વાત માત્ર બિલ સુધી સીમિત રાખો. રાજ્યસભામાં ભાજપની સંપતિયા ઉઇકેના સંવિધાન (અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ) આદેશ (સંશોધન) બિલ 2022 પર ચર્ચામાં ભાગ લેતા આ તુલના કરી હતી.
તેમણે કહ્યું કે દેશમાં ઘણા વડાપ્રધાન થયા જેમણે રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કર્યું પરંતુ તેઓ માત્ર ભારત સુધી જ સમેટાઈને રહી ગયા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંદર અદ્દભુત ઇચ્છાશક્તિઓ અને રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણની ભાવનાઓ છે જેના કારણે તેઓ અંગત સ્વાર્થને છોડીને દેશ અને દુનિયા માટે કામમાં લાગ્યા છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે આજે નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા કહેવાય છે. પછી અમેરિકા હોય, રશિયા હોય કે પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન હોય તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુક્તકંઠે વખાણ કરે છે.
ભાજપના સાંસદ વખાણ કરતા અહીં જ ન રોકાયા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ’ના આહ્વાનની તુલના પ્રાચીન ભારતના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરી નાખી. તેમણે કહ્યું કે ચંદ્રગુપ્ત મૌર્યએ અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું એ જ કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. તેના પર ઉપસભાપતિ હરિવંશે કહ્યું કે આ બિલ ઝારખંડ બાબતે છે અને ભાજપના સભ્ય માત્ર તેના પર જ પોતાની વાત રાખે. સંપતિયા ઉઇકેએ એ છતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ ચાલુ રાખ્યા તો ઉપસભાપતિએ ફરી ટકોર કરતા કહ્યું કે તેઓ બીજા વિષય પર બોલી રહ્યા છે. તેમણે બિલના વિષય પર બોલવું જોઈએ. આ બિલમાં ઝારખંડના ભોગતા સમુદાયને અનુસૂચિત જાતિમાંથી હટાવીને અનુસૂચિત જનજાતિની લિસ્ટમાં નાખવાનું પ્રાવધાન છે.
આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના દ્વાપરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામ સાથે કરી નાખી હતી. હરિદ્વારમાં નેત્ર કુંભના શુભારંભ કાર્યક્રમમાં પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા. આ દરમિયાન તેમણે મંચ પરથી કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની છબીમાં સુધાર થયો છે. આજે મોટા મોટા દેશના રાષ્ટ્રાધ્યક્ષો નરેન્દ્ર મોદીને મળવા માટે લાઇનમાં ઊભા રહે છે. જે રીતે ત્રેતા અને દ્વાપરમાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ અવતરિત થયા હતા. એ જ રીતે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જનતા એ જ રૂપમાં યાદ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..