હરીકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયા અંગે PM મોદીએ કહ્યું- સવજીભાઈનું કામ ન્યુ ઈન્ડિયા માટે મોટો સ્તંભ

દિવાળી વખતે પોતાના રત્નકલાકારો અને કર્મચારીઓને કાર, ઘર, કેશ પ્રાઇઝ તથા ઘરેણાંનું બોક્સ આપવાની પ્રથા શરૂ કરનાર હરીકૃષ્ણ ડાયમંડ કંપનીએ આજે પોતાના 600 રત્નકલાકારોને કાર બોનસ તરીકે અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. અને હરીકૃષ્ણ કંપનીના કર્મચારીઓ સાથે વાત ચીતકરી હતી. અને જણાવ્યું હતું કે, સવજીભાઈ ધોળકીયાને સ્કિલ અને ઇનસેટિવ પર ધ્યાન આપવા માટે અભિનંદન આપ્યા હતા. સવજીભાઈનું કામ ન્યુ ઈન્ડિયા માટે મોટો સ્તંભ હોવાનું જણાવ્યું હતું.

બોનસ અર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાયા

બોનસ અર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાયા

છેલ્લાં 5 વર્ષથી દિવાળીએ ગાડી અને ઘર સ્વરૂપે બોનસ આપવાની પ્રથા શરૂ કરનાર કંપની હરીકૃષ્ણ ડાયમંડ આ વખતે તેમના 600 રત્નકલાકારો અને કર્મચારીઓને સેલેરિયો અને ક્વિડ કાર બોનસ તરીકે આપી હતી. જેના માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ પોતાના પરિવાર સહિત હાજરી આપી હતી. આ ક્રાર્યક્રમમાં કથાકાર મોરારિબાપુ, ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, શ્રી શ્રી રવિશંકર દ્વારા પાઠવવામાં આવેલા વીડિયો સંદેશા ઉપસ્થિત શ્રોતાઓને સંભળાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીનું વીડિયો કોન્ફરન્સથી સંબોધન રાખવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાઈ હરીકૃષ્ણ કંપનીના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

સવજીભાઈ સારા હીરા કરતા સારા માણસ બનાવી રહ્યા છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ સુરતીઓને સુરતની ફેમસ ઘારીની યાદ સાથે ચંદી પડવાની શુભકામના આપી હતી. સ્કિલ અને ઇનસેટિવ પર ધ્યાન આપવા માટે કંપનીના માલિક સવજી ધોળકીયાને અભિનંદન આપ્યા હતા. અને પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અહીં શ્રમનું સન્માન જે રીતે કરવામાં આવી રહ્યું છે તે ન્યુ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા માટે અગત્યનો સ્તંભ બનશે. બેસ્ટ પ્રેક્ટિસને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો છે. પથ્થરમાંથી હીરો બને છે. સવજીભાઈ સારા હીરા કરતા સારા માણસ બનાવી રહ્યા છે.

પીએમ મોદીએ સવજીભાઈ ધોળકીયાને સ્કિલ અને ઇનસેટિવ પર ધ્યાન આપવા માટે અભિનંદન આપ્યા હતા

મહિને 90 હજાર કમાતી દિવ્યાંગ કાજલને વડા પ્રધાન કારની ચાવી આપી

10 વર્ષની ઉંમરે પિતાના મૃત્યુ બાદ દિવ્યાંગ કાજલને ભણવાનું છોડવાની નોબત આવી હતી.તેણે 20 વર્ષે ફરી અભ્યાસ શરૂ કરી 30માં વર્ષે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે પરંતુ નોકરી કશે મેળવી શક્યાં ન હતાં. છેવટે હરીકૃષ્ણ કંપનીએ ડાયમંડનું કામ શીખવાડ્યું. આજે આ યુવતી ડાયમંડના સાઇરન અને પ્લાનર તરીકે કામ કરી મહિને 90 હજાર પગાર મેળવે છે. તે દિવ્યાંગ કર્મચારી કાજલ આજે વડા પ્રધાનના હસ્તે કારની ચાવી મેળવી હતી. કાજલ સાથે હિરલબેન નામની યુવતી પણ દિલ્હી ગઈ છે. જેથી તેને પણ વડાપ્રધાનના હસ્તે પ્રોત્સાહન બોનસ આપવામાં આવ્યું હતું.

સ્કિમના લીધે રત્નકલાકારોની કુશળતા વધીઃ સવજી ધોળકીયા

સવજી ધોળકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં કંપનીના 4000 રત્નકલાકારોને આ રીતે વિશેષ ઇન્સેન્ટિવ અપાયા છે. કંપનીમાં જે કારીગર જેટલું કામ કરે તેના દસ ટકા પ્રમાણે વધુમાં વધુ 6000 મહિનાનું બોનસ અપાય છે. આ સ્કિમના લીધે રત્નકલાકારોની કુશળતા વધી છે.

4 વર્ષમાં 300 રત્નકલાકારોને મકાન અપાયાં, વધુ 300ને મકાન આપવાની તૈયારી

છેલ્લાં ચાર વર્ષમાં 300 રત્નકલાકારોને મકાન અપાયાં છે અને હજુ 300 મકાનો તૈયાર થઈ રહ્યાં છે. માત્ર 15 લાખની કિંમતમાં ટૂ બેડ રૂમ-હોલ-કિચનનો ફ્લેટ આપવામાં આવે છે. જેમાં 6 હજાર સુધીનો હપતો કંપની રત્નકલાકારના ઇન્સેન્ટિવ પેટેના ચુકવણી કરતી હોય છે.

મંદીની સ્થિતિ છતાં એક કર્મચારી 3 જ વર્ષમાં કાર લેવા એલિજિબલ

ડાયમંડમાં મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. તે હરીકૃષ્ણ ડાયમંડના કર્તાહર્તાએ પણ સ્વીકાર્યું છે. જોકે, મંદીની સ્થિતિમાં પણ તેમની કંપનીને ખાસ અસર નથી થઈ તેવું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, એક કર્મચારી ગ્રેજ્યુએટ થયો અને 3 વર્ષ જ કંપનીમાં કામ કર્યું છે તો પણ તે આ વખતે ગાડી લેવા એલિજિબલ થયો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો