દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું, 20 એપ્રિલથી શરતો સાથે છૂટ આપવામાં આવશે, કાલે વિસ્તૃત ગાઈડલાઈન કરાશે જાહેર

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પુરા થઈ ગયા છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન શરૂ કર્યું છે. કોરોના વાઈરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે. આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વિજય માર્ગ મેળવવા સપ્તપદીના સાત વચન વડાપ્રધાન મોદીએ માંગ્યા

  • 1) પોતાના ઘરના વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખો, એવા વ્યક્તિઓ જે બીમાર હોય તેમની એક્સ્ટ્રા કેર કરવી
  • 2) લોકડાઉન- સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું છે
  • 3) રોગપ્રતિકારક શક્તિ વધારવી
  • 4) કોરોના ઈન્ફેક્શન રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
  • 5) શક્ય હોય એટલું ગરીબ પરિવારની મદદ કરવી, તેમના ભોજનની જરૂરિયાત પૂરી કરવી
  • 6) વ્યવસાય-ઉદ્યોગમાં સાથે કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી, કોઈને નોકરીમાંથી ન કાઢવા
  • 7) કોરોના યોદ્ધા- ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, પોલીસોનું આદર સન્માન કરવું

મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ

– લોકોએ અનુશાસિત રીતે લોકડાઉન પાળ્યું તે માટે જનતાને નમન કરુ છું

– આજે કોરોના વૈશ્વિક મહામારી બની ગયો છે

– ભારતે સમય પહેલાં જ આઈસોલેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી

– ભારતે ઝડપથી નિર્ણય લઈને કોરોનાને ફેલતો અટકાવવામાં ખૂબ સારા પ્રયત્નો કર્યા છે

– અન્ય દેશોમાં જે પ્રમાણે કોરોનાનો આંકડો વધી રહ્યો છે તેની સરખામણીએ ભારતની સ્થિતિ ઘણી સારી છે

-મહિના દોઢ મહિના પહેલા ઘણા દેશ કોરોના સંક્રમણના કેસમાં એક રીતે ભારતી બરાબર ઊભા હતા. આજે એ દેશમાં ભારતની તુલનામાં કોરોનાના કેસ 25થી 30 ગણા વધ્યા છે. એ દેશોમાં હજારો લોકોના મૃત્યુ થયા છે.

વડાપ્રધાન મોદી આજે અમુક છૂટછાટ સાથે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતાઓ છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ગયા શનિવારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા માટેની વાત પણ કરી હતી.

5 રાજ્યોમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન

પંજાબ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને બંગાળમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારાયું છે.ગત શનિવારે વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથે બેઠક થઈ હતી જેમાં 78 કરોડ આબાદી વાળા 13 રાજ્યોની સરકારોએ દેશભરમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાના સૂચન પર સહમતિ વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો