હવે નાના-મોટા તમામ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા સમ્માન નિધિનો લાભ મળશે, 14.5 કરોડ પરિવારોને ફાયદો

મોદી કેબિનેટની પ્રથમ બેઠક શુક્રવારે સાંજે થઈ હતી. તેમાં પ્રથમ નિર્ણય કિસાન સમ્માન નિધિ યોજનાનો વ્યાપ વધારવાનો લેવામાં આવ્યો હતો. વચગાળાના બજેટમાં થયેલી જાહેરાત મુજબ, અત્યાર સુધી 2 હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની સમ્માન નિધિ ત્રણ સપ્તાહમાં મળતી હતી. હવે તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. 2 હેકટર જમીનની સીમા લાગૂ થશે નહિ. ભાજપે તેના ચૂંટણી ઢઢેરામાં આ વાયદો કર્યો હતો. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે હવે આ સ્કીમથી 14.5 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે.

કેબિનેટે બીજો નિર્ણય નવા લોકસભા સત્રને લઈને કર્યો છે. આ બજેટ સત્ર હશે, જે 17 જૂનથી 26 જુલાઈ સુધી ચાલી શકે છે. આ સત્ર દરમિયાન 5 જૂલાઈ એ બજેટ રજૂ કરવામાં આવશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે.

કિસાન સમ્માન નિધિ યોજનામાં હવે 87 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે

તોમરે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 3 કરોડ ખેડૂતોના ખાતામાં આ યોજનાના પૈસા પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન એવી માંગ પણ ઉઠી કે તમામ ખેડૂતોને આ યોજનનો લાભ મળે. 12.5 કરોડ ખેડૂત આ યોજના અંતર્ગત આવતા હતા. 2 કરોડ ખેડૂત જ આ યોજનાથી વંચિત રહેતા હતા. હવે 14.5 કરોડ ખેડૂત લાભ લઈ શકશે. 87 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

ઓફિસ સંભાળતાની સાથે જ મોદીએ શહીદોના બાળકોની સ્કોલરશીપ વધારી

વડાપ્રધાન મોદીએ ઓફિસ સંભાળતા જ પ્રથમ નિર્ણય શહીદોના બાળકોની સ્કોલરશીપ વધારવાનો લીધો. રાષ્ટ્રીય રક્ષા ફન્ડ અંતર્ગત છાત્રપ્રવૃતિ યોજનાનો ફાયદો હવે આતંકી અને નક્સલી હુમલામાં શહીદ થનારા પોલિસ કર્મચારીઓના બાળકોને પણ મળશે. એક વર્ષમાં રાજય પોલીસ કર્મીચારીઓના 500 બાળકોનો સ્કોલરશીપનો કોટા રહેશે. સ્કોલરશીપ યોજના અંતર્ગત હવે વિદ્યાર્થીઓને 2000ની જગ્યા એ 2500 રૂપિયા પ્રતિ મહિને અને વિદ્યાર્થીનીઓને 2250ની જગ્યાએ 3000 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો