પ્લેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને કોકપિટમાં જવાની અનુમતિ હોતી નથી. પરંતુ અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઈટ દ્વારા લોસ એન્જલસથી એટલાન્ટા જઈ રહેલા પ્રવાસીઓ માટે કોકપિટનો અનુભવ યાદગાર બની ગયો.
પાઇલટ અને કો-પાઇલટ મા-દીકરી છે
એમ્બ્રે-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીના ચાન્સેલર ડો.જોન વારેટ જ્યારે વિમાનમાં પોતાની સીટ પર બેસી રહ્યા હતા ત્યારે તેમણે એક મહિલાનો અવાજ સાંભળ્યો. આ મહિલા ફ્લાઇટ અટેન્ડેન્ટને રિકવેસ્ટ કરી રહી હતી કે શું તે તેનાં બે બાળકોને કો-પાઇલટને મળાવી શકે છે. ફ્લાઇટ અટેન્ડેન્ટે હા પાડી અને કહ્યું કે જયારે બાળકો પાઇલટ અને કો-પાઇલટને જોશે તો આશ્ચર્ય પામશે.આ સાંભળીને ડો.જોન વારેટને પણ કોકપિટ જવાની તાલાવેલી લાગી.
આખો પરિવાર પાઇલટ ફિલ્ડમાં છે
વારેટે કહ્યું કે જ્યારે તે કોકપિટમાં પહોંચ્યા તો તેમણે કેપ્ટન વેન્ડી રેક્સોન અને તેમની દીકરી ફર્સ્ટ ઓફિસર કેલી સાથે મુલાકાત કરી. વાતચીતમાં વેન્ડીએ જણાવ્યું કે તેમનો આખો પરિવાર આ ફિલ્ડમાં છે. તેના પતિ પણ પાઇલટ છે અને તેમના પિતા પણ પાઇલટ હતા. તેમની બીજી દીકરી પણ પાઇલટ છે. ફ્લાઇટમાં હાજર બીજા યાત્રીઓ પણ આ જોડીને મળીને ખુશખુશાલ થઇ ગયા હતા.
Just flew from LAX to ATL on Delta piloted by this mother daughter flight crew. Great flight. Inspiring for you women. pic.twitter.com/4Gk1vHCcZ1
— John R. Watret (@ERAUWatret) March 17, 2019
ડો.જોન વારેટે આ બંનેનો ફોટો ટિ્વટર પર અપલોડ કર્યો છે. અત્યાર સુધીમાં આ ફોટાને 40 હજાર લોકોએ લાઈક અને 16 હજાર રિટ્વીટ કર્યો છે.
અમેરિકા માટે આ પ્રેરણાદાયક ઉદાહરણ છે
હાલ અમેરિકામાં કુલ પાઇલટની ફક્ત 7 ટકા મહિલા છે. આથી મહિલા પાઇલટની સંખ્યા વધારવા માટે અવનવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવામાં મા-દીકરીનું આ ઉદાહરણ ઘણા લોકોને પ્રેરણા આપશે.
આ પણ વાંચજો..
33 વર્ષ પછી પરિવારમાં થયો દીકરીનો જન્મ, પરિવારે કેવી રીતે યાદગાર બનાવ્યો દીકરીનો જન્મ જુઓ..