વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે યુપીના નોયડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ)નો પાયો નાંખ્યો. જે બાદ ભાજપના અનેક નેતાઓએ જેવર એરપોર્ટને લઈને ફોટાઓ અને વીડિયો શેર કરવાનું શરૂ કરી દીધું. જેવર એરપોર્ટનો ફોટો વાયરલ થતાં જ આ ફોટોનું સત્ય પણ સામે આવ્યું છે.
જેવર એરપોર્ટનો ફોટો ગૂગલ પર રિવર્સ સર્ચ કરવામાં આવતા આ ફોટોનું સત્ય સામે આવ્યું છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં પહેલાં જ આ ફોટો બેઈજિંગ ડેક્સિંગ ઈન્ટરનેશનલ એરપોર્ટના નામથી ઉપલબ્ધ છે. જેને લઈને વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારે હવે ચીનના પત્રકારે પણ ભાજપના નેતાઓની નિંદા કરી છે.
Errr….Shocked to know that Indian government officials had to use photographs of China Beijing Daxing International Airport as proof of their "achievements of infrastructure". 🤦♂️🤦♂️🤦♂️ pic.twitter.com/bfz7M4b8Vy
— Shen Shiwei沈诗伟 (@shen_shiwei) November 26, 2021
ચીની પત્રકાર બોલ્યો- આ જોઈને ઘણું જ આશ્ચર્ય થયું
ચીનના સરકારી વૈશ્વિક ટેલીવિઝન નેટવર્કના અધિકારી શેન શેવેઇએ જેવર એરપોર્ટના નામથી શેર કરાયેલા ફોટોનો એક કોલાઝ શેર કર્યો. શેનએ કોલાઝ શેર કરીને લખ્યું- આ જાણીને આશ્ચર્ય થયું કે ભારત સરકારના અધિકારીઓએ ચીન બેઈજિંગ ડેક્સિંગ ઈન્ટરનેશનલ એરપોર્ટની તસવીરનો ઉપયોગ પોતાની ઉપલબ્ધિઓ દેખાડવા માટે કર્યો છે.
भाजपा के झूठे काम की हर तस्वीर उधार है
फिर झूठा दावा करनेवालों की कैसे ‘सोच ईमानदार’ है। pic.twitter.com/vYBjZw7Lq0— Akhilesh Yadav (@yadavakhilesh) November 25, 2021
વિપક્ષે કહ્યું- ભાજપની અસલી હકીકત, નકલી વિકાસ અને નકલી ફોટા
સમાજવાદી પક્ષના નેતા અને યુપીના પૂર્વ CM અખિલેશ યાદવે ટ્વીટ કરી લખ્યું કે, ભાજપના જૂઠાં કામોની દરેક તસવીર ઉધાર છે, પછી ખોટાં દાવા કરનારાઓના વિચાર કઈ રીતે ઈમાનદાર હોય શકે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..