અમદાવાદ શહેરમાં રખડતા ઢોરો મુદ્દે અવારનવાર ગુજરાત હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને ખખડાવતી આવી છે. જોકે ભ્રષ્ટાચાર કરી રખડતા ઢોરો પકડવામાં આવતાં ન હતાં. દર મહિને ગાયો નહીં પકડવા અને છોડવાને લઇ લાખો રૂપિયાના હપતા અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે, જેની ફરિયાદ ગુજરાત એસીબીને મળતાં અમદાવાદ એસીબીની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આ રખડતા ઢોર વિભાગમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એફ.એમ કુરેશીને રૂ. 10 હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. ગાયો નહિ પકડવાના હપતા અને દિવાળી બોનસ પેટે ફરિયાદી પાસે રૂ. 20 હજારની લાંચ માગી હતી, જેથી એસીબીએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઇનવન હોટલના ટેરેસ ઉપર ટ્રેપ ગોઠવી અને પીઆઇ કુરેશીને લાંચ લેતાં ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
AMCના હપ્તાબાજ કર્મચારીઓથી ઢોર સૌથી મોટી સમસ્યા
અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરોની મોટી સમસ્યાઓ છે, છતાં કોર્પોરેશનનું CNCD વિભાગ કામગીરી કરતું નથી. માત્ર નામની કામગીરી બતાવવા કેટલીક ગાયો પકડી લે છે. ગાયો નહિ પકડવા માટે ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ હપતા લેતા હોય છે. ભાજપના શાસકો પણ આ બાબત સારી રીતે જાણે છે છતાં તેઓ મૌન રહે છે. જો કે એસીબી પાસે આ બાબતે અનેક ફરિયાદ આવી હતી. એસીબીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા PI એફ.એમ કુરેશી ગાયો નહિ પકડવાની અને કેસ નહિ કરવાના દર મહિને લાંચ પેટે રૂ. 10000/-ની માગણી કરે છે અને જો ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે.
સોમવારે ફરિયાદીના મોબાઇલ ફોનમાં આરોપી પીઆઇ કુરેશીએ ફોન કરી હપ્તાના રૂ.10000/- તથા દિવાળી બોનસ પેટે રૂ.10000/- મળી રૂ.20000/-ની માગણી કરી હતી, જેથી ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા નહિ હોવાનું કહેતાં પીઆઇ કુરેશીએ હપતાના રૂ.10000/- આપી જવાનું કહ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોઈ, ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી એ.સી.બી.ને ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે આજે સાંજે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા 10000/-ની લાંચ લેતાં એરપોર્ટ સર્કલ પાસે હોટલની છત પરથી ઝડપી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..