PAK નું જુઠ્ઠાણું આવ્યું સામે, ભારતે તોડી પાડેલ F-16 વિમાનની તસવીરો આવી સામે

26 ફેબ્રુઆરીએ સુરજ ઉગ્યા પહેલા ભારતીય વાયુસેનાએ જ્યારે પાકિસ્તાનની વાયુ સીમામાં જઇને આંતકના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા હતા, તો પાકિસ્તાનને બોખલાહટમાં આવી જઇને આવું કશું ન થવાના ખોટા ગાણા ગાયા હતા. ત્યારબાદ જ્યારે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વાયુસેનાએ ભારતીય સીમામાં આવીને આતંકીઓના મોતનો બદલો લેવાનું વિચાર્યું તો ઈન્ડિયન એરફોર્સે તેમની ઈચ્છાઓ પુરી થવા દીધી નહોતી. ઈન્ડિયન આર્મીએ પાકિસ્તાનનું એક ફાઇટર વિમાન પણ ધ્વસ્ત કર્યું હતું.

ભારતની આ કાર્યવાહી પર પાકિસ્તાને પોતાનો જૂનો રાગ આલોપ્યો હતો અને કહી દીધું કે અમારું કોઇ વિમાન તોડી પડાયું નથી. પરંતુ પાયલોટ પર પાકિસ્તાનના દાવોએ તેના પોતાના જ જુઠ્ઠાણાએ પોતાના પર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે, જેના કારણે પાકિસ્તાન પોતાની ઝાળમાં જ ખુદ ફસાતું નજરે પડી રહ્યું છે.

પાકિસ્તાન જેને ભારતીય પ્લેનનો કાટમાળ કહી રહ્યુ છે એ હકિકતમાં એનાજ F 16 વિમાનનો છે.. કેમકે ફોટામાં જે દેખાય રહ્યું છે એ GE F110 એન્જિનનો કાટમાળ છે જે એન્જિન F 16 વિમાનમાં લાગેલું હોય છે. જેની તસવીરો તમે નીચે જોય શકો છો..

પાકિસ્તાન જે દાવો કરી રહ્યું છે તેના મતે ભારતના બે પાયલોટોને પોતાની કસ્ટડીમાં લઇ લીધા છે. જો કે, તેમાંથી એક ઘાયલ પાયલોટનો સમાવેશ થાય છે, જેને તેઓ હોસ્પિટલમાં દાખલ કરવાનો દાવો કરી રહ્યા છે. આ કારણ રહ્યું કે પોતાના નિવેદનના થોડાક જ કલાકો બાદ પાકિસ્તાને સ્પષ્ટતા કરવી પડી કે ભારતનો એકમાત્ર કમાન્ડર અમારી કસ્ટડીમાં છે.

જો કે, બુધવારે જમ્મૂ-કાશ્મીરના નૌશેરામાં પાકિસ્તાન એરફોર્સના ત્રણેય વિમાનો (F-19)એ સીમા ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનની કરતૂતથી વાકેફ એલર્ટ પર ચાલી રહેલી ભારતીય વાયુસેનાએ તેમને તાત્કાલિક જવાબ આપ્યો અને તેમનું વિમાન ધ્વસ્ત કરી બાકી લોકોને પાછા ધકેલ્યા હતા. પરંતુ પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે, જે એફ-19 વિમાનને ઠાર મારવાની વાત ભારત કહી રહ્યું છે તે આ ઓપરેશનનો ભાગ જ નહોતું.

બીજી બાજુ પાકિસ્તાન સેનાના પ્રવક્તા સહિત વડાપ્રધાન ઇમરાન ખાને મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે, અમારી વાયુસેનાએ ભારતના બે વિમાન (મિગ-21) ઠાર માર્યું. તેની સાથે જ પાકિસ્તાન સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ભારતના બે પાયલોટને પોતાની કસ્ટડીમાં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં તે પલ્ટી ગયા હતા.

પાક સેના પ્રવક્તાની સ્પષ્ટતાએ ખોલી પોલ

પોતાના વીડિયો સંદેશ બાદ આસિફ ગફૂરે એક ટ્વિટ કર્યું અને જણાવ્યું કે, તેમની કસ્ટડીમાં માત્ર એક ભારતીય પાયલોટ જ છે, જ્યારે થોડાક કલાક પહેલા તેમને બે ભારતીય પાયલોટની ધરપકડ કરી હોવાની વાત કરી હતી. એવામાં સવાલ ઉઠે છે કે પાકિસ્તાન સેનાએ પહેલા જે બે પાયલોટ વિશે જાણકારી આપી હતી, તેમાંથી એક કયાં ગયો? તો બીજો પાયલોટ કોણ હતો, જેને પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો? તો શું પાકિસ્તાની વાયુસેનાનો જ પાયલોટ હતો, જેને ભૂલથી ભારતીય બતાવવામાં આવી રહ્યો છે?

આ સવાલ એટલા માટે, કારણ કે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ જણાવ્યું કે, તેમનું એક વિમાન અને એક પાયલોટ ગુમ છે. સાથે ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના એક વિમાનને ઠાર માર્યું છે, જે LoC પાર કરીને ભારતીય સીમામાં ઘૂસ્યું હતું. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું બીજો પાયલોટ જે પાકિસ્તાનને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની વાત કરી છે, ક્યાંક તે તેમનો પાકિસ્તાની વિમાનનો પાયલોટ જ નહોતો. જેને ઠાર મારવાનો દાવો ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવી રહ્યો છે.

F-16ના કાટમાળ સાથે પાકિસ્તાની કમાન્ડો: પાકિસ્તાન જે કાટમાળ ભારતના વિમાનના હોવાનો દાવો કરતો હતો તે હકીકતમાં GE F110 એન્જિન છે. જે F-16 વિમાનમાં લગાવવામાં આવે છે. તેનાથી એ વાત સાબીત થાય છે કે, પાકિસ્તાન ખોટું બોલી રહ્યું છે અને આ કાટમાળ F-16 વિમાનનો જ છે જેને ભારતે તોડી પાડ્યું છે. નોંધનીય છે કે, F-16 ફાઈટર વિમાન પાકિસ્તાની વાયુ સેનાનો હિસ્સો છે જે તેમણે અમેરિકામાંથી ખરીદ્યું છે. આ તસવીરમાં પાકિસ્તાનના કમાન્ડો પણ વિમાનના કાટમાળ સાથે નજરે પડે છે જે વાત પણ સાબિત કરે છે કે આ F-16નો જ કાટમાળ છે.

જો કે, પાકિસ્તાન હજી સુધી તે માનવા તૈયાર નથી કે તેમનું વિમાન ભારતીય વાયુસેનાએ ઠાર માર્યું છે. પરંતુ તેમની સેના પ્રવક્તાએ પોતાના નિવેદન બદલીને ભારતના દાવા પર મોહર મારવાનું કામ જરૂર કર્યું છે અને હવે તુટેલા F 16 વિમાનના કાટમાળ ની તસવીરો એ સાબિત કરી દીધુ છે કે ભારતે એમનું વિમાન તોડી પાડ્યું છે..

Read Also..

પાકિસ્તાનમાં જ્યારે પાયલોટ પકડાય તો શું થાય છે? કેવી રીતે આવે છે પરત?

વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનના અદમ્ય સાહસે જ પાકિસ્તાનના F-16 ના હાજા ગગડાવી નાખ્યા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો