પર્યાવરણને લઈને દુનિયાના દરેક દેશને ચિંતા છે. આધુનિક લાઇફસ્ટાઇલને પગલે હરિયાળી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે! ફીલીપાઈન્સ દેશમાં 20મી સદી દરમિયાન વન ક્ષેત્ર 70 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયો હતો. અહીંની સરકાર દેશમાં લીલોતરી વધારવા માટે પ્રયત્નો કરી રહી છે, તેમાં હાલ એક નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ પ્રમાણે એજ્યુકેશન પૂરું કર્યા પહેલાં દરેક વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 10 છોડ રોપવાના રહેશે.
525 અરબ નવા છોડ
ફીલીપાઈન્સના મેગ્ડલો પાર્ટીના નેતા ગૈરી અલેજનોએ કહ્યું કે, દેશમાં આ નવો નિયમ હરિયાળી વધારવામાં ચોક્કસથી કામ લાગશે. જો આ નિયમને વિદ્યાર્થીઓ ફોલો કરશે તો આશરે 525 અરબ નવા છોડનું રોપણ થશે આ છોડમાંથી જો 10 ટકા જ જીવિત રહે તો પણ, આવનારી પેઠીને 52.2 કરોડ વૃક્ષનો ફાયદો થશે.
પ્રાકૃતિક આફતો
વધુમાં તેમણે કહ્યું કે, દર વર્ષે ફીલીપાઈન્સમાં આશરે 1 કરોડ 75 લાખ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થાય છે. આ બધા વિદ્યાર્થીઓની ગણતરી પ્રમાણે દર વર્ષે 17.5 કરોડ નવા છોડ વાવી શકાય છે. દેશમાં વનક્ષેત્રમાં થઈ રહેલા ઘટાડાને લીધે દેશમાં પ્રાકૃતિક આફતો વધી રહી છે.
સાર-સંભાળ
વૃક્ષારોપણના નિયમ પ્રમાણે, વિદ્યાર્થીઓએ એવી જગ્યાએ છોડ વાવવા, જ્યાં તેમની જીવિત રહેવાની સંભાવના વધારે હોય. આ જગ્યામાં વન ક્ષેત્ર, સંરક્ષિત એરિયા અને શહેરોની અમુક જગ્યા સામેલ છે. માત્ર છોડ વાવીને ફરજ પૂરી તેમ નહીં, તેની સાર-સંભાળ પણ કરવી પડશે.
ફીલીપાઈન્સમાં આ નિયમની જવાબદારી શિક્ષણ વિભાગે લીધી છે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી છૂટકારો અને આવનારી પેઢીને પર્યાવરણ પ્રત્યે વધારે જાગૃત રાખવી.
જો આવુ દરેક દેશમાં ફરજીયાત કરવામાં આવે તો આ ધરતી ફરીથી હરિયાળી બની જાય અને પર્યાવરણને પ્રદુષણથી મુક્ત કરી શકાય.. શું માનવું છે તમારું નીચે કમેન્ટમાં અચૂક જણાવજો..