10 માર્ચ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 12થી 15 રુપિયા સુધીનો વધારો આવી શકે છે તેવું iciciના રિપોર્ટમાં જણાવાયું છે.
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે છેલ્લા ચાર મહિનાથી ઇંધણના ભાવમાં વધારો થયો નથી. જો કે હવે આગામી 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 12 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.
રિપોર્ટમાં શું છે
icici સિક્યોરિટીઝના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, રિટેલ ફ્યૂલ વેન્ડર્સે કિંમત વસૂલ કરવા માટે 16 માર્ચ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 12 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો વધારો કરવાની જરૂર છે. જો તમે ઓઈલ કંપનીઓના માર્જિનને જો ઉમેરો છો તો 15.1 રૂપિયા પ્રતિ લીટરના ભાવ વધારાની જરૂર છે.બ્રોકરેજ કંપની જે.પી. મોર્ગને એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “આવતા સપ્તાહ સુધીમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ જશે. અનુમાન છે કે આ પછી, દૈનિક ધોરણે ઇંધણના દરમાં વધારો થઈ શકે છે.
10 માર્ચે પછી ગમે ત્યારે થઈ શકે વધારો
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સહિત પાંચેય રાજ્યોની મતગણતરી 10 માર્ચે થવાની છે. ICICI Securitiesના રિપોર્ટમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો ઘરેલુ ઈંધણની કિંમતો સાથે જોડાયેલી છે. સરકારી તેલ કંપનીઓને થયેલા નુકશાનની સરભર કરવા માટે 16 માર્ચ, 2022 સુધી અથવા તે પહેલા 12.1 રુપિયાનો પ્રતિ લીટરનો વધારો કરવો જરુરી બનશે.રિપોર્ટમાં એવું પણ જણાવ્યું કે કંપનીઓ 15 રુપિયા સુધીનો વધારો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..