ભારતમા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે જેનાં કારણે લોકો પરેશાન છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર આ મુદ્દે આવી રહ્યા છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોના કારણે અત્યારે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન છે. એક તરફ મહામારી અને બીજી તરફ મોંઘવારીનાં કારણે પ્રજા પરેશાન થઈ રહી છે ત્યારે રાહત મળવાની વાત દૂર રહી પેટ્રોલનાં ભાવ તો જાણે મહામારી કરતાં પણ વધારે ઝડપથી વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મિડલ ક્લાસ માટે માઠા સમાચાર
ગ્લોબલ ફાયનાન્શિયલ કંપની ગોલ્ડમેન સૈશે કહ્યું છે કે આગામી સમયમાં દેશમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે. એક તાજા નોટમાં કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતા વર્ષ સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત વધીને 110 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે. અત્યારે તેની કિંમત 85 ડોલર પ્રતિ બેરલ છે. એવામાં આગામી વર્ષ સુધીમાં 30 ટકા જેટલો વધારો આવી શકે છે. ગોલ્ડમેન સૈશનાં ઓઇલ નિષ્ણાતોનું માનવું છે કે અત્યારે વિશ્વનાં બજારમાં માંગ અને સપ્લાય ખૂબ જ અસંતુલિત થઈ ગઈ છે જેના કારણે ભાવમાં વધારો થશે તેવા એંધાણ છે.
જો આવું જ રહ્યું તો દોઢસોમાં પડશે પેટ્રોલ
જૉ આ જ સ્પીડમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા તો ભારતમાં પેટ્રોલ 150 અને ડીઝલ 140 રૂપિયા પ્રતિ લિટર પહોંચી શકે છે. આજની તારીખમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલ 100ને પાર થઈ ગયું છે અને કેટલાક શહેરમાં તો ભાવ 120 પહોંચી ગયો છે.
કેમ વધી રહ્યા ક્રૂડ ઓઇલના ભાવ?
આટલું જ નહીં આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે, 27 ઓકટોબરનાં રોજ બંને ઈંધણની કિંમતમાં 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે દુનિયાના ઘણા બધા દેશો હવે કોરોના વાયરસનાં પ્રભાવમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છે ત્યારે ક્રૂડ ઓઇલની ડિમાન્ડ પણ ખૂબ વધી ગઈ છે. હાલમાં દરરોજ 99 મિલિયન બેરલ ઓઇલ વપરાઇ રહ્યું છે જે વધીને 100 મિલિયન બેરલને પાર થઈ શકે છે.
જોકે આ મુદ્દે હવે જનતાને સરકારથી જ આશા છે કે તે કિંમતોને ઓછી કરવા માટે કોઈ પગલાં ભરે, જૉ સરકાર પગલાં નથી લેતી તો રિપોર્ટ અનુસાર આગામી સમયમાં ક્રૂડ ઓઇલનાં ભાવ વધશે અને તેના કારણે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પણ વધી જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..