હાલ આખું વિશ્વ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે દુનિયાભરમાં ડોક્ટર્સ અને નર્સ પોતાનો જીવ જોખમમાં નાંખી પોતાની ફરજ બજાવી રહ્યા છે અને લોકોના જીવ બચાવવા ખડેપગે છે. ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફની આ નિસ્વાર્થ ભાવથી કરવામાં આવતી સેવાને તમામ લોકો બિરદાવી રહ્યા છે. ત્યારે હવે એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભારતીય મૂળના ડોક્ટરનું અમેરિકામાં લોકોએ અનોખી રીતે અભિવાદન કર્યું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
અમેરિકામાં એક ભારતીય મૂળની ડૉ. ઉમા મધુસૂદન કોરોના દર્દીઓની સારવાર કરી રહી છે. તેની વચ્ચે લોકોએ તેમને સન્માનિત કર્યા છે. તે પણ તેમના ઘરની સામે આવીને.
અમેરિકામાં ડૉ. ઉમા મધુસૂદને વિંડસર હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવાર કરી છે. તેમના કામને બિરદાવવા માટે પોલીસ, પાડોશી અને લોકલ ફાયરમેન તેમના ઘરની સામે આવીને તેમને સન્માનિત કરી રહ્યા છે. ડૉ.ઉમાને ડ્રાઈવ ઓફ ઓનર આપવામાં આવ્યું. જેમાં ઘણી ગાડીઓ સાથે આવીને તે વ્યક્તિને સન્માનિત કરે છે. ગાડીઓ તેમના ઘરની સામેથી નીકળી અને ડૉ. ઉમાને સલામ કર્યું.
ડૉ. સુધાકર, જે એક ધારાસભ્ય પણ છે. તેમણે આ વીડિયો શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે ડૉ. ઉમા મૈસૂરના રહેવાસી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કઈ રીતે પોલીસ, ફાયર ટ્રક્સ તેમને સન્માનિત કરી રહ્યા છે. ડૉ. ઉમાએ 1990માં JSS મેડિકલ કોલેજ, શિવારાથેશ્વરથી અભ્યાસ કર્યો છે.
As I head to Mysuru, happy to share a video of Uma Madhusudhan, Mysuru origin Doctor in US being honoured in front of her house by grateful patients. It's a beautiful sight of cars, police vehicles, fire trucks lining up in gratitude, waving & honking to say Thank you Dr Uma! pic.twitter.com/42ayy6hEUd
— Dr Sudhakar K (@mla_sudhakar) April 21, 2020
વીડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે અમેરિકામાં લોકો ભારતીય મૂળની ડૉક્ટરને સન્માનિત કરી રહ્યા છે. તો બીજી તરફ આપણા દેશ ભારતમાં તો તમને ખબર જ હશે કે સ્વાસ્થ્યકર્મીઓ સાથે દેશના નાગરિકો કઈ રીતનું ખરાબ વર્તન કરી રહ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરવાના અને તેમનું અપમાન કરવાના ઘણાં મામલાઓ સામે આવી ચૂક્યા છે. જે દેશને શરમમાં મૂકે એવા છે. એવામાં આપણે અમેરિકાના નાગરિકોથી કંઇક શીખવાની જરૂર છે. જે આપણી મદદ કરી રહ્યા છે, તેમને માન આપવાની જરૂર છે. સલામ છે દુનિયાના ડૉક્ટરોને, જેઓ દિવસ રાત દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..