ફિલ્મને બદલે પેટ્રોલ ટેક્સ ફ્રી કરવાથી લોકોને વધારે ફાયદો થશેઃ જયંત ચૌધરી

1990માં કાશ્મીરી પંડિતોની હિજરતને લઈને દેશભરમાં ચર્ચા છેડાઈ છે. ચર્ચાનું એપિ સેન્ટર છે, ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મ. સોશિયલ મીડિયામાં આ ફિલ્મ વિશે ધમાસાણ મચેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરીએ ટ્વીટ કરી છે કે ફિલ્મને બદલે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવો જોઈએ. ડિઝલ પર ટેક્સ ઘટાડો, ખેડૂતોના ઉપકરણ પર ટેક્સ ઘટાડો. સિને ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો શો ફાયદો?

તેમનું કહેવાનું તાત્પર્ય એવું છે કે ફિલ્મને બદલે પેટ્રોલ-ડીઝલ ટેક્સ ફ્રી કરવાથી લોકોને વધારે ફાયદો થશે. આ એ જ જયંત ચૌધરી છે જેમને ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા અમિત શાહે ભાજપ સાથ ગઠબંધન કરી લેવા ખૂબ દબાણ કરેલું. તેમના બધા પ્રયત્નો વ્યર્થ ગયેલા. અને હજી પણ ભાજપ જયંત ચૌધરીને 2024 પહેલા ભાજપ સાથે ગઠબંધન કરી લેવા પ્રયત્નો કરી રહી છે. કારણ કે વિધાનસભાના જે પરિણામ આવ્યા છે તેના પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે લોકસભામાં સમાજવાદી પાર્ટી કમસેકમ 20 ટકા બેઠકો કબજે કરી શકે છે.

ધ કશ્મીર ફાઇલ્સ સારી ફિલ્મ હોય તો પણ પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સ ઘટાડાને પ્રાયોરિટી આપવી જોઈએ. કારણ કે જનતા મોંઘવારીથી ત્રાહિમામ છે. બેરોજગારી અને નબળા શિક્ષણ પર પણ આટલી જ મોટી ચર્ચા છેડવાની આવશ્યકતા છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો