દેશમાં દહેજની ગંદકી હજૂ પણ કેટલીય જગ્યાએ ફેલાયેલી છે. જો કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આ અભિશાપ ખતમ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જેને કારણે દહેજ લેનારા અને આપનારામાં ધરખમ ઘટાડો આવ્યો છે.
દેશમાં દહેજની ગંદકી હજૂ પણ કેટલીય જગ્યાએ ફેલાયેલી છે. જો કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આ અભિશાપ ખતમ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જેને કારણે દહેજ લેનારા અને આપનારામાં ધરખમ ઘટાડો આવ્યો છે. લોકોની વિચારસરણ બદલી છે. પણ હજૂયે એવા કેટલાય લોકો છે, જેમની માનસિકતા એવીને એવી છે. લોકો દહેજને પોતાનો હક માને છે, જેને તેઓ કન્યાપક્ષ તરફથી લઈને જ રહે છે. જો ન મળે તો, લગ્ન તોડી નાખે છે. જો તેમની ડિમાન્ડ સમય રહેતા પુરી ન થાય તો, માંડવેથી ઉઠીને ચાલ્યા જાય છે. સોશિયલ મીડિયા પર પણ આવો જ એક વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં દહેજના લાલચી વરરાજાએ લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી હતી. કારણ છોકરીવાળા તરફથી તેમની ડિમાન્ડ પુરી કરવામાં આવી નહોતી.
આ ઘટના બિહારની હોવાનું કહેવાય છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે, વર અને વધુ સ્ટેજ પર બેઠેલા છે. એક શખ્સ જે વીડિયો બનાવી રહ્યો છે. તે વરને પૂછી રહ્યો છે કે, લગ્ન નહીં કરવા પાછળનું કારણ શું છે, તેના જવાબમાં તે કહે છે, અમારી ડ઼િમાન્ડ હજૂ સુધી પુરી નથી થઈ. ન તો રોકડા મળ્યા છે. તથા કોઈ સામાન પણ નથી મળ્યો. તે દાવો કરે છે કે, છોકરી પક્ષ દ્વારા એક ચેન પણ આપવાનું કહેવામાં આવ્યું હતું, તે પણ નથી મળ્યો. આમ જ તે ક્યા આધારે તેની સાથે લગ્ન કરે.
जब तक देश से #दहेज़_लोभी मानसिकता ख़त्म नहीं होती, तब तक हमारा #WomensDay, #WomenEmpowermentDay आदि मनाना व्यर्थ है.
जो दहेज़ लालसा में अपनी सेल्फ रिस्पेक्ट और जीवनसंगिनी का मोल कम समझे, वो किसी का जीवनसाथी बनने योग्य ही नहीं है.
वीडियो की जांचकर, सख्त कानूनी कार्यवाही हो. pic.twitter.com/4soFmuPJka
— Dipanshu Kabra (@ipskabra) March 7, 2022
વીડિયો બનાવી રહેલા શખ્સ દ્વારા પૂછવા પર વર જણાવે છે કે, તે સરકારી નોકરી કરે છે, જ્યારે તેના પિતા એક સરકારી શિક્ષક છે. હવે આપ વિચારી શકો છો કે, એક ભણેલા-ગણેલા લોકો જ્યારે આવા રીતે દહેજપ્રથાને પ્રોત્સાહન આપતા હોય તો, પછી આ કલંક કેવી રીતે ભૂસાશે.
ટ્વિટર પર આ વીડિયોને આઈપીએસ અધિકારી દિપાશું કાબરાએ શેર કર્યો છે અને લખ્યું છે કે, જ્યાં સુધી દેશમાં દહેજના લોભી માનસિકતા ખતમ નહીં થાય, ત્યાં સુધી આપણો વુમન્સ ડે, મહિલા સશક્તિકરણ વગેરે વ્યર્થ છે. જે દહેજની લાલચમાં પોતાની સેલ્ફ રિસ્પેક્ટ અને જીવનસંગિનીની કિંમત ઓછી આંકે, તે કોઈનો જીવન સાથી શું બનવાનો. વીડિયોની તપાસ કરી, કડક કાર્યવાહી થાય.
આ વીડિયોને જોઈને લોકો પણ કમેન્ટ કરવા લાગ્યા છે. એક યુઝર્સે લખ્યું છે, ક્યાં આધારે લગ્ન કરે, ગજબનો જવાબ મંદબુદ્ધિએ આપ્યો છે. અન્ય એકે લખ્યું છે કે, પકડાશે ત્યારે તો આની સરકારી નોકરી ગઈ સમજો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..