અમદાવાદના કમિશ્નર વિજય નહેરાની બદલી થતાં સમર્થનમાં ઉતરી આવ્યા લોકો, ટ્વીટર પર ટ્રેન્ડ થયા

અમદાવાદ મ્યુનિસિપલ (AMC) કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરા (Vijay Nehra) ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની નિમણુંક અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. વિજય નહેરાને હટાવાતાં જ અમદાવાદીઓ તેમના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. અને વિજય નહેરા ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા. લોકોએ નહેરાને પરત લાવવા માટે #BringBackVijayNehra કરીને ટ્વીટ કરવા લાગ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જયરાજસિંહ પરમારે વિજય નહેરાની બદલી અંગે કહ્યું કે, બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને… ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરની કરેલી બદલી ખુબ દુખદ છે. જે અધિકારી અમદાવાદમાં અગ્રેસિવ ટેસ્ટ કરતા હતા, અમદાવાદની ગલી ગલી જાણતા હતા. અમદાવાદના સામાજિક તાણાવાણા જાણતા હતા. અમદાવાદમાં કોરોનાને નાથવા માટે જેણે મહેનત કરી અને જીવના જોખમે જે કામ કર્યું એનું સરકારે આ ફળ આપ્યું? વિજય નહેરાની બદલી કરી સરકારે જે ફળ આપ્યું એ બતાવે છે કે અધિકારીઓમાં આંતરિક લડાઇ ચાલે છે. સારા અધિકારીની બદલીને કારણે અધિકારી વર્ગ અને ગુજરાતની જનતાના મનોબળ પર અસર પડે છે. જે અધિકારીઓ નિષ્ઠાપુર્વક કામ કરે છે તે આ ઘટના બાદ કામ કરતાં ખચકાશે અને સરકારના કહ્યાગરા થઇ વર્તન કરશે.


બદલીના સમાચાર બહાર આવ્યા બાદ ડ ટ્વીટર પર વિજય નહેરા ટ્રેન્ડ થવા લાગ્યા હતા. અને તેમના સમર્થનમાં હજારો ટ્વીટનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેને કારણે થોડા જ સમયમાં ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા. લોકોએ ટ્વીટ કરીને કહી રહ્યા હતા કે વિજય નહેરાની બદલી ખોટી રીતે કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વિજય નેહરા કોરોના સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા બાદ પોતે ક્વોરન્ટાઇન થઇ ગયા હતા. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકેનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો હતો. જોકે, આ બાદ વિજય નેહરાએ પોતે સ્વસ્થય હોવાની વાત ટ્વિટર પર કરી હતી અને કહ્યું હતું કે, તેઓ જલ્દી જ કામ પર પરત ફરશે. પરંતુ ક્વોરેન્ટાઇન પીરિયર પુરો કરી લેતા જેમ તેઓ ફરજ પર હાજર થયા તેમ તેમની બદલી કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો