પાટીદાર યુવાને 56 વિધવા મહિલાઓને 10 દિવસની યાત્રા કરવી પુણ્યનું ભાથું બાંધવાનું પ્રેરણાદાયી કાર્ય કરી ઉત્તમ દાખલો સમાજને પૂરો પડ્યો છે.

મહેસાણા જિલ્લાના અને બહુચરાજી પાસેના દેવગઢ ગામનો યુવાન કળિયુગનો શ્રવણ બની એક ઉમદા કાર્ય કર્યું છે. નિસહાય અને વિધવા એવી 56 મહિલાઓને 10 દિવસની યાત્રા કરવી પુણ્યનું ભાથું બાંધવાનું પ્રેરણાદાયી કાર્ય કરી ઉત્તમ દાખલો સમાજને પૂરો પડ્યો છે.

યાત્રાધામ બહુચરાજીથી અંદાજે 5 કિ.મીના અંતરે દેવગઢ ગામ આવેલું છે. આ ગામમાં કિરીટ પટેલ નામના એક યુવાને પોતાના ગામના અને આસ પાસના 56 સિનિયર સીટીઝન અને નિસહાય તેમજ વિધવા બહેનોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી કાશી જેવા યાત્રાધામની વિના મૂલ્યે યાત્રા કરાવી છે. જેનો ખર્ચ અંદાજે 5 લાખથી વધુ થયો છે.

આ પ્રવાસમાં અહીંથી લકઝરી બસ તેમજ રહેવા જમવાની સુંદર વ્યવસ્થા સાથે સાઈડ શિનનો ખર્ચ પણ કિરીટ પટેલ ઉઠાવી ઉમદા કાર્ય કર્યું. હાલના આ આધુનિક યુગમાં સંતાનો પોતાના ઘરડા માં-બાપને સમય તેમજ નાણાંના અભાવે તીર્થયાત્રા કરાવી નથી રહ્યા ત્યારે આ પુણ્ય આત્માએ આવી બહેનોને તીર્થયાત્રા પોતાની માતાઓથી પણ વિશેષમાંની યાત્રા કરાવી કળિયુગનો શ્રવણ બન્યો છે.

આ પ્રવાસમાં જોડાયેલા સીનીયર સિટીઝનો આશીર્વાદ આપી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે હાલમાં પોતાના પુત્રો કે પરિવાર જનો આવું કાર્ય કરી શકતા નથી, તેવું કાર્ય અમારા વિસ્તારના આ શ્રવણે કર્યું છે. પ્રવાસ દરમિયાન અમને સારામાં સારી ફેસિલિટી પણ આપી લકઝરી બસમાં અમારી સેવા કરી હતી. સિનિયર સિટીઝન બહેનોને વીના મૂલ્ય કાશી, ગોકુળ મથુરા, અયોધ્યા, પુષ્કર જેવા આજુબાજુના તીર્થ સ્થળોની યાત્રા કરાવી છે. આ યાત્રા કુલ 10 દિવસની હતી જેમાં સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું આપવામાં આવે છે. જમવામાં સીનીયર સિટીઝન બહેનોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

દરેક યાત્રા માં દર 5 મહિલાઓ વચ્ચે એક સ્વયંમસેવકની વ્યવસ્થા કરવામાં આવે છે. કાશી જેવા સ્થળમાં પિતૃમોક્ષ માટે જાણીતા મોક્ષઘાટ ઉપર સમૂહ પૂજા માટે પંડિતની વ્યવસ્થા કરવામાં આવે છે, જે સ્વાજનો ની મોક્ષ પ્રાપ્તિ માટે પૂજા કરાવવામાં આવી હતી છે. તો ત્યાં આનંદના ગરબાની ધૂન તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ કરાવી ધાર્મિક સ્થળના મહત્વમાં વધારો કરતા કાર્ય કરી અમે ધન્યતાની અનુભૂતિ કરી. કિરીટભાઈ જેવા સજ્જન ને આ નિસહાય મહિલા ઓ શ્રવણનું બિરુદ આપી ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો