ચોવીસીમાં ગામોગામ સમાજ ઉત્સવના આમંત્રણ અપાઈ રહ્યા છે. બેઠકોનો દોર સંધાયો છે. વિદેશવાસી ભાઈઓને પત્રિકાઓ પોસ્ટ કરાઈ રહી છે. તોરણ બંધાઈ ચૂક્યા છે. સમાજના ઈતિહાસમાં એક સાથે અનેક પ્રોજેક્ટો જ્ઞાતિના ચરણે સમર્પિત કરવાના મંગળાચરણ થઈ ચૂકયા છે. આરોગ્ય,શિક્ષણ,કૃષિ, કૌશલવર્ધન અને બજાર ક્ષેત્રે જ્ઞાતિને દિશા આપવા વિષય મુકાયા છે જેનો ગામેગામ ઉમંગ વર્તાઈ રહ્યો છે..
ગત રાત્રે માનકૂવા ખાતે સભામાં ઉપસ્થિત બહોળી સંખ્યામાં ભાઈ બહેનોને માહિતી અપાઈ હતી. લેવા પટેલ ચોવીસીમાં જ્ઞાતિનો મધ્યમવર્ગ 32×64 ના પ્લોટ માટે આયખું ખર્ચી નાખે છે. આર્થિક સંપન્ન વર્ગ વધુ સમૃદ્ધ થતો જાય છે પણ ગરીબ સંઘર્ષ કરી રહ્યો છે. મસ્કત, સિસ્લ્સ કમાતો યુવાન મહિને 25/30 હજાર કમાય છે પરિવાર ચલાવવો સંતાનને ભણાવવા મેડિકલ ખર્ચા પછી શું બચે કે 20 – 35 લાખનો પ્લોટ લઈ શકે અને કદાચ લે તોય બાંધે શેમાંથી ?? ઘરનું ઘર હોવું એ જ્ઞાતિની સંસ્કૃતિ છે રીતિ છે જે આવકાર્ય છે પણ આ દોડમાં મધ્યમ આવક ઘરાવનાર હાંફી જાય છે વગર પોતાના મકાને છોકરાને કન્યા મળવી પણ મુશ્કેલ હોય છે આવી સ્થિતિ છેલ્લા દાયકાઓથી છે.
આવાં પરિવારોને આવાસ માટે મદદ કરવાનો એક નમ્ર પ્રયાસ કે પ્રયોગ માનકૂવા ગામથી થનાર છે. જ્ઞાતિના નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરે તે સમાજ, કોઈપણ યોજના સુવિધાના કેન્દ્રમાં સમાજની નાનામાં નાની વ્યક્તિ છે. પણ એ જોવા માટે પૂર્વગ્રહ મુક્ત દૃષ્ટિ જોઈએ ટીકા નિંદા કરવી સહજ, કાર્ય સાકાર કરવા કઠીન પણ જેના ઉપર જનતા જનાર્દનનો વિશ્વાસ છે લોક કલ્યાણની સરવાણી છે એને કુદરત પણ સહાય કરે છે માનકૂવા ગામમાં વિદેશવાસી દાતાએ ચાર એકર સમાજને ભૂમિ દાનમાં આપી છે 3.5 કરોડના અંદાજીત કીંમતની આ ભૂમિ પર ભુજ સમાજ માનકૂવા ગામના જરૂરતમંદ પરિવારો માટે કચ્છી લેવા પટેલ સમાજ આવાસયોજના સાકાર કરવા માંગે છે એવી જાહેરાત દીર્ઘદ્રષ્ટા પ્રમુખ આદરણિય ગોપાલભાઈ માવજી ગોરસિયાએ કરી ત્યારે જ્ઞાતિ ગદગદ થઈ હતી ને ઉત્સવનો ઉમંગ અનેકગણો વર્તાયો હતો.
સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈએ આ તરફ દૃષ્ટિ કરી છે. કોણ સાચવશે, કોણ ચલાવશેની નિરર્થક અને સ્વકેન્દ્રિ વિચારોને ત્યજી સમાજ હવે દરેક ક્ષેત્રે ખૂલ્લા મનથી મા સ્વરૂપા જ્ઞાતિગંગાની સેવામાં આગળ વધી રહ્યો છે. નાઈરોબી મોમ્બાસામાં આવાસિય યોજનાઓ સફળ રહી છે એમાંથી પ્રેરણા લઈ ભુજ સમાજે ડગ માંડ્યા છે ચોવીસીના અન્ય ગામો પણ આવાસ બને તેવી ભૂમિ દાનમાં આપશે તો સમાજ ગામોગામ આવા આવાસ ઊભાં કરી આપશે અને તેની સોસાયટી બનાવી સ્થાનિક સંચાલન સોંપશે.. તેવી મહત્વાકાંક્ષી ભાવના ભુજ સમાજે વ્યક્ત કરી છે. જેને અદમ્ય આવકાર સાંપડ્યો છે…
આવો સાથ આપીએ…તન ધન ન આપી શકીયે તો મન આપીએ…… ઉત્સવનું તમને પણ આમંત્રણ સ્વયંસેવક : 15 ભાઈઓ , 20 બહેનો ગામોગામ નામ નોંધાવો….
1. 9/12/2018 સાઈકલયાત્રા
2. 27/12/2018 ચોવીસ ગામો વચ્ચે રંગોળીસ્પર્ધા