પરેશ ધાનાણીનો અનોખો સેવાયજ્ઞ: 26,000 ભૂખ્યા લોકોને પૂરું પાડે છે ભોજન, કૂતરાઓ માટે પણ બનાવ્યા ચોખ્ખા ઘીના લાડુ

છેલ્લા 22 દિવસથી 2,000 લોકોના ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરી આજે 26 હજાર લોકોને ભૂખ્યાને ભોજન પૂરું પાડતા અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજે 300 કિલોના શુદ્ધ ઘીના લાડુ બનાવી પોતાની ટીમ સાથે શહેરના કૂતરાઓને લાડુ ખવડાવી એક નવી પહેલ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

દેશમાં લોકડાઉનની શરૂઆત થઈ અને સામાન્ય અને ગરીબ વર્ગના લોકોના ભોજનની ચિંતા પરેશ ધાનાણીએ શરૂ કરી અને અમરેલી શહેર અને પોતાના મતવિસ્તારના છેવાડાના ગરીબ લોકો માટે ભૂખ્યાને ભોજન યજ્ઞ શરૂ કર્યો. પહેલા દિવસે સર્વે કરાવી બે હજાર લોકોનું ભોજન બનાવી પોતાની જુદી જુદી ટીમ દ્વારા ઘેર ઘેર પહોંચતું કર્યું. આજે આ સેવાયજ્ઞમાં અનેક સેવાભાવી સંસ્થા અને રાજકારણીઓ અને શહેરના તમામ લોકોના સહકારથી રોજનું 26 હજાર લોકોને ગરમાગરમ ભોજન પહોંચાડવામાં આવે છે.

આશરે અત્યાર સુધીમાં પાંચ એક લાખ લોકોને આ ભોજન અપાઇ રહ્યું છે ત્યારે શેરીનું વફાદાર પ્રાણી એટલે કુતરો. આ કૂતરાઓને ભોજન પહોંચાડવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ 300 કિલો ચોખા ઘીના લાડુ બનાવી સમગ્ર શહેરમાં જુદી-જુદી ટીમ દ્વારા શેરીએ-શેરીએ જઈ કૂતરાઓને શોધીને શુદ્ધ ઘીના લાડુ ખવડાવી રહી છે.

પરેશ ધાનાણીએ પણ પોતાના બાઈક ઉપર જઇ શેરીમાં રખડતા અને છાયડે બેઠેલા કૂતરાઓને શોધી-શોધીને લાડુડી ખવડાવી અને સમગ્ર રાજ્ય અને દેશના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ને એક નવો સંદેશ આપ્યો કે, જ્યારે લોકોએ આપને મત આપ્યા છે ત્યારે આજે આપણે પણ લોકોને કંઈક આપવાનો સમય આવી ગયો છે અને અમરેલી હંમેશા રાહ ચીંધવામાં મોખરે અને આગળ પડતું હોય છે ત્યારે રાજકીય ક્ષેત્રથી પર રહી પોતાની સામાજીક જવાબદારી સ્વીકારી અમરેલી શહેરના તમામ પક્ષના લોકોના સહકાર મળી રહ્યો છે ત્યારે કૂતરાઓને લાડુ ખવડાવાની શરૂઆત કદાચ અમરેલીથી થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.

આમ કોઈ આડંબર કે અભિમાન નહિ પરંતુ એક સેવક તરીકે અમરેલીના ધારાસભ્યની આ સેવાથી અનેક લોકોએ અને લોક પ્રતિનિધિઓએ શેરીમાં રખડતા વફાદાર પ્રાણી એવા કુતરાઓને માટે તેમજ પશુ પક્ષીઓ માટે પણ ભોજનની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો