16 વર્ષની દીકરીને ઘરમાં બંધ કરી લગ્નમાં જતા રહ્યા મા-બાપ, ઘરે પરત આવ્યા તો…

મુંબઈના દાદર વિસ્તારમાં રવિવારે 16 વર્ષની એક છોકરીનું તેના જ ઘરમાં ગૂંગળામણના કારણે મોત થઈ ગયું. એક અપાર્ટમેન્ટ સ્થિત પોતાના ઘરમાં તે ઊંઘી રહી હતી તે સમયે જ તેનું મોત થઈ ગયું. આ છોકરીની ઓળખ શ્રાવણી ચાવન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેના માતા-પિતા તેના રૂમનો દરવાજો બહારથી બંધ કરીને લગ્નમાં ગયા હતા, જેથી તે શાંતિથી વાંચી શકે. પરંતુ આ દરમિયાન આગ લાગવાના કારણે તેનું મોત થઈ ગયું.

મુંબઈમાં સામે આવ્યો આંખ ખોલતો કિસ્સો,બાળકોને ઘરમાં બંધ કરી બહાર જતા માતા-પિતાએ આમાંથી બોધપાઠ લેવા જેવો છે.

રૂમમાં બંધ કરીને ગયા હતા મા-બાપ

શ્રાવણીના માતા-પિતા રવિવારે એક સંબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા, આ દરમિયાન તેઓ પોતાની દીકરીને ઘરે મુકીને ગયા હતા. જેથી તે વાંચી શકે. તેને કોઈ ખલેલ ન પહોંચે તે માટે તેમણે રૂમનો દરવાજો બહારથી લોક કરી દીધો હતો.

અપાર્ટમેન્ટમાં આગ લાગતા ફસાઈ છોકરી

બપોરે એક કલાકે 45 મિનિટ પર તેના અપાર્ટમેન્ટના ત્રીજા માળ પર આગ લાગી હતી, જેની ઝપેટમાં શ્રાવણીનો રૂમ પણ આવી ગયો. પાંચ માળની આ બિલ્ડિંગના ત્રીજા માળના મોટા ભાગમાં આગ લાગી હતી, જેમાં શ્રાવણી ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા પ્રમાણે શ્રાવણીના રૂમનો દરવાજો બહાર અને અંદરથી બંધ હતો.

ગૂંગળામણના કારણે થઈ ગયું મોત

ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળ પરથી કેરોસિનનો ડબ્બો પણ મળી આવ્યો હતો. આગ લાગવાની આ ઘટનામાં તે ગંભીર રીતે દાજી ગઈ હતી જે બાદ તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો