નેશનલ ડેસ્કઃબદલાતા યુગમાં જૂના રૂઢિચુસ્ત દ્રષ્ટિકોણોને પાછળ રાખીને હમીરપુરમાં સાસુ-સસરાએ એક નવી પહેલ કરી છે. તેમણે પુત્રનું મોત થતા તેમની પુત્રવધૂના લગ્ન દીકરીની જેમ કરાવીને તેનું ઘર ફરી વસાવ્યું છે. ઘટના છે હિમાચલના હમીરપુર જિલ્લાના સોરડ ગામની. ભારતીય સૈન્યમાં રહીને ભગવાન દાસે જ્યાં દેશની સરહદ પર સુરક્ષા કરી હતી, ત્યારે હવે તેમણે સેવાનિવૃતિ બાદ મહિલાના અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવામાં જોડાઈ ગયા છે.
લગ્ન બાદ 23 દિવસમાં જ થયું હતું અવસાન
– ભગવાન દાસે તેમના બન્ને પુત્રોને પણ સૈન્યમાં મોકલ્યા, પરંતુ નાના પુત્રનું રોડ અકસ્માતમાં મોત થયું હતું, તે સમયે તેના લગ્ન થયાને માત્ર 23 દિવસ જ થયા હતા.
– તેવામાં આ પરિવારે પુત્રવધૂને એક વર્ષ સુધી તેમની સાથે રાખીને દીકરીનો દરજ્જો આપ્યો અને તેનું કન્યાદાન કર્યું.
– સાસુ વિમલા દેવીએ પણ સાસુ અને વહુ વચ્ચે થતી કચકચને દૂર કરી પુત્રવધૂને દીકરી માની અને તેના લગ્નમાં લાખો રૂપિયાની રોકડ પણ કરિયાવર તરીકે આપી.
– સાથે સાથે તેના પુત્રના સૈન્ય પેન્શનની પણ બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરીને તેના નામે કરી દીધું.
નાના પુત્રનું રોડ અકસ્માતમાં થયું મોત
– ભગવાન દાસના નાના પુત્ર નરેશ કુમાર સૈન્યમાં જેક રાઈફલમાં હતા, તેમનું 9 ઓગસ્ટ, 2016ના રોજ રજા દરમિયાન રોડ અકસ્માતમાં મોત નીપજ્યું હતું, તે સમયે લગ્ન થયાને માત્ર 23 દિવસ જ થયા હતા.
– તેમણે પુત્રવધૂ નીલમ કુમારીને એક વર્ષ સુધી પુત્રના મોત બાદ પુત્રી માનીને ઘરે રાખી અને પછી બે માસ પહેલા તેમણે નિયમો હેઠળ પુત્રવધૂને પુત્રી બનાવી. જેના થોડા દિવસ અગાઉ લગ્ન કરાવી દીધા.
પુત્રનું પેન્શન અને જમા રોકડ પણ પુત્રવધૂના નામે કરી
– સૈન્ય નોકરી દરમિયાન પુત્રની જે રકમ જમા હતી અને બીજી મળેલી લાખોની રકમ પણ પુત્રીના નામે કરી દીધી.
– આટલું જ નહીં, માતાએ પુત્રના મોત પર સૈન્ય પેન્શન શરૂ થયું હતું, તેને પણ આ પરિવારે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરીને પુત્રવધૂના નામે કરી દીધું.
– તેમણે પુત્રીના લગ્ન ઉના જિલ્લામાં રામપાલ યુવક સાથે કરાવ્યા છે.
મોટો પુત્ર પણ સૈન્યમાં નાયક પદ પર
– તેમનો મોટો પુત્ર રાકેશ કુમાર પણ સૈન્યમાં નાયક પદ પર કાર્યરત છે.
– ભગવાન દાસ 28 વર્ષની સૈન્યમાં નોકરી કરી સુબેદારના પદ પરથી સેવાનિવૃત થયા છે. તે ડોગરા રેજીમેન્ટમાં કાર્યરત હતા.
– તેમનો નાનો પુત્ર સ્વ. નરેશ પણ સૈન્યમાં દેશની સરહદની રક્ષા કરી રહ્યો હતો.
– 29 નવેમ્બર, 2017ના રોજ તેમણે પુત્રવધૂને પુત્રી રેકોર્ડમાં નામ નોંધાવીને તેના બીજે લગ્ન કરાવ્યા હતા.
પૈસાની લાલચ અને પુત્રીઓને ત્રાસ ન આપોઃ ભગવાન દાસ
– ભગવાન દાસ કહે છે કે, ના તો વ્યક્તિએ પૈસાની લાલચ કરવી જોઈએ, ના કે પુત્રવધૂ-દીકરીઓને ત્રાસ આપવો જોઈએ. એટલા માટે તેઓ લોકોને પણ આ બાબત અંગે જણાવી રહ્યા છે.
– જો કે, રાજ્યમાં ડઝનેક આવા કિસ્સા પોલીસ પાસે છે, જે મહિલા પુત્રવધૂ ઉત્પીડન સાથે જોડાયેલા છે.
– આ પરિવારે પુત્રની યાદમાં જોલસપ્પડ સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં વોટર કૂલર પણ દાન કર્યું છે.