ગુજરાતનો આ ખેડુત ઘરેબેઠા કરે છે લાખોની કમાણી, પ્રખ્યાત છે તેમના પપૈયા

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પપૈયાની ખેતી તરફ વળ્યા છે. આ પપૈયા ખેડૂતોના ખેતરમાં જમ્મુ, કાશ્મીર સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાંથી વેપારીઓ આવી લઇ જાય છે. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે અને જિલ્લાનું નામ પડોશી રાજ્યમાં ગુંજતું કરી રહ્યા છે.

આ પપૈયા ખેડૂતોના ખેતરમાં જમ્મુ, કાશ્મીર સહિત ઘણા વિસ્તારોમાંથી વેપારીઓ આવી લઇ જાય છે

બનાસકાંઠાના ખેડૂતો પયૈયાની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે

બનાસકાંઠાના ખેડૂતો બટાકા, દાડમની ખેતી કરી જિલ્લાનું નામ પાડોશી રાજ્યમાં ગુંજતું કર્યું છે. પરંતુ અન્ય ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ સારી એવી પ્રગતિ કરી રહ્યા છે. જિલ્લામાં 2015-16 માં પપૈયાનું 1050 હેક્ટરમાં વાવેતર સામે 61530 મેટ્રિક ટન ઉત્પાદન મેળવ્યું હતું. જ્યારે 2016-17 માં 1125 હેક્ટરમાં વાવેતર સામે 69750 મેટ્રિક ટન ઉત્પાદન મેળવ્યું હતું.

ખેડૂત લક્ષ્મણભાઇ

વેપારીઓ ખેતરમાં આવી પપૈયા લઇ જાય છે

આ અંગે પપૈયાની ખેતી કરતાં પાલનપુર તાલુકાના ધાણધાના ખેડૂત લક્ષ્મણભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘પપૈયા જમ્મુ, કાશ્મીર, દિલ્હી, જોધપુર, પંજાબ, હરિયાણા, બિકાનેર સહિતના વિસ્તારોમાંથી વેપારીઓ ખેતરમાં આવી લઇ જાય છે. જેનો 20 કિલોનો ભાવ રૂ. 150થી 170 ચાલી રહ્યો છે. આમ પપૈયા બજારમાં વેચવા જવું પડતું નથી અને વેપારીઓને કમીશન ચૂંકવવું પડતું નથી. જેથી પપૈયાની ખેતીમાં સારું એવું વળતર મળી રહ્યું છે. ’

છાપાના પેપરમાં બાંધીને પપૈયાનું ટ્રાનસ્પોટેશન કરાય છે

પાલનપુર અને વડગામમાં સૌથી વધુ વાવેતર

2015-16 ના આંકડા ઉપર એક નજર

તાલુકો  -વાવેતર (હેક્ટરમાં) – ઉત્પાદન (મેટ્રીક ટન)
પાલનપુર – 287 – 16818
વડગામ – 387 – 22678

1125 હેક્ટરમાં પપૈયાનું વાવેતર

2016-17ના આંકડા ઉપર એક નજર

તાલુકો – વાવેતર (હેક્ટરમાં) – ઉત્પાદન (મેટ્રીક ટન)
પાલનપુર – 307 – 19034
વડગામ – 422 – 26164

ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ સારી એવી પ્રગતિ કરી રહ્યા છે

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે અને જિલ્લાનું નામ પડોશી રાજ્યમાં ગુંજતું કરી રહ્યા છે

છાપાના પેપરમાં બાંધીને પપૈયાનું ટ્રાનસ્પોટેશન કરાય છે
ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ સારી એવી પ્રગતિ કરી રહ્યા છે
ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ સારી એવી પ્રગતિ કરી રહ્યા છે

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

ખેડુ