પાલનપુરના દુકાનદારની અનોખી ઑફર: કાશ્મીર ફાઈલ્સની ટિકિટ લઇ આવનારને મળશે 1-1 ડીશ ફાફડા જલેબી

પાલનપુર શહેરમાં દિલ્હીગેટ વિસ્તારમાં આવેલા એક ફાફડા અને જલેબીના દુકાનદારે અનોખો દેશપ્રેમ બતાવ્યો છે. આ વેપારીએ “ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ જોઈ આવનાર લોકોને ટિકિટ બતાવી મફતમાં ફાફડા અને જલેબી ખાઈ જવાની જાહેરાત કરી છે.

ભારત દેશની આ ધરતી પર જન્મ લીધા બાદ આ ધરતી પર જ સૌનું બાળપણ અને જવાની પણ વીતતી હોય છે. પોતાના દેશમાં અને પોતાના વતનમાં રહેવાને બદલે દેશની સરહદ પર તૈનાત થઈ અને દેશ સેવાની ફરજ બજાવનાર દેશના જવાનોને સો.. સો. સલામ છે, ત્યારે પોતાનું વતન અને ઘર છોડીને આ ફરજ બજાવવી કેટલી મુશ્કેલ છે. તે આ “ધ કાશ્મીર ફાઈલ્સ” નામની ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

સત્ય કહાની ઉપર આધારિત આ ફિલ્મ આપણા દેશની આર્મી અને તેની સાચી ઓળખ તેમજ કેટલીક દિલચસ્પ વાતો આ ફિલ્મમાં દર્શાવી છે. આ ફિલ્મ દેશના લોકો વધુમાં વધુ નીહાળે તે માટે દેશના સાચા દેશભક્તો પ્રયત્નો કરી રહ્યાં છે. તેમાં પાલનપુરમાં દિલ્હીગેટ વિસ્તારમાં આવેલ ફાફડા જલેબીની દુકાન ધરાવતા વેપારીએ લોકો વધુમાં વધુ આ ફિલ્મ નિહાળે તે માટે પોતાની દુકાનમાં બનતા ફાફડા જલેબીનું આ ફિલ્મ જોઇને ટિકિટ લઈ આવનાર લોકોને મફતમાં વિતરણ કરવાની શરૂઆત કરી છે.

ટિકિટ લઇ આવનાર લોકોને મળશે 1-1 ડીશ ફાફડા જલેબી
અનોખો દેશપ્રેમ દર્શાવતા આ વેપારીએ ઉપરોક્ત ફિલ્મ જોઈને આવનાર લોકોને ફાફડા અને જલેબીનું મફતમાં વિતરણ કરવાની શરૂઆત કરી છે, ત્યારે આ અનોખો દેશપ્રેમ જોઇ લોકોના હ્રદયમાં પણ દેશભક્તિ જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો