રાજ્યમાં દરેક માતા પિતા માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આજે પાલનપુરના દેલવાડા ગામે અઢી વર્ષનો બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતાં મોતને ભેટ્યો છે. મામાને ઘરે ભાણેજનું મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સમગ્ર ઘટનાને લઈ ગામ સહિત પોલીસ બેડામાં શોકનો માતમ પ્રસર્યો છે. જાણવા મળી રહ્યું છે કે બાળકની માતા બાળકને પિયરમાં મૂકીને અંબાજીમાં ફરજ પર હતી. ભુજના દયાપર પોલીસમાં બાળકની માતા ફરજ બજાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પાલનપુરના દેલવાડા ગામે અઢી વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં પડી જતાં મોત નિપજ્યું છે. અઢી વર્ષનો પ્રિયાંશૂ પોતાના મામાના ઘરે હતો, ત્યારે તે રમતા રમતાં પાણીની ટાંકીમાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું છે. મામાના ઘરે આવેલા ભાણેજનું મોત નિપજતા સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકની માતા અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના બંદોબસ્તમાં જવાનું થતાં અઢી વર્ષના પુત્રને પાલનપુર તાલુકાના દેલવાડા ગામે પિયરમાં મુક્યો હતો. જ્યાં ગુરૂવારે સાંજના સુમારે પુત્ર રમતાં રમતાં પાણીની ટાંકીમાં ડૂબી મોતને ભેટયો હતો. આ કરૂણ ઘટનાને પગલે પોલીસ બેડા સહિત જિલ્લામાં અરેરાટી પ્રસરી હતી. વિધિની વક્રતાનો ભોગ બનેલો પરિવાર ભાણાના મોતની ઘટનાને લઈ પડી ભાંગ્યો છે.
અત્રે નોંધનીય છે કે, પાલનપુર તાલુકાના દેલવાડા ગામના નયનાબેનના લગ્ન પાલનપુર તાલુકાના ખોડલા ગામે જીતેન્દ્રભાઇ સેધાભાઇ ભીલોચા સાથે થયા હતા. જેમના લગ્ન જીવનમાં એક પુત્ર પ્રિયાંશૂ હતો. નયનાબેનનું એક વર્ષથી પોલીસની ભરતીમાં સિલેકશન થતાં તેમને ભૂજ જિલ્લાના દયાપર પોલીસ મથકમાં પોસ્ટીંગ મળ્યું હતુ.
પરંતુ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પોલીસ બંદોબસ્તમાં નયનાબેનને મુકવામાં આવ્યા હતા. ત્યારે પોતાના વ્હાલસોયા દીકરાને સાચવવા માટે પ્રિયાંશુને પિયરમાં મૂકવામાં આવ્યો હતો. જ્યાં ગુરૂવારે સાંજે પ્રિયાંશું રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી ગયો હતો. જેનું કરૂણ મોત નિપજ્યું હતુ. વિધિની વક્રતાનો ભોગ બનેલો પરિવાર ભાણાના મોતની ઘટનાને લઈ પડી ભાંગ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..