રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ઘણા વિદેશી લોકો ત્યાં ફસાઈ ગયા છે. તેમના માટે અત્યારે દેશની બહાર નીકળવું પડકારજનક થઈ ગયું છે. આ દરમિયાન યુક્રેનમાં વિવિધ દેશોના નાગરિકની સાથે ભારતના લોકો પણ ત્યાં ફસાઈ ગયા છે. અત્યારે આ બધા યુક્રેનથી હેમખેમ બહાર આવવા પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં ભારત સરકાર ત્યાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે ઓપરેશન ગંગા મિશન ચલાવી રહી છે. આ દરમિયાન ત્રિરંગાની મદદથી ભારતીય નાગરિકો અન્ય દેશમાં જવા માટે સક્ષમ રહ્યા છે. જેનો ફાયદો ઉઠાવીને મોટાભાગના પાકિસ્તાનીઓ પણ ભારતના ત્રિરંગાની સહાયથી બીજા દેશમાં જઈ રહ્યા છે.
રશિયાએ મિત્રતા જાળવી રાખી
યુક્રેનથી સુરક્ષિત સ્વદેશ પરત ફરતા લોકોએ ન્યૂઝ એજન્સી ANIએ જણાવ્યું કે ત્રિરંગાના સહારે અમે અહીંથી બહાર આવી શક્યા છીએ. એટલું જ નહીં ભારત સિવાય અન્ય દેશોના નાગરિકો પણ ત્રિરંગો લઈને બીજા દેશ જવા તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન આર્મીના લોકોએ અમને કહ્યું કે જો તમે ઈન્ડિયન છો તો ડરવાની જરૂર નથી. ભારત દેશ અમારો સારો મિત્ર છે અને રશિયા તથા ભારત એક જ છે.
કલર સ્પ્રે અને પડદાની સહાયથી ત્રિરંગો બનાવ્યો
રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી પરત ફરતા વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે તાત્કાલિક ત્રિરંગાની વ્યવસ્થા કરી દીધી છે. જેવી અમારી બસ આવી કે તરત અમે એની સામે ત્રિરંગો લઈને ઊભા રહી ગયા. જેના કારણે અમને સરળતાથી બહાર જવાની તક મળી જાય. અમારી યોજના પણ સફળ રહી, અમે કહ્યું કે અમે ઈન્ડિયન સ્ટુડન્ટ છીએ તેથી જવાની તક આપી દીધી હતી.
એક વિદ્યાર્થીએ જણાવ્યું કે ત્રિરંગાની વ્યવસ્થા મેં કરી હતી. હું દોડીને એક સ્ટોર પર ગયો અને 6 કલરના સ્પ્રે ખરીદી લીધા. ત્યારપછી મેં એક પડદો ખરીદ્યો અને એને કટ કરીને પછી ત્રિરંગો બનાવી દીધો હતો. અમે રાષ્ટ્રગીત ગાયું અને બહાર નીકળી પડ્યા.
પાકિસ્તાન અને તુર્કીના લોકોએ ત્રિરંગો લહેરાવ્યો
ભારતીય વિદ્યાર્થીઓની સાથે પાકિસ્તાન અને તુર્કીના લોકોએ પણ ત્રિરંગો લહેરાવીને બહાર આવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમને સહાય પણ થઈ હતી. બસ આ તમામ ઘટનાક્રમને જોતા ગિરિરાજ સિંહે કહ્યું કે આજે આખું વિશ્વ અમારા ત્રિરંગાની તાકાત જોઈ રહ્યું છે. વળી પાકિસ્તાની લોકોએ કહ્યું કે અમારા દેશે અહીં મરવા માટે છોડી દીધા છે, જ્યારે અમારે બચાવ માટે ત્રિરંગો ઉઠાવવો પડે છે.
218 ભારતીયો આજે રોમાનિયાથી અહીં પહોંચ્યા
આની પહેલા ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા 218 ભારતીયોને રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી લઈ મંગળવારે મોડી રાત્રે નવી દિલ્હી ઉતારાયા હતા. અત્યારે રશિયા સાથે યુદ્ધના કારણે યુક્રેને પોતાનો હવાઈ માર્ગ બંધ કરી દીધો છે, તેવામાં ભારત પોતાના નાગરિકોને ભૂ-માર્ગથી યુક્રેનના પાડોશી દેશ રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા લઈ જઈ વિમાન દ્વારા સ્વદેશ લાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..