કેનેડામાં ઓફિસ ખોલનારા આ છે પ્રથમ પટેલ Lawyer, 14 કલાકનું વર્કિંગ

કેનેડામાં સૌથી નાની ઉંમરમાં જો કોઇ ઇન્ડિયન વકીલે પોતાની ઓફિસ ખોલી હોય તો તે એક ગુજરાતી અને તેમાંય પટેલ છે. માત્ર 39 વર્ષના આ પટેલ Lawyer (વકીલ) નું નામ છે પ્રણવ પટેલ. પ્રણવ પટેલ ઇમિગ્રેશન વકીલ હોવાની સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા, એક્ટિંગ ડિરેક્ટર ઓફ ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ […]

એક સમયે માતા સાથે છાણા થાપનારા તોગડિયા છે કેન્સર સર્જન, પિતા હતા ખેડૂત

હાલ વીએચપીના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા તેની સામે ખુલી રહેલા જુના પોલીસ કેસિસને લઈ ચર્ચામાં છે. તોગડિયાના હિન્દુત્વ વાદી વિચારો અને કાર્યોથી તો સૌ કોઈ પરિચિત છે. પરંતુ તે કોણ છે અને તેના મૂળીયા ક્યાંના છે તે અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. આજે અમે સૌરાષ્ટ્રમાં એક સમયે માતા સાથે છાણા થાપનારા બાળકથી લઈ […]

ખોડલ ધામ ખાતે યોજાનાર પ્રથમ વાર્ષિક પાટોત્સવ મોકુફ રાખવામાં આવેલ છે

જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે નવ પટેલ યુવાનોનો કચ્છમાં માર્ગ અકસ્માતમાં મોત થતા ખોડલધામ ટ્રસ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આગામી 21 તારીખે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ નિમિતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નવ નવ પાટીદાર યુવાનોના મોતના પગલે આ પાટોત્સવ રદ કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં ધ્વજારોહણ, […]

સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉજવાયો “પતંગોત્સવ”

તા.૧૪,રાજકોટ: રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉતરાયણ નિમિતે રાજકોટની સેવાભાવી સંસ્થા “સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકો સાથે પતંગોત્સવ ઉજવવાનું આયોજન કરી સામાજીક સેવામાં એક નવી જ પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલ તથા કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત […]

જેતલસર ગામે લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવાની પ્રતિમાની અનાવરણવિધિ કરતા યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા

જેતપુર તાલુકાના જેતલસર ગામના પનોતા પુત્ર અને લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવા આપણા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયેલ જેમની સ્મૃતિમાં આપણા સૌના વડીલ અને પોરબંદરના સાંસદ આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સહયોગથી નિર્માણ પામેલ શહીદવીર “ધનસુખભાઇ ભુવા”ની પ્રતિમાની અનાવરણવિધિ યુવા મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે કરવામાં આવી જેમાં શહીદવીર ધનસુખભાઇ ભુવાના પિતાશ્રી તેમજ […]

ગુંદાળા: એકી સાથે એક જ ગામના 9 યુવાનોની ઉઠી અર્થી, ગામ સજ્જડ બંધ

જેતપુર: ઉતરાયણના શુભ પર્વે ફરવા નિકળેલા કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3-EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે અને 5 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં સવાર લોકો જેતપુરના મોટા ગુંદાળા ગામના પટેલ યુવાનો હતા. ભૂજથી તમામ મૃતદેહોને આજે મોટા […]

ગુંદાળા ગામના ૯ પટેલ યુવાનોનો ભુજ નજીક ગોજારો અકસ્માત : તમામ યુવાનોના મોત : ગામમાં શોકનો માહોલ છવાયો

તમામ મૃતકો ધોરાજીના ગુંદાળા ગામના કચ્છના લોરીયા નજીક એક ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકો ધોરાજીના ગુંદાળા ગામના છે. તમામ લોકો ઈકો કાર GJ-3-EC-3681 લઈને ઉત્તરાયણના પ્રસંગે ફરવા માટે નીકળ્યા હતા. મૃતકોમાંથી એક યુવકના આગામી 22મી તારીખે લગ્ન યોજાવાના હતા. એક જ ગામના નવ લોકોનાં મોત થતાં […]

મહેસાણા: ચાઈનીઝ દોરીએ પટેલ યુવાનનું ગળું કાપ્યું, બે બહેનોના એકના એક ભાઈનું મોત

મહેસાણા: આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોઝારિયાના પરિવાર પર પર્વના દિવસે જ આભ ફાટી પડ્યું છે. કોઈની ઉજવણી પરિવારના દીકરા માટે મોતનું કારણ બની છે. ગોઝારિયામાં બાઈક પર જઈ રહેલા પટેલ યુવાનને ચાઈનીઝ દોરીએ ગળું કાપી નાંખ્યું હતું. ગળું કપાવાથી યુવાનનું ગણતરીની મિનિટમાં મોત નિપજ્યું હતું. મૃતક બે બહેનોનો એકનો એક […]

400થી વધુ રેસ્ટોરન્ટ્સમાં ડિસ્કાઉન્ટ, આ પટેલ મિત્રોએ બનાવી અનોખી App

અમદાવાદઃ તમે કોઇ ડિસ્કાઉન્ટ ઓફર વાંચીને તે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ અને ત્યાં તમને તમારી ચોઇસનું નહીં પરંતુ હોટલવાળાની ચોઇસના મેનૂ પર ડિસ્કાઉન્ટ મળે તો તમને ચોક્કસ ગુસ્સો આવે. આવા સંજોગોમાં તમે શું કરો, બહુ બહુ તો તે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું ટાળો પરંતુ અમદાવાદના ચાર મિત્રોએ કંઇક અલગ જ વિચાર્યું અને તેમાંથી બની OSD ( one […]

શૂન્ય માંથી સર્જન કરનાર નિરમાના ચેરમેન કરસનભાઈ પટેલની સફળતા ની કહાની

અમદાવાદને ભારતનું ડિટર્જન્ટ કેપિટલ બનાવનારા અને ગુજરાતને ભારતમાં સફેદીમાં ચમકાવનારા નિરમાના સ્થાપક કરસન ભાઈ પટેલ. કરસન ભાઈ પટેલનો જન્મ આમતો અતિ સામાન્ય પરિવારમાં થયો હતો. અને તેઓ ગુજરાત સરકારના ખનીજ વિકાસ નિગમના ભૂતપૂર્વ કર્મચારી પણ રહીં ચુક્યા છે. જુની હિન્દી ફિલ્મોના શોખીન કરસનભાઈ પટેલ સાઇઠના દાયકામાં એક સરકારી કચેરીમાં કર્મચારી હતા. અને બસ એ વખતે […]