ગુજરાતના આ ગામે રોકાતા હતાં જલારામબાપા, પ્રસાદીમાં આપી હતી લાકડી

વીરપુરથી પોતાના ગુરૂ ભોજલરામ બાપાને મળવા આવતા જલારામ બાપાએ કુંકાવાવના ખજુરી પીપળીયામાં રહેતા પટેલના ઘરે રાત વાસો કરતા પ્રસાદીમાં લાકડી આપી જે આજે પાંચમી પેઢીથી પણ સચવાયેલી પડી છે. અહી ભકતો આ લાકડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગુરૂ ભોજલરામ બાપાને મળવા આવતા હતા જલારામ બાપા પરમ પુજનિય અને વંદનીય એવા વીરપુર ધામમાં જ્યા જલારામ […]

પાકિસ્તાનના 3000 બોમ્બ પણ ન તોડી શક્યા માતાનું આ મંદિર

જેસલમેરથી આશરે 130 કિલો મીટર દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક તનોટ માતાનું મંદિર આવેલું છે.  મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે. જો કે આ મંદિર હંમેશાથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પરંતુ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ બાદ આ મંદિર દેશ-વિદેશમાં પોતાના ચમત્કારો માટે પ્રસિદ્ધ થઇ ગયું. 1965ના યુદ્ધમાં પાકિસ્તાને આશેર 3000 બોમ્બ ફેક્યા હતાં […]

ગુજરાતના આ ખેડૂતે કરી લાખોની કમાણી, જાણો શેની કરે છે ખેતી ?

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને સરહદી વિસ્તાર થરાદના બુઢનપુર ગામનો ખેડૂતએ નવ વર્ષ પહેલાં પારંપારિક ખેતી છોડી દાડમ, જામફળ, એપ્પલ બોર અને ખારેકની ખેતી કરી છે. આ ખેડૂત બાગાયતી પાકોની એક વાર ખેતી દર વર્ષે રૂ. 30 લાખથી વધારેના ખણખણીયા ગણી રહ્યો છે. બનાસકાંઠા સરહદી વિસ્તારના ખેડૂતો […]

આ પટેલે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા નામથી શરૂ કર્યુ રેસ્ટોરન્ટ, NRI પણ છે દિવાના…

અમદાવાદઃ પરંપરાગત ગુજરાતી ખાવાના શોખીનોને જો કોઇ હોટલમાં પોતાના ઘર જેવો આવકાર મળે, ઇકો ફ્રેન્ડલી વાતાવરણની સાથે દેશી જમવાનું મળે તો આવી રેસ્ટોરન્ટમાં જવાની કોઇ શા માટે ના પાડે. અમદાવાદમાં જ આવી એક જગ્યા છે જ્યાં તમને ટ્રેડિશનલ ગુજરાતી ફૂડની સાથે વાતાવરણ પણ એવું જ મળશે જેની તમે આશા રાખતા હશો. આ થીમ બેઝ રેસ્ટોરન્ટનું […]

પૂણેમાં મૃત હાલતમાં મળ્યું અમદાવાદનું પટેલ ફેમિલી, આત્મહત્યાની સંભાવના

અમદાવાદઃ 18 જાન્યુઆરીની રાત્રે પૂણેના બનેર-પાશન લિંક રોડ ખાતે આવેલી હાઉસિંગ સોસાયટીના બીજા માળે એક ફલેટમાં 34 વર્ષીય સોફટવેર એન્જિનિયર પત્ની સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ફેમિલી મૂળ અમદાવાદનું છે. આ દંપતિએ 4 વર્ષના દિકરા નક્ષનું બીમારીને કારણે મોત થવાથી આત્મહત્યા કરી હોય એવી સંભાવના છે. દિકરાના મોતથી સુસાઈડ કર્યું હોય શકે પોલીસે […]

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ, પાંચ દિવસીય સમારોહનાં સંભારણા

રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે રાજકોટના કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનો પાંચ દિવસ સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ખોડલધામ ખાતે પાંચ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલ્યો હતો. આ સાથે જ 7 વર્ષની મહેનતનું ફળ ખોડલધામ મંદિરના સ્વરૂપે જોવા […]

આ અમદાવાદી પટેલ બિઝનેસમેને 8 લાખની ફાર્મા કંપનીને બનાવી 588 કરોડની..

જીવનમાં કોઇ કામ નાણાંને ધ્યાનમાં રાખીને ન કરો, જે કામ કરો તેમાં તમને સંતોષ મળવો જોઇએ. કામ પ્રત્યે લગન (passion) હશે તો જ જીવનમાં સફળ થવાશે. આ શબ્દો છે દેશની ટોચની 50 ફાર્મા કંપનીઓમાં જેનો સમાવેશ થાય છે તેવી અમદાવાદની કંપની ટ્રોઇકા ફાર્માના સીએમડી કેતન પટેલના. 1984માં માત્ર 8 લાખ રૂપિયાની મામૂલી રકમથી શરૂ થયેલી […]

પટેલ એન્જિનિયર યુવકે અપનાવી આધુનિક ખેતી, કરી મબલખ કમાણી…

રાજ્યમાં છેલ્લાં એક દાયકાથી કૃષિ ક્ષેત્રે ઘણું પરિવર્તન આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મહોત્સવોમાંથી માહિતી મેળવીને ગુજરાતના હાઈ એજ્યુકેટેડ લોકોએ નોકરી છોડીને ખેતીને પોતાનો વ્યવસાય બનાવ્યો છે. આજે આપણે ગુજરાતના એક એવા પ્રગતિશીલ ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ પોતે સિવિલ એન્જિનિયર હોવા છતાં આધુનિક ખેતી તરફ વળ્યા છે. 8 લાખ […]

આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના ગર્વનર: આનંદીબેનની લાઈફમાં કેવા આવ્યા હતાં ચઢાવ-ઉતાર, જાણો વિગત

ગામડામાં ખેતરમાં કામ કરતા કરતા અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદની મોહિ‌નાબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકાથી માંડીને ભાજપના અદના કાર્યકર રહેલા આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. તેમણે રાજ્યના શિક્ષણમંત્રી, મહેસૂલમંત્રીનો પ્રવાસ ખેડ્યા બાદ ગુજરાતનાં પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું. તેઓ અભ્યાસકાળથી માંડી પ્રખર વહીવટકર્તા તરીકેનું નામ ધરાવે છે. નરેન્દ્ર મોદીના નજીકના […]

અમરેલીનાં પરેશ ધાનાણી 22મીએ વિરોધપક્ષના નેતા પદે શપથ લેશે

અમરેલી જિલ્લામાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ વિધાનસભાના વિરોધપક્ષના નેતાનું પદ પણ અમરેલી જિલ્લાના ફાળે આવ્યું છે. અગાઉ કોંગ્રેસે આ પદ માટે પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળ્યો, હવે આગામી 22મી તારીખે તેઓ આ પદના શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના […]