ભારતીય મૂળના ડ્રિમર પાર્થિવ પટેલે યુએસમાં રચ્યો ઇતિહાસ, વકીલ તરીકે તરીકે લીધી એન્ટ્રી

ન્યૂજર્સીઃ એક તરફ ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂકવા માટે તત્પર છે તો બીજી તરફ ભારતીય મૂળના એટર્ની પાર્થિવ પટેલે ઇતિહાસ રચ્યો છે. તેઓ એવા પહેલા ડ્રિમર છે જેને ન્યૂજર્સી બાર એસોસિએશને વકીલ તરીકેની માન્યતા આપી છે. પટેલને ન્યૂજર્સીના એટર્ની જનરલ ગુરબીર ગ્રેવાલ, કે જેઓ પોતે જ આ સ્ટેટમાં વકીલ તરીકેનો હોદ્દો સંભાળનારા […]

સંસ્કાર મહોત્સવ | સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 261 દીકરીઓનો નવા જીવનમાં પ્રવેશ

સુરત: પી.પી.સવાણી વિદ્યાસંકુલમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની 261 દીકરીઓએ નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. વિધવા મહિલાઓના હાથે ઉદ્ઘાટન કરાવી સમારોહનો પ્રારંભ કરાવાયો હતો. સમાજના આ 59માં સમૂહલગ્નમાં 50 હજારથી વધુની મેદનીએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ સમુહલગ્નની એક ખાસ વાત છે કે, તમામ વરરાજાઓ નિર્વ્યસની હતા. દેશભરના પાટીદાર-કુર્મી અગ્રણી ઉપસ્થિત રહ્યા નવયુગલોને આશિર્વાદ આપવા દેશભરના પાટીદાર […]

ભચાઉ પાસે કાર-ટ્રક અથડાતાં એક જ પરિવારના 4 મોત એક માત્ર 8 માસની બાળકી જ બચી

ભચાઉથી 8 કી.મી. વોંધ નજીક કન્ટેઇનર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ હતી.એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો તો એક ગંભીર ઘાયલ થયા હતા.મૃતક પરિવાર જામનગરના કલ્યાણપુરનો વતની હોવાથી મોડી રાત્રે મૃતદેહો તેમના વતન લઇ જવાયા હતા. એક જ પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યો : એક […]

૭/૧ર પત્રકમાં કઇ કઇ માહિતી સમાયેલી હોઇ છે અને તેની ઉપયોગીતા શું હોય છે? જાણો

૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા […]

ગુજરાતના આ ખેડૂત છેલ્લા 10 વર્ષથી ‘કાજુ’ની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા

વિશ્વમાં કાજુના પાકોમાં સહુથી વધુ વિસ્તાર ધરાવતો દેશ ભારત છે. જ્યાં મુખ્યત્વે ડુંગરાળ વિસ્તારોમાં તેનું વાવેતર થાય છે. ભારત દેશમાં મુખ્યત્વે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં તેમજ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના પૂર્વ ભાગોમાં થાય છે. તેનું વાવેતર છત્તિસગઢ, ગુજરાત, ઉત્તર પુર્વિય રાજ્યો અને અંદમાન નિકોબાર ટાપુઓમાં પણ મર્યાદિત વિસ્તારમાં કરવામાં […]

સુંદરપુરના આ પટેલે જમીન વગર કરી ખેતી, મેળવી 15 ટન કાકડીની ઉપજ

જમીન વગર પણ ખેતી કરી શકાય તેવું મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરના 64 વર્ષિય ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. છેલ્લા 2 વર્ષથી માટીની જગ્યાએ નારિયેળની છાલ અને પ્લાસ્ટિકની થેલી જેવી બજારમાં સરળ રીતે મળતી ચીજવસ્તુઓ દ્વારા કાકડીનું સફળ વાવેતર કરી ખેતીને નવા આયામ સુધી લઈ જવામાં સફળ બન્યા છે. જોકે, તેમની આ નવીન શરૂઆતમાં જ્યારે […]

ગુજરાતનાં આ ગામમાં એક જ રસોડે દરરોજ આખું ગામ જમે છે

મહેસાણા જિલ્લાનું ચાંદણકી એક એવું ગામ છે, જ્યાં ગામલોકો રોજ એક રસોડે જમે છે. આ એ જ ગામ છે જ્યાં રહેતા તમામ લોકો 55-60થી વધુ ઉંમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ મમ્મીને ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી તે માટે દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા આ વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેનાથી માતાઓ અને વડીલો બંને ખુશ છે. […]

એક ખેડૂતે કન્સ્ટ્રકશનનો ધંધો છોડી કરી મરચાની ખેતી, કમાય છે લાખો

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણના એક ખેડૂતે કન્સ્ટ્રકશનો ધંધો છોડી મરચાની ખેતી કરી છે. જેમાં 8 થી 9 લાખના ખર્ચ સામે 10 માસમાં અંદાજે 18 થી 19 લાખનું ઉત્પાદન મળવાની શક્યતા છે. વડગામના ગીડાસણમાં રહેતા હેમરાજભાઇ ચૌધરી જેઓએ 30 વર્ષ સુધી કન્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા હતા. જ્યારે પાંચ વર્ષથી તેમને ખેતીમાં ઝંપલાવ્યું છે અને તડબૂચ, […]

બેનના ઘરે ગયેલા પટેલ યુવકને અકસ્માત નડ્યો, જીવતા સળગ્યાં

ચૂડા તાલુકાના જૂના મોરવાડ ગામનું દંપતિ ધર્મની માનેલી બહેનના ઘેર સત્સંગમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા ચોકડી રોડના વેળાવદર ગામના પાટીયા પાસે છકડોરીક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકાએક મોટરસાયકલમાં આગ લાગી હતી. જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું. ચૂડા હાઇવે અને નાના માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ચૂડા તાલુકાના જૂના મોરવાડ ગામના […]