સાડા ત્રણ લાખ રૂપિયાની ભેંસ..! દરરોજ આપે છે 32 લીટર દૂધ

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ભણીગણીને સારી નોકરી વડે જ કમાણી કરી શકાય છે. પરંતુ પશુપાલનના વ્યવસાય વડે અભણ ખેડૂત નોકરિયાતો કરતા પણ વધુ કમાણી શકે છે. બનાસકાંઠાના ભાભરના ઉજ્જનવાડા ગામે રહેતા દંપતિ તેમના તબેલામાં સારી ઓલાદની બન્નીની ભેંસો અને કાંકરેજની ગાયોનો ઉછેર કરે છે. ભેંસ ત્રણ વખત રાજ્ય સ્તરના ઈનામ જીતી ચુકી છે […]

સાસુ-સસરાએ વહુને દીકરી બનાવીને આપી વિદાય, લગ્નના 23 દિવસ બાદ જ થયું’તું દીકરાનું અવસાન

નેશનલ ડેસ્કઃબદલાતા યુગમાં જૂના રૂઢિચુસ્ત દ્રષ્ટિકોણોને પાછળ રાખીને હમીરપુરમાં સાસુ-સસરાએ એક નવી પહેલ કરી છે. તેમણે પુત્રનું મોત થતા તેમની પુત્રવધૂના લગ્ન દીકરીની જેમ કરાવીને તેનું ઘર ફરી વસાવ્યું છે. ઘટના છે હિમાચલના હમીરપુર જિલ્લાના સોરડ ગામની. ભારતીય સૈન્યમાં રહીને ભગવાન દાસે જ્યાં દેશની સરહદ પર સુરક્ષા કરી હતી, ત્યારે હવે તેમણે સેવાનિવૃતિ બાદ મહિલાના […]

ખેડ સત્યાગ્રહના પ્રણેતા અને માજીમંત્રી ઉત્તમભાઈ પટેલનું નિધન

પારડી: 1953માં જમીન વિહોણા માટે ખેડ સત્યાગ્રહનું આંદોલનમાં સક્રીય ભૂમિકા ભજવનાર અને માજી કેન્દ્રિય મંત્રી ઉત્તમભાઈ પટેલે મંગળવારે સવારે પોતાના ડુમલાવ ગામમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષની જૈફ વયે નિધનના પગલે પારડી તાલુકા સહિત જિલ્લામાં શોકની લાગણી પ્રસરી હતી. તેમના પાર્થિવ દેહની બુધવારે તેમના નિવાસસ્થાન નજીકજ અંતિમ ક્રિયા કરવામાં આવશે. પૂર્વરાષ્ટ્રપતિ અને માજીવડાપ્રધાન સાથે […]

જાણો વડોદરાના ‘દિવ્યાંગ’ વિદ્યાર્થી અભિષેક કાનાણી એ કેવી રીતે CA ઈન્ટરની પરીક્ષા પાસ કરી

વડોદરા, તા.30. જાન્યુઆરી 2018 મંગળવાર હું ‘અપંગ’ હતો એનુ દુઃખ ન હતુ પણ સમાજની અપંગ માનસિક્તા મને ડગલેને પગલે દુઃખી કરતી હતી. પછી એક સમય એવો આવ્યો કે સમાજના દરેક અપમાનનો બદલો મારી તાકાત સાબિત કરીને આપવાનો નિર્ણય કર્યો અને પછી અત્યાર સુધીમાં થયેલ મારા અપમાનના દરેક ઘૂંટ સફળતાનું અમૃત સાબિત થયા’ આ હિમ્મતવાન અને […]

દમણથી બાઇક પર પરત થતાં સુરતના યુવક – યુવતિનું અકસ્માતમાં મોત

નવસારી: ગણદેવીના એંધલ ગામના પાટીયા પાસે ને.હા.નં. ૪૮ ઉપર અજાણ્યા વાહનચાલકે સુરત- ગોડાદરાના આશાસ્પદ યુવાનની બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાન અને તેની મિત્ર યુવતિનું કરૃણ મોત થયું હતું. સુરતના ગોડાદરા ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતો મહેન્દ્ર હરસુખભાઇ રામાણી (ઉ.વ. ૨૦) ડીઝાઇનીંગનો કોર્ષ કરે છે. તા. ૨૭ના રોજ મહેન્દ્ર પોતાની બાઇક (નં. જીજે-૫-એનએચ- ૯૨૦૬) ઉપર […]

જીપીએસસી કલાસ ૧-૨ની મુખ્ય પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૨૫ છાત્રો ઉતીર્ણ

રાજકોટ, તા. ૩૦ : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જી.પી.એસ.સી.ની મેઈન્સ પરીક્ષા લેવાયેલ હતી. તેમાં રાજકોટ ખાતે એન.જી.ઓ. શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નેજા નીચે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી સરકારશ્રીની નોકરીઓ માટે ૨૫ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ સંસ્થાનું નામ રોશન કરેલ છે. તેમજ યુપીએસસી મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. જેમાં સંસ્થાના ૨ […]

વાહન અકસ્માતે અનાથ બનાવી આ 8 માસની બાળકીને

રવિવારે રાત્રે ભચાઉ થી સામખિયાળી જતા ધોરીમાર્ગ પર થયેલા કાર અને કન્ટેઇનર ટ્રેઇલર વચ્ચે થયેલા અકસ્કમાતમાં ગાંધીધામ રહેતા અને રાજકોટથી સગાઇનો પ્રસંગપુર્ણ કરી પરત ગાંધીધામ આવી રહ્યા હતા. વોંધ નજીક થયેલા આ કારમા અકસ્માતમાં ભાલારા પરિવારના ચાર સભ્યો દાદા-દાદી પુરષોત્તમભાઇ અને રંજનબેન અને માતા-પિતા હંસીલભાઇ અને બીનાબેનના કમકમાટી ભર્યા મૃત્યુ બાદ આ અકસ્માતમાં ચમત્કારિકરીતે બચી […]

આ ખેડૂતે કર્યું દોઢ ફૂટ લાંબા રીંગણા નું ઉત્પાદન, માન્યામાં ન આવે તો જોઈ લો અહિં

વેરાવળ નજીક ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂતે દરિયાઇ ખારાશ વાળી જમીનમાં દોઢ ફુટનાં મબલખ રીંગણાનું ઉત્પાદન મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. સાથે સાથે ઇઝરાઇલ પદ્ધતિનો ઉપયોગ કરી એક છોડમાંથી નવ જેટલી જુદી જુદી વેરાઇટીના રીંગણ પણ મેળવ્યા છે. આવો મળીએ અને જાણીએ ચોરવાડ ગામના આ પ્રગતિશીલ ખેડૂતની ખેતી વિશે…. આ દ્રશ્ય છે સમુદ્ર તટે આવેલા […]

પટેલ યુવકની સફળતા પાછળ માતાના સમર્પણ અને સંઘર્ષની પ્રેરણાદાયી વાત

મારુ વતન ગોંડલ તાલુકાનું મોવિયા ગામ છે. મારા ઘરની સામે જ ધીરુભાઇ ઠુંમર નામના એક ભાઇ રહેતા હતા. ધીરુભાઇ કોઇ રોગનો શિકાર બન્યા અને ધીમે ધીમે એનું શરીર ઘસાવા લાગ્યુ. એનાથી કોઇ કામ થઇ શક્તુ નહી એટલે પરિવાર ચલાવવાની જવાબદારી એમના પત્નિ લલીતાબેન પર આવી. લલીતાભાભી ભારે હિમતવાળા. શરીર સ્ત્રીનુ હતુ પણ મનોબળ પુરુષને પણ […]