પોઈચાના પ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિરના પિકનિક કરવા ગયેલી વિદ્યાર્થીની ખાળકૂવામાં પડી, મોત

નર્મદા કાંઠે આવેલ સુપ્રસિદ્ઘ યાત્રાધામ પોઈચા ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં એક બાળાનું મોત થયું છે. સ્કૂલ સાથે પિકનિક મનાવવા આવેલી આ બાળાને મંદિર દ્વારા ખુલ્લો મૂકાયેલો ખાળકૂવો ભરખી ગયો હતો. જેને પગલે અન્ય વિદ્યાર્થીનીઓ પણ હેબતાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગત મોડી રાત્રે બની હતી. બનાસકાંઠાના ધાનેરા તાલુકાની થાવર ગામની પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ […]

એક એવું ગામ જ્યાં દીકરી જન્મે તો 1 હજારનું ઈનામ, વૃક્ષો ઉછેરો તો વેરામાં રાહત

કોડીનાર તાલુકામાં આવેલા વિઠ્ઠલપુર ગામ ભલે નાનું હોય પરંતુ તે ગામનું કામ મોટું છે. થોડા સમય પહેલા સ્માર્ટ વિલેજ જાહેર થયું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની નજર તે ગામ ઉપર હતી. ત્યારે ગ્રામપંચાયત દ્વારા વિવિધ ત્રણ યોજનાઓની જાહેરાત પણ કરી છે. જેમાં જો ગામમાં દિકરીનો જન્મ થાય ત્યારે પરિવારને ૧ હજાર રૂપિયાનું ઈનામ તેમજ ગ્રામજનો દ્વારા ઘર […]

પોતાની કરોડો રૂપિયાની સંપત્તિને દાન કરીને આ બોલીવુડનો સુપરસ્ટાર વિતાવી રહ્યો છે એક સામાન્ય માણસની જિંદગી

અભિનેતા નાના પાટેકરે મહારાષ્ટ્રના વિદર્ભ ઈલાકાના ખેડૂતોને કહ્યું કે હવે પછી તેઓ આત્મહત્યા ન કરે, બસ તેમને(નાના પાટેકર)ને ફોન કરે. પાટેકરનું કહેવું છે કે તેમણે આર્થિક હાલતમાં આત્મહત્યા કરવાવાળા ખેડૂતોની 180 વિધવાઓને 15-15 હજાર રૂપિયાની મદદ કરેલી છે. પાટેકરે જણાવ્યું કે તેમણે પોતાનો નંબર સરકારી સંગઠનો અને ખેડૂતોને આપેલો છે જેથી તેઓ ગમે ત્યારે મદદ […]

રાજપીપળાઃ ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત, ચાર યુવકોના મોતથી અરેરાટી

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ખામર ગામ પાસે ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર યુવકોના કમકમાટીપૂર્ણ મોત થયા છે. એક જ ગામના ચાર યુવકોના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે રાજપીળાના ચાર મિત્રો સ્વીફ્ટ કાર લઈને કામ અર્થે ડેડીયાપાડા ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની કારને […]

આવા પટેલો પણ છે અમેરિકામાં, ગરમી વગર કપડા સૂકાઇ જાય તેવું ડ્રાયર શોધ્યું

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. ઓક રિઝ નેશનલ બેલોરેટરી(ORNL)ના સાયન્ટિસ્ટ વિરલ પટેલે એક એવું અલ્ટ્રાસોનિક ડ્રાયર ડેવલપ કર્યું છે જેમાં ગરમીનો ઉપયોગ […]

સજીવ ખેતી (Organic Farming) એટલે શું?

સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોશાન્યુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, […]

રાજકોટીયને બનાવી ખેડૂતો માટે ઉપયોગી એપ, અભણ ખેડૂતોને આ રીતે થશે મદદ

રાજકોટઃ આજનો યુગ મોબાઇલ અને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે. ભારત જેવા દેશોમાં આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન આવી ગયા છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે, ત્યારે ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં કેવી રીતે કરવો તેનું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું. દિનેશ ટીલવા નામના એક યુવા એગ્રીકલ્ચર ઉદ્યોગ સાહસિકે ખેડૂતો માટે ખાસ એપ્લિકેશન લોન્ચ કરી છે, એટલું […]

વતનની માટી પ્રત્યેનું ઋણ અદા કરતા અનોખા પટેલ

શ્રીમાન સવજીભાઈ ધોળકિયા. આ નામ તમે સાંભળ્યું જ હશે. સુરતની 6000 કરોડની હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક અને દર વર્ષે કંપનીના કર્મચારીઓને કરોડો રૂપિયાનું બોનસ આપનાર તે આ સવજીભાઈ. સવજીભાઈનું વતન લાઠીની બાજુમાં આવેલું દુધાળા નામનું નાનું એવું ગામ. વર્ષો પહેલા મોટાભાઈ ગોવિંદભાઇ ઘોળકિયાની સાથે સુરતમાં આવ્યા અને સખત પુરુષાર્થથી સફળતાનાં શિખર સુધી પહોંચ્યા. ગોવિંદભાઇ અને […]

સુરેન્દ્રનગરનો જવાન લદ્દાખમાં શહીદ, પિતાના મોત બાદ પુત્રની આર્મીમાં જોડાવવાની ઇચ્છા

સુરેન્દ્રનગરઃ ચૂડા તાલુકાના છત્તરીયાળામાં રહેતા આર્મીની ઈએમઈ બટાલિયનના હવાલદાર લવજીભાઇ મકવાણા કાશ્મીરના લેહ-લદ્દાખમાં ફરજ દરમીયાન બરફના તોફાનમાં આવી જતા જવાન મોતને ભેટ્યા થયા છે. મૃતક જવાનના મૃતદેહને વતન છત્તરીયાળામાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતીમવીધી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગામ હિબકે ચડીને દેશભકિતના રંગે રંગાયુ હતુ. માવજીભાઇ મકવાણાનો સૌથી નાનો પુત્ર લવજીભાઇ મકવાણા સેનામાં ફરજ […]

ગુજરાતના આ ખેડૂતે વેસ્ટ કાપડમાંથી બનાવ્યું ગ્રીન હાઉસ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી તથા પોતાની આવડતથી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ત્યારે ડીસાના રાણપુર ગામે રહેતા એક ખેડૂતએ ‘યુટ્યુબ’ ઉપરથી આઇડીયા મેળવી વેસ્ટ સાડીઓમાંથી ગ્રીન હાઉસ જેવું ક્રોપ કવર બનાવી ઉનાળામાં પાકતી ચોળીની ખેતી તેમજ મરચાની ખેતી કરી છ માસમાં રૂ. 25 હજારના ખર્ચ સામે અંદાજે રૂ. 5 થી 6 લાખ નફો […]