આ ખેડૂતને બનવુ હતું પાયલોટ, હવે જેટ ગતિએ કરે છે સીતાફળની આર્ગેનિક ખેતી

સુરતના ખેડૂત પરિવારના યુવાનની પાયલોટ બનવાની ઇચ્છા તો પૂરી થઇ નહોતી. ત્યારબાદ આ ખેડૂતે ખેતીમાં જેટ ગતિએ પ્રગતિ કરવાનો નિર્ધાર કર્યો હતો. આ ખેડૂતે કરજણ તાલુકાના ધાવટ ગામમાં વિક્રમજનક કહી શકાય તે રીતે 55 વીઘા જમીનમાં સીતાફળની ખેતી શરૂ કરી છે. એ તો ઠીક આ ખેડૂત ખેતરમાં જ યુનિટ સ્થાપીને સીતાફળનો પ્રોસેસ કરવાનું વિચારી રહ્યા […]

ઓલપાડ: સ્વતંત્રતા સેનાની જગુભાઈ પટેલનું નિધન, અંતિમક્રિયા સમયે પત્નીનો પણ દેહત્યાગ

ઓલપાડના સ્વતંત્રતા સેનાની જગુભાઈ પટેલ(જગુકાકા)નું નિધન થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જગુકાકાના મોતની થોડી ક્ષણ હજુ વીતી હતી, ત્યાં જ તેમના ધર્મપત્ની પણ દેહ છોડ્યો હતો. જગુકાકાએ 1942ની ચળવળમાં અંગ્રેજો સામે સ્વતંત્રતા લડાઈમાં ભાગ લીધો હતો. અને જેલની સજા પણ ભોગવી હતી. અંતિમક્રિયા સ્મશાને ચાલી રહી હતી તે સમયે જ ધર્મપત્નીનો દેહત્યાગ ઓલપાડના સીમથલુ […]

5000 કમાઈ આવેલા દીકરાને આમ ભેટી રડી પડ્યા અબજોપતિ સુરતી પિતા

ધોળકિયા પરિવારને આજે તમામ લોકો જાણતા હશે, દિવાળીના તહેવાર પર કર્મચારીઓને ઘર, કાર અને મોંઘી જ્વેલરીની ભેટ આપનાર સવજી ધોળકિયાના પરિવારમાં દીકરાઓને અભ્યાસ બાદ થોડા સમય માટે સામાન્ય લોકોની જેમ થોડા પૈસા સાથે નોકરી કરી જીવનના મુલ્યો સમજાવવાની પ્રથા ચાલી આવે છે. તાજેતરમાં જ હરિકૃષ્ણ એક્સપોર્ટના ડિરેક્ટર અને સવજીભાઈનાં નાના ભાઈ ઘનશ્યામભાઈનાં દીકરા હિતાર્થે આ […]

5500 કરોડ ટર્નઓવરની કંપનીના માલિક પહોંચ્યા કફોડી હાલતમાં રહેલા ગામની વહારે

આધુનિક સુવિધાઓ તો દૂર પણ ખોરાક-પાણી અને આરોગ્ય જેવી સાવ પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત એવા ગુજરાતની સરહદને અડીને આવેલા નંદુરબારના તીનસમાળ ગામમાં સુરત શહેરના આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા હીરાવેપારી સવજીભાઇ ધોળકીયા પોતાના પાંચેક મિત્રો સાથે આ ગામની મદદે ધસી ગયા હતા. આઝાદ ભારતમાં 70 વર્ષે પ્રશાસન નજરથી કોઈ ગામ દૂર કઈ રીતે હોય શકે એ સવાલનો […]

શ્રવણ ટીફીન સેવા ના લાભાર્થે સુરત ના આંગણે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો

આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સંચાલિત શ્રી શ્રવણ ટીફીન સેવા ના લાભાર્થે સુરત ના આંગણે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો … સુરત ના ઇતિહાસ મા સૌ પ્રથમવાર ” સંગીતા લાબડીયા ” ” અલ્પા પટેલ ” “દેવાંગી પટેલ ” એક સાથે ત્રણ કોકીલકંઠી નો ત્રિવેણી સંગમ… અને સાથે સાહિત્ય નો ઘેઘુર વડલો એવા ” શ્રી […]

ભાવનગરના હાર્વિક દેસાઇએ WC જીતની કરી આ રીતે ઉજવણી, આપ્યો આવો પોઝ

ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી અંડર-19 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની ગયુ છે. ભારતને ચેમ્પિયન બનાવવા પાછળ ભાવનગરના હાર્વિક દેસાઇનો પણ મહત્વનો ફાળો હતો. હાર્વિક દેસાઇએ ટ્રોફી સાથે એક પોઝ આપ્યો હતો. હાર્વિકની આ ઉજવણી તેની યાદગાર મોમેન્ટમાંથી એક હતી. હાર્વિક દેસાઇએ ફટકારી હતી વિનિંગ બાઉન્ડ્રી હાર્વિક દેસાઇએ ફાઇનલમાં 47* રનની ઇનિંગ રમી હતી. હાર્વિકે બાઉન્ડ્રી ફટકારી ભારતને ચેમ્પિયન […]

5500 કરોડની કંપનીના માલિકે ગરીબો માટે 3 પહાડ ચઢીને ગામમાં પ્રિતીભોજન કરાવ્યું

ગુજરાત-મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ એમ ત્રણ રાજ્યની સરહદને અડીને તીનસમાળ ગામ આવેલું છે. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ મહેલાતોમાં રહેતા સવજીભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. પોતાના 5 મિત્રો સાથે લઈને સુરતથી 230 કિમી દૂર તિનસમાળ ગાડી હંકારીને પહોંચી ગયા. ગામમાં પ્રવેશતાં જ સાથે લાવેલી ચાદરો, સાડીઓ, મીઠાઈ-બિસ્કિટના પેકેટ વહેંચવા લાગ્યા. ગામની કઠણાઈઓ નજર સામે જોઈને સવજીભાઈનો સેવાભાવ જાગૃત […]

ડોક્ટર બનેલા પટેલ, આ રીતે બન્યા IAS ઓફિસર

અમદાવાદ: પિતા તાલુકા વિકાસ અધિકારી (TDO) તો પુત્ર જિલ્લા વિકાસ અધિકારી (DDO), આ સાંભળતા જ અનુભવીઓના મુખે એ કહેવત યાદ આવી જશે કે ‘બાપ કરતા બેટો સવાયો’. ડો. ધવલ પટેલ અત્યારે આણંદ જિલ્લા કલેક્ટર તરીખે ફરજ બજાવે છે. જોકે આ અગાઉ રાજકોટ ડીડીઓ તરીકે ફરજ બજાવી હતી તે દરમિયાન તેમના પિતા કિરીટભાઈ પટેલ તાલુકા વિકાસ […]

લેઉવા પટેલ યુવકે બનાવ્યું જીવ જંતુ મારવાનું મશીન- ખેડૂતો માટે છે ફાયદારૂપ

પડધરી તાલુકાના દહીસરડા(ઉંડ) ગામના લેઉવા પટેલ યુવક સાગર રામોલીયા એ ખેડૂતો માટે છે ખાસ દવા છાંટવાથી મુક્તિ મળે એ માટે જીવ જંતુ મારવાનું મશીન બનાવ્યું છે. હવે ખેડૂત મિત્રને થયું સાવ સહેલું ખેતરોમાં દવા નહિ છાટવી પડે આ “insert killer” મશીન ખેતરોના મોલમાં થતી બધી જ જીવાતનો નાશ કરશે. આ મશીન કેવું હશે…..અને ક્યાંથી મળશે […]

ડાયસ્પોરા લેખિકા રેખા પટેલના 2 પુસ્તક અને 1 કાવ્યસંગ્રહનું અમદાવાદમાં લોકાર્પણ

અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એન.આર.જી કમિટી દ્ધારા આયોજિત એક પ્રોગ્રામમાં અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં જાણીતા એવા લેખિકા રેખા પટેલના ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેખાબેન પટેલના ત્રણ પુસ્તકો એકાંતે ઝળક્યું મન, તડકાનાં ફૂલ અને અમેરિકાની ક્ષિતિજેનું લોકાપર્ણ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના હસ્તે […]