પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલ પટેલનું 73 વર્ષે નિધન, હતા કેન્સર પીડિત

મહેસાણા: અનિલભાઈ ટી પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રીનું અવસાન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા હતા. આ સિવાય મહેસાણા જિલ્લામાં તેમણે શૈક્ષણિક અને સામાજીક કાર્યોમાં ખૂબ કામ કર્યું હતું. તેમના અંતિમ દર્શન ગણપત યુનિવર્સીટી ખેરવા કેમ્પસ ખાતે રાખવામાં આવ્યા હતા. બપોરે ખેરવા કેમ્પસથી તેમની અંતિમયાત્રા થશે બાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્સરની ચાલતી હતી […]

સમસ્ત લેઉવા પટેલ સમાજ અને મહિલા મંડળના ઉપક્રમે વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ

તા 2.2 18ના રોજ માખીયાળા ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ અને જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ના ઉપ ક્રમે લેઉવા પટેલ સમાજની જરુયાત અને વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતાના સહયોગથી આ કાર્યક્રમમાં ખાજહાજર રહેલ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સુરતના ઉધ્ધ્યોગપતિ રમેશભાઇ ગજેરા, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ ગજેરા, […]

કાલાવડની ખેડૂત પુત્રી રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી, 1500 મીટર દોડમાં ગોલ્ડ

જામનગર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા વિભાણીયા ગામની ખેડૂત પુત્રી શ્રધ્ધાએ દિલ્હીમાં ખેલો ઇન્ડિયાના નામે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની આંતર રાજ્ય સ્પર્ધામાં 1500 મીટર દોડમાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. તેણીની આ સિધ્ધિથી જામનગર જિલ્લાની સાથે રાજ્યની યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાતાં ચોમેરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. શિક્ષણના વધતા વ્યાપ […]

આરંભડાના તપોમૂર્તિ શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદ દાસજી અક્ષરમાર્ગે

જામનગર: સ્વામિનારાયણ સંપ્રદાયના આરંભડાના તપોમુર્તી શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદ દાસજીએ અક્ષરમાર્ગે પ્રયાણ કરતા ભાવિકોમાં ધેરા શોકની લાગણી પ્રસરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદદાસજી ગુરૂ પુરાણી સ્વામી ગોપાલ જીવનદાસજી(આરંભડાવાળા) તા.30ના પ્રભુ સ્મરણ કરતા અક્ષરધામ પધાર્યા હતા. સદગતની અંતિમયાત્રા તા.31 જાન્યુ.ના સવારે 11 કલાકે જામનગર નજીક નાધેડીમાં આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે […]

સ્માર્ટ સિટીને ટક્કર મારતું ગુજરાતનું આ ગામ..

વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ ભલે કડકડાટ અંગ્રેજી બોલતા હોય, પણ તેઓના દિલમાં હંમેશા પોતાના વતન માટે અનેરો પ્રેમ હોય છે. સુરતના પલસાણા તાલુકાનું એના ગામના લોકો પણ આવા જ છે. આશરે 4700ની વસ્તી ધરાવતા એના ગામમાં 2000થી વધારે લોકો વિદેશમાં વસવાટ કરે છે. જો કે વિદેશ જઈને સુખી થયેલા આ એનઆરઆઈ ગામને આદર્શ બનાવવા દરેક […]

સોમનાથમાં અતિ આધુનિક કક્ષાનું લેઉવા પટેલ અતિથિ ભવન લેશે આકાર: 11મીએ ભૂમિપૂજન

રાજકોટ, તા. ૭ : દેશના બાર જયોતિર્લીંગ પૈકીનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ છે. આ ઉપરાંત જયાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો તે ગૌલોકધામ, ભાલકાતીર્થ પણ અહીં આવેલા છે. પરિણામે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથમાં દર્શનાર્થે આવે છે. સોમનાથમાં રહેવા માટે અનેક હોટલ અને ધર્મશાળાઓ પણ છે પરંતુ હોટલોના ઉંચા ભાડા અને ધર્મશાળામાં પૂરતી સુવિધા […]

વિઠ્ઠલભાઈ ને હોસ્પિટલમાં 3 મહિના પુરા, તબિયતમાં ક્રમશઃ સુધારો

પોરબંદર ભાજપના સાંસદ અને સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા મણકાના ઓપરેશન પછી ઉદભવેલી ફેફસા સહિતની તકલીફના નિવારણ માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ત્રણ મહિનાથી સારવાર હેઠળ છે ત્યાં તેમની તબિયતમાં ધીમો છતાં આશાસ્પદ સુધારો દેખાતો હોવાનું જાણવા મળે છે. વિઠ્ઠલભાઈને વેલ્ટીલેટર પરથી સંપૂર્ણ હટાવી હાલ આઈ.સી.યુ. માં સારવાર આપવામાં આવી રહી છે શરીરના અંગો […]

એક કિલોનું એક ફળ, અભણ ખેડૂતે કર્યું થાઇલેન્ડના જામફળનું વાવેતર

ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડુતે ખેતીમા બદલાવ લાવવા માટે આજથી પાંચ વર્ષ પૂર્વે પોતાના ખેતરમા થાઈલેન્ડના જામફળની ખેતીનો પ્રયોગ કરી જામફળના રોપા લાવી વાવેતર કર્યું હતું. હાલમા,તેઓ તેમા સંપૂર્ણ સફળ થયા છે. એક કિલોનું એક જામફળના ફળ ઉગી નિકળ્યા છે. હાલ ખેડૂત મગનલાલના કોબીજ જેવડા મોટા અને સ્વાદમા ખટમીઠા જામફળ બજારમા મળવા લાગ્યા છે. ટંકારા […]

વડોદરા જિલ્લાના ખેડૂતોનો નવતર અભિગમ, ઓર્ગેનિક ખેતીનો કરે છે પ્રયોગો

જિલ્લાના ઢોલાર,શિનોર, તેરસા અને ટીંગલોદ ગામોના ખેડૂતો હવે ખેતીમાં પાક ઉત્પાદન વધારવા માટે નવા રસ્તે વળ્યા છે. ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ખેડૂતોએ મધમાખી ઉછેરની શરૂઆત કરી છે. જેના થકી ખેતીમાં પરાગનયનની પ્રક્રિયા સારી રીતે થાય છે અને ખેત ઉત્પાદનમાં વધારો થતો જોવા મળ્યો છે. સાથો સાથ મધ ઉછેર કરવાથી આવા ખેડૂતો આજે એક પેટીમાંથી […]

વજન ઘટાડવાથી વાળ ચમકાવા સુધી આવા છે ગાયના દૂધ, ઘી અને ગૌમૂત્રના ફાયદા

ગાય કાયમ લોકોની હેલ્થ માટે ફાયદાકારક છે. ગાયના દૂધ, ઘી અને મૂત્રનો ઉપયોગ અનેક બીમારીઓને ઠીક કરવામાં થાય છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. મધુસૂદન દેશપાંડે જણાવી રહ્યા છે આવા જ 10 હેલ્થ બેનિફિટ્સ વિશે જે આપણને ગાયથી મળે છે.