ડાયરામાં થાય છે પૈસાનો વરસાદ તે 9 વર્ષના પટેલ ભજનીક હર્ષ પીપળયાને ઓળખો

ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી ડાયરામા ગીતો લલકારે અને રૂપિયાનો વરસાદ થાય તે તો સમજાય. પરંતુ માત્ર 9 વર્ષનો ટેણિયો તે પણ કોઇ જ જાતની તાલીમ વગર ઓરીજનલ કાઠિયાવાડી મિજાજમા ગીતો લલકારે ને રૂપિયાનો વરસાદ થાય તે વળી કેવું. આવા દ્રશ્યો તાજેતરમા જ રાજકોટના વાડધરી ગામે યોજાયેલા ડાયરામાં જોવા મળ્યા હતા. હર્ષ પીપળયા નામનો ટેણિયો ડાયરમા કાઠુ કાઢતો […]

માત્ર 10 વર્ષની આ પટેલ દિકરીએ 4 વાર પૂરી કરી માઁ ‘રેવા’ની પરિક્રમા

નસવાડીની 10 વર્ષની છોકરીએ સત્તત ચોથા વર્ષે 16 કિમીની નર્મદા નદીનાં કઠિન રસ્તાઓ પરથી પસાર થઈ પરિક્રમા પૂર્ણ કરી. કેહવાય છે મન હોય તો માંડવે જવાય જે વાત સાબિત કરી આપનાર નસવાડીનાં પિતા ડો.રાહુલ પટેલ અને માતા ડો.મેઘા પટેલની દીકરી પરા પટેલે નર્મદાની 16 કિમીની પરિક્રમા પૂર્ણ કરીને કરી બતાવ્યું. નસવાડીની પરા પટેલ આમ તો […]

ગુજરાતનો આ ખેડૂત કરી રહ્યો છે લાખોની કમાણી, સાત વર્ષથી કરે છે આ ખેતી

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો દાડમ, એપ્પલ બોર, ખારેક સહિત શાકભાજીની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે. ત્યારે થરાદના ભડોદર ગામે એક ખેડૂત છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરી લાખોના ખણખણીયા ગણી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ રૂ. 10 લાખ ઉપરાંતનો નફો મળવાનો અંદાજ છે. છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરું છે બનાસકાંઠાના સરહદી […]

આણંદ: પટેલ યુવકના 13માએ માતાનું મૃત્યુ, અડધો કલાકમાં મામાનું પણ હાર્ટ ફેઇલ

આણંદ શહેરમાં યુવાનપુત્રના મોતનો આઘાત જીરવી નહી શકનાર માતાએ તેરમાના દિવસે દેહ છોડી દીધો હતો.મહિલાના મોતની જાણ પિયરમાં કરાતા મહિલાના ભાઇ એટલે કે મૃતક યુવાનના મામાનું પણ મોત થયું હતુ.આ કરૂણ બનાવને લીધે આણંદના પટેલ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આણંદ શહેરમાં નાના અડધમાં ગંગાદાસની ખડકીમાં રહેતા ઘનશ્યામભાઇ પટેલનો 28 વર્ષીય સોફ્ટવેર એન્જીનિયર પુત્ર […]

પટેલ પરિવારે પરિવારના સદસ્યોની જેમ જ ગાયની અંતિમવિધિ પોતાના ઘરના પટાંગણમાં જ કરી

ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં ગાયને માતાનો દરરોજો આપવામાં આવ્યો છે એટલું જ નહીં આપણે ત્યાં ગાયની પૂજા પણ કરવામાં આવી છે. પરંતુ એવું ભાગ્યે બન્યું હશે કે ગાયને એક માણસની જેમ અંતિમવિધિ કરી વિદાય આપી હોય. આવું જ બન્યું છે કોટડા સાંગાણી તાલુકાના શીશક ગામે. અહીં પટેલ પરિવારને ત્યાં ગંગા નામની ગાયનું […]

સૂરતના બિલ્ડર વિજય ઇટાલીયાએ પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ.

સૂરતને કર્મભૂમી બનાવનાર આ બિલ્ડરે પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ. તાજેતરમા બોટાદના વતની એવા વિજય ઇટાલીયા એ પોતાના ૩૪માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોટાદમાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાનગર પસંદ કર્યું. વિદ્યાની નગરી એવી વિદ્યાનગરમાં માધવગુરૂફૂળમાં કાળુ કાકાના પ્રીય વિદ્યાર્થી તરીકે રહીને ૧૧ […]

આ ખેડુત ભાઈએ બનાવ્યું એવું મશીન કે હજારો ખેડૂતોને મળશે રાહત

દેશી કપાસની ખેતી કરતા હજારો ખેડૂતો માટે આનંદના સમાચાર છે. હવે ખેડૂતોને કપાસ વીણવા માટે મજૂરોની અછત નડશે નહીં. કેમ કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના એરવાડા ગામના નટુભાઇ વાઢેરને 18 વર્ષની જહેમત બાદ કાલા વીણવાનું મશીન બનાવવામાં સફળતા મળી છે. આજે ગુરુવારે આ મશીનનું ડેમોન્સ્ટ્રેશન પણ રાખવામાં આવ્યું હતું. માત્ર 12 પાસ એવા નટુભાઇએ કાલા […]

કેશુભાઈ પટેલ, ગામડાના માત્ર નવ ધોરણ ભણેલ માનવીએ આધુનિક ઢબે વિકાસ કરવા ઘણા કામો કરી જાણ્યા

ગુજરાત પહેલેથી સમૃદ્ધ રાજ્ય છે, દેશના મધ્યના ભાગે દરિયાકિનારે સ્થાન જ એવું છે આપણા રાજ્યનું કે વિકાસ ગુજરાતમાં સામેથી દોડતો આવે. ગુજરાતમાં વર્ષોના વર્ષોથી દેશનું સૌથી મોટું બંદર કંડલા છે, દેશની મોટી રિફાયનરી છે, ઉદ્યોગો છે, જૂની સંસ્કૃતિ છે – કલા છે, પ્રવાસન સ્થળો છે, યાત્રાધામો છે. પણ સમયાંતરે ગુજરાતના વિકાસનો ફાળો કોઈ એક વ્યક્તિના […]

‘લળી લળી પાય લાગુ ખોડલ માડી’ ગાતા જ 9 વર્ષના ભજનીક પર પૈસાનો વરસાદ

રાજકોટના વાડધરી ગામે યોજાયેલા એક લોકડાયરામાં 9 વર્ષના ભજનીકે ભજનો ગાયને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભજનની રમઝટ વચ્ચે લોકોએ રૂપિયાના બંડલો ઉડાડી પૈસાની રેલમછેલ કરી દીધી હતી. સ્ટેજ જાણે રૂપિયાની ચાદર બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ભજનીકના ભજનો સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 9 વર્ષના ભજનીકે પાય લાગુ […]

શ્વાન યજ્ઞ: કૂતરાઓને 18 વર્ષથી રોજ 40 કિલો લોટના રોટલા ખવડાવે છે લોકો

પાલનપુર: હિન્દુ સંસ્કૃતિમાં દાન-પૂણ્યનું વિશેષ મહત્વ છે. ત્યારે પાલનપુરના લક્ષ્મીપુરામાં લક્ષ્મીપુરા રામ રોટી દ્વારા 18 વર્ષથી શ્વાનો માટે 80 કિલો લોટના રોટલા બનાવાય છે. જ્યારે બેચરપુરા કૈલાશધામ મંદિર ખાતે 17 વર્ષ અગાઉ શ્વાન માટે અઢી કિલો લોટના રોટલા બનાવવામાં આવતાં હતા. જ્યારે અત્યારે રોજના 40 કિલો લોટના રોટલા બનાવવામાં આવે છે. આ રોટલાઓ આજુબાજુના વિસ્તારોના લાકો […]