શરદીથી રાહત માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શિયાળામાં ખાવી જોઈએ આ 6 વસ્તુઓ, જાણો અને શેર કરો

શિયાળો આવતાં જ કેટલીક બીમારીઓ ઝડપથી વધવા લાગે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ આપણને શિયાળામાં બીમાર થવાથી બચાવે છે સાથે જ તે ત્વચા, વાળ અને સાંધાના સ્વાસ્થ્યને પણ જાળવી રાખે છે. શિયાળામાં સાંધાના દુખાવાથી લોકોને ઘણી પરેશાની થાય છે કારણ કે તાપમાન ઘટી જાય છે. શિયાળામાં આમળા, ઘી, બાજરી, ખજૂર, બદામ, સરસવ, લીલા શાકભાજી વગેરે કેટલાક […]

રાજકોટમાં શ્રીમંત પરિવારનો પુત્રવધૂ પર અત્યાચાર:‘10 વર્ષ અમેરિકામાં શું કમાયા?’ સાસુએ યુવતીને મેણાં માર્યા, પતિએ ફટકારી; પુત્રવધૂએ કરી પોલીસ ફરિયાદ

સાસરિયાં દ્વારા પુત્રવધૂને ત્રાસ આપવાના બનાવો સામાન્ય પરિવારોમાં જ બનતા હોય એવું નથી. પુત્રવધૂ પરના અત્યાચારના બનાવો શ્રીમંત પરિવારમાં પણ છાશવારે બનતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. વધુ એક કિસ્સામાં રાજકોટના બિલ્ડર તેમજ સદગુરુ રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ, તેનાં પત્ની અને પુત્ર સામે તેમની પુત્રવધૂએ ઘરેલુ હિંસા અંતર્ગત ગાંધીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ચર્ચા જાગી છે. […]

ડ્રગ્સના ભરડામાં સપડાતા નબીરા: અમદાવાદના ટોચના બિલ્ડરપુત્રે ડ્રગ્સનો ઓવરડોઝ લેતાં તરફડિયાં માર્યાં, હોસ્પિટલમાં દાખલ, વિગત છુપાવવા થ્રી લેયર સિક્યોરિટી

ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડોની કિંમતનાં ડ્રગ્સ, હેરોઈન, એમડી, કોકેઈન પકડાયાં છે. અત્યારસુધી એવી જ થિયરી ચાલતી હતી કે ગુજરાત તો માત્ર રૂટ છે અને અહીંથી બધું ડ્રગ્સ બીજાં રાજ્યો અને બહારના દેશોમાં જાય છે, પરંતુ હકીકતમાં ગુજરાતનું યુવાધન ધીરે-ધીરે ડ્રગ્સના અજગરી ભરડામાં સપડાઈ રહ્યું છે અને કોઈને ખબર પણ પડતી નથી. આનો દેખીતો […]

રાજકોટના સરધારમાં સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સુરતથી 8 હજાર ઘીના ડબ્બા મોકલાશે, સુરતના 2 હજારથી વધુ દાતાએ દાનનો ધોધ વહેડાવ્યો

રાજકોટ નજીકના સરધાર ગામમાં 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને મુલાકાત લીધી હતી. જ્યાં નિત્યસ્વરૂપ સ્વામીના નેજા હેઠળ સ્વામિનારાયણ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે. જેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 10થી 18 ડિસેમ્બર સુધી યોજાશે. આ મહોત્સવ 250 એકર જગ્યામાં યોજાશે. જેમાં ગુજરાતનો અત્યાર સુધીનો મોટામાં મોટે ડોમ 500 ફૂટ પહોળો અને 750 ફૂટ લંબાઈનો હશે. આ મહામહોત્સવમાં […]

પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે 25 જૂને 25% સ્કૂલ ફી માફીની જાહેરાત કરી હતી; નવા શિક્ષણમંત્રીએ ચાર્જ સંભાળ્યાના અઢી મહિના પછી પણ કોઈ નિર્ણય લીધો નથી, પરિપત્ર જાહેર કરે તો વાલીઓને 1000 કરોડની ફીની રાહત મળી શકે

કોરોના મહામારીને કારણે રાજ્યમાં સવા વર્ષ કરતાં વધુ સમય સુધી સ્કૂલો બંધ રહી હતી, જેને પગલે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. કોરોનાએ આરોગ્યની સાથે સાથે લોકોને આર્થિક રીતે પણ નબળા પાડી દીધા છે, જેને કારણે તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 25 જૂન, 2021ના રોજ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા સ્કૂલ ફી […]

ગાંધીનગરના સાંતેજમાં ત્રણ વર્ષની બાળકી સાથે રેપ કરનારને 27 દિવસમાં મળી આજીવન કેદની સજા, બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું

ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં ત્રણ વર્ષની એક બાળકીની હત્યા નીપજાવી દુષ્કર્મ ગુજારવાના મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્ત્વનું છે કે માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી દાખલો બેસાડ્યો છે. ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા […]

બંગાળની ખાડીમાં ‘જવાદ’નો ખતરો: ઓડિશા-આંધ્રમાં વાવાઝોડાને પગલે અલર્ટ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં શરૂ થતા પ્રેશરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચક્રવાતી વાવાઝોડું આવવાની શક્યતા છે. હકીકતમાં બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સંરચના વિકસિત થઈ રહી છે, જે ચાર ડિસેમ્બર એટલે કે શનિવારની આસપાસ આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે. આને કારણે જે વાવાઝોડું સર્જાશે, જેને જવાદ (JAWAD) નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જવાદ શનિવાર સુધી […]

મોડી રાત્રે ગીર-સોમનાથના દરિયામાં ભારે પવન અને વરસાદને કારણે 15 બોટ ડૂબી, 15 જેટલા માછીમાર લાપતા, 4નો બચાવ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી માવઠું થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી મળી છે. એ ઉપરાંત 15 જેટલા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે. […]

શિયાળામાં ખાઓ સરસવનું શાક, બીમારીઓ રહેશે દૂર, ઇમ્યુનિટી થશે મજબૂત, બીજા ફાયદાઓ પણ થશે, જાણો અને શેર કરો

શિયાળાની ઋતુમાં બીમારીથી દૂર રહેવું હોય તો ઇમ્યુનિટી (Immunity) એટલે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી અનિવાર્ય છે. કોરોનાની મહામારી શરુ થયા બાદ લોકો ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી રાખવા માટે વધુ જાગૃત થયા છે. રોગપ્રતિકારક શક્તિ માટે આમ તો ઘણી એવી વસ્તુ છે જેને ડાયેટમાં સામેલ કરી શકાય છે. પણ ઓછા ખર્ચે અને સ્વાદ ધરાવતી કોઈ વસ્તુની […]

4 લાખની રિક્વરીથી યુવક હેરાન હતો, અંતે અઢી પેજની નોટ લખીને ટ્રેનની આગળ કૂદી ગયો, સુસાઈડ પહેલાનો ઓડીયો સામે આવ્યો કહ્યું- લાશમાંથી પૈસા લઈ લેજો

રાજસ્થાનના કોટોના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે ટ્રેનની આગળ કૂદકો મારીને મૃત્યુને વહાલું કર્યું છે. મંગળવારે સવારે 4 વાગ્યે યુવકની લાશ ટ્રેક પર મળી હતી. મૃતકની પાસેથી અઢી પેજની સુસાઈડ નોટ મળી છે. જે લીકરની દુકાનમાં સેલ્સમેન હતો. સુસાઈડ કરતા પહેલા યુવકનો લીકર મેનેજર સાથે વાતચીત કરતો ઓડિયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૈસાના […]