સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ,યુવક યુવતી વેવીશાળ પસંદગી મેળો લગ્નસેતુ-૨૦૧૮, જાણો વિશેષ …

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ – નવરંગપુરા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ / સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના લગ્નોત્સુક યુવક-યુવતી વેવીશાળ પસંદગી મેલો લગ્નસેતુ-૨૦૧૮ ભાગ લેવા અપીલ આપના સમાજની મુખ્ય સમસ્યા પોતાના દીકરા-દીકરી માટે યોગ્ય પાત્ર શોધવાની છે. આજે કોઈ ની પાસે સમય નથી એવી પરિસ્થિતિમાં આપના દીકરા-દીકરીઓ માટે યોગ્ય પાત્રની શોધ કોણ કરશે ? સ્વજનો આ માટે આપણી મદદે […]

ડીજીટલ ટેકનોલોજીથી સજ્જ આણંદનું ‘આ’ ગામ ધરાવે છે શહેર જેવી તમામ સુવિધા

આણંદ જિલ્લાના છેવડાએ આવેલ ઉમેરઠ તાલુકાના ભરોડા ગામની વસ્તી 5 હજારની છે. તેમ છતાં ગામમાં શહેર જેવી તમામ સુવિધા ધરાવે છે. નાનકડા ગામમાં તમામ માર્ગો પર આસીસી રોડ, ગટર, વીજળીની તમામ સુવિધા ધરાવે છે. તેમજ ગામના વિદેશમાં રહેતા પરિવારો સામાજીક, ધાર્મિક પ્રસંગો અને રોજેરોજની હિલચાલ વિદેશમાં ઘેર બેઠા નિહાળી શકે તે માટે ડીજીટલ ટેકનોલોજીથી સજજ […]

ડોક્ટરે ઓર્ગેનિક ખેતીથી મેળવ્યું ખારેકનું મબલખ ઉત્પાદન, US, લંડન મોકલશે

જામકંડોરણાના બોરીયા ગામના ખેડૂતે ખેતરમાં ઓર્ગેનીક ખારેકનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરીને ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફે વળવા માર્ગદર્શન આપી રહ્યા છે. ખારેકના મબલખ પાક પાકશે ત્યારે તેઓ અમેરિકા અને લંડન સહિતના દેશોમાં મોકલશે. જામકંડોરણાના બોરીયા ગામના તબીબ ડો.હરદાસભાઈએ પોતાના ખેતરમાં ખારેકની ઓર્ગેનિક ખેતી કરી મબલખ કમાણી કરીને અન્ય ખેડૂતોને ઓર્ગેનીક ખેતી કરવા માટે પ્રેરણા […]

આ પટેલ યુવાનો કરે છે અનોખી સેવા

હાલ માં ભારતની અંદર ગરીબી નું ખૂબ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગરીબી પ્રમાણ ને ઘ્યાન રાખીને બલર સંદિપ કુમારે ગરીબ બાળકોને / અનાથ બાળકો ભોજન – જરૂરીયાત વસ્તુ મળી રહે તે માટે હુમનનીટી ગુપ ચાલુ કર્યું છે. ભારત માં દર વર્ષ ૩૦૦૦ બાળકો ભૂખ ના લીધે મરે છે. અને દરરોજ ૨૦ કરોડ લોકો સુવે […]

ખેડૂત એવા રત્નકલાકારો ભણ્યા ઓછુ, પણ અંદરના કૌશલ્યને પૂરેપૂરું બતાવ્યું: રતન ટાટા

ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી તાતા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન તાતા આજે ગુરુવારે સુરતની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. સુરતની અગ્રગણ્ય હીરા કંપની એસઆરકે ગ્રુપ(શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ)ની કતારગામમાં આવેલી આધુનિક ફેક્ટરી, કિરણ હોસ્પિટલ સાથે ધોળકિયા પરિવારના નિવાસસ્થાને નિરાંતે મુલાકાત કરી હતી. રતન તાતાએ હીરા ઉદ્યોગનું બારીકાઈથી નિરીક્ષણ કરીને એની ટેકનૉલોજી, એમાં કામ કરતાં કારીગરો અને ગોવિંદભાઈ ધોળકિયા […]

ગુજરાતની આ લેડી સરપંચે બદલી ગામની સિકલ, એકપણ મહિલા-પુરુષ નથી ‘બેકાર’

બેરોજગારી આજના સમયની સૌથી મોટી સમસ્યા અને પડકાર છે. સરકારની અનેક યોજના અને દાવા બાદ પણ શહેરોને બાદ કરતા નાના ગામડામાં વસતા યુવાનો સહિતના લોકો આ સમસ્યા સામે ઝઝુમતા હોય છે. પણ ઉત્તર ગુજરાતના ઈડર તાલુકાનું દરામલી ગામમાં મહિલા સહિત લગભગ કોઈ વ્યક્તિ બેરોજગાર નથી. ગામની આ સિદ્ધિ બાદ દરામલીને ગુજરાતનુ પ્રથમ કૌશલ્ય ગામ જાહેર […]

રોજ 5 મિનિટ કરો ૐ મંત્રનું ઉચ્ચારણ મળશે 12 ફાયદા, બનાવી લો નિયમ!

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઓમનું ઉચ્ચારણ માત્ર ધાર્મિક આધાર પર જ નહીં પરંતુ હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એમ. પી. મેડિકલ સાયન્સ યૂનિવર્સિટીના વાઇસ ચાંસલર ડો. આર. એસ. શર્માએ ઓમના ઉચ્ચારણ પર ખૂબ રિસર્ચ કર્યું છે અને તેમણે તેને સ્વયં પણ અજમાવ્યું છે. ડો. શર્માનું કહેવું છે કે દરરોજ માત્ર પાંચ મિનિટ સુધી ઓમનું ઉચ્ચારણ […]

રાજકોટ સત્સંગ સમાજ આયોજિત શિક્ષાપત્રી કથા નું તા -૧ થી ૭ મેં ના રોજ સોરઠીયા પરિવાર ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન

તમારી પાસે સતા હોઈ,સંપતિ ના બળ માં હોઈ ત્યારે કોઈ ને પણ દુખી ના કરવા,મહાનતા ની ટોચે પહોચ્યા પછી માણશ ને પડવાની સંભાવના વધી જાય છે – પૂજ્ય સત્ત્ શ્રી. SAT રાજકોટ સત્સંગ સમાજ આયોજિત શિક્ષાપત્રી કથા નું તા -૧ થી ૭ મેં ના રોજ સાંજે ૯ થી ૧૧.૩૦ ના સોરઠીયા પરિવાર ગ્રાઉન્ડ, ગ્રીન પાર્ક […]

ગુજરાતનાં આ ગામે એક કરોડથી પણ વધારે શ્રીફળનાં ઢગલા પર બિરાજે છે હનુમાનજી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લાખણી ગામથી ત્રણ કિ.મી. દૂર ગેળા ગામમાં આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાય છે. આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ-છ દાયકાથી અહિંયા ભક્તજનો શ્રીફળ વધેર્યા વિના જ ચઢાવે છે. દિવસેને દિવસે આ શ્રીફળનો ઢગલો મોટો થતો જાય છે ઘણાં વર્ષોથી ચાલતી ભક્તોની આ પૂજા […]

દીકરો જોતા રહ્યો ત્યાં માતા અને પત્નીને પૂર પાટ ઝડપે આવતા ડમ્પરે કચડી નાખ્યા

ચલાલા: સાવરકુંડલા તાલુકાના જીરા ગામનો યુવાન ગઇકાલે પોતાના મોટરસાયકલ પર પત્ની અને માતાને બેસાડી ચલાલા નજીક મોરઝર ગામે જઇ રહ્યો હતો ત્યારે ચલાલા પાસે જ સામેથી આવી રહેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જાતા આ ઘટનામાં સાસુ-વહુનું મોત થયું હતું. જ્યારે યુવકને ગંભીર ઈજા સાથે સારવાર માટે દવાખાને ખસેડાયો છે. જીરાના યુવકને ગંભીર ઈજા : પતિ-પત્ની અને […]