ગુજરાતના આ ખેડુતે કરી ઉર્જાક્ષેત્રે નવતર શોધ જાણીને રહી જશો દંગ

પોરબંદર તાલુકાના ફટાણા ગામના ખેડૂતે ઉર્જા ક્ષેત્રે નવી શોધ કરી ઉર્જા દ્વારા વિજળી મેળવી શકાય તેવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણ રચ્યું છે ફટાણા ગામના ખેડૂતપુત્ર લખમણભાઈ અરજણભાઈ ઓડેદરા ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષિક્ષેત્રે કાર્યરત થયા છે. પર્યાવરણને નુકસાન કરતી વિજળી ખૂબ જ મોંઘી પૂરવાર થતી જાય છે ત્યારે પર્યાવરણની જાળવણી અને સસ્તી વિજળી […]

આ શાળાના બાળકો વર્ગખંડમાં હોય કે ગ્રાઉન્ડમાં, કરે છે રમતાં રમતાં અભ્યાસ

હાદેવપુરા પ્રાથમિક શાળાનાં બાળકો અન્ય શાળાનાં બાળકો કરતાં થોડાં વધુ નસીબદાર છે. તેમના માટે શિક્ષકોએ શાળામાં જ આગવું ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે. જ્યાં મધ્યાહન ભોજન પીરસાય ત્યાં સુધી કવિતાનું ગાન કરે છે અને પ્રાર્થના બાદ સમૂહ ભોજન લે છે. તો શાળાના રેમ્પ પર ચડતો-ઉતરતો ક્રમ, સાપસિડી અને રેલીંગ પર બનાવેલું પેરિસ્કોપ બાળકોને ચાલતાં ચાલતાં ગણિત […]

મસાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મેળવવા અજમાવો આ 15 દેશી ઉપાય

મસા શરીર ઉપર ક્યાંય પણ હોય સુંદરતામાં ગ્રહણ સમાન જ લાગે છે ખાસ કરીને ચહેરા ઉપર ઉપસી આવેલા મસા. મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. ત્વચા ઉપર પેપીલોમા વાયરસ આવી જવાને લીધે નાના, બરછટ અને કઠોર પીંડ બને છે. જેને મસા કહેવામાં આવે છે. જો તમે પણ મસાથી પરેશાન હોવ તો ત્વચા ઉપર આ […]

સુરતઃ માતા-પિતા આઠમું પાસ, રત્નકલાકાર પટેલના દીકરાએ મેળવ્યા 99.99 PR

સુરતઃ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય રત્નકલાકારના દીકરાએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી છે. આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતા સિદ્ધાર્થ ભરતભાઈ ઝડફિયાએ સ્માર્ટ રીતે મેહનત કરીને 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, માતા-પિતા ઓછું ભણેલા હતા. જેથી તેમની ઈચ્છા હતી કે, હું ભણીગણીને આગળ વધુ. એક વર્ષ સુધી […]

ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરાને મળ્યાં રેગ્યુલર જામીન

સુરત : તાજેતરમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને જાણીતા કેળવણીકાર વસંતભાઈ ગજેરા પર 1990નાં જમીન વિવાદમાં પોલીસ કેસ થયેલ અને એ કેસ નાં કામે વસંતભાઈ ગજેરાને જ્યુડિશિયલ કસ્ટડી બાદ જેલમાં જવું પડેલું. નામદાર ગુજરાત હાઇકોર્ટે શ્રી વસંતભાઈ ગજેરા ને ગઇકાલે રેગ્યુલર જમીન આપેલા અને આજરોજ વસંતભાઈ ગજેરા જેલમાંથી મુકત થતા હજારોની સંખ્યામાં તેમનાં સમર્થકોએ જેલની બહાર […]

એવું ગામ જ્યાં શહેર કરતા પણ છે વિશેષ સુવિધાઓ

ગામડાઓનાં યુવાનોની શહેર તરફ દોડ વચ્ચે ગુજરાતમાં એવા ઘણા ગામડાઓ છે જયાં શહેર કરતા પણ વિશેષ સુવિધાઓ, સમભાવ અને શાંતિ છે કે લોકો ગામમાં જ રહેવાનુ પસંદ કરે છે. જેમાં ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનું મોતીપુરા (વેડા) શ્રેષ્ઠ ગામ છે. ઇન્ટરનેટથી માંડીને સીસીટીવી, સફાઇ, સાઉન્ડ સીસ્ટમ તથા વડીલો માટે સામૂહિક રસોડા ધરાવતા આ ગામનાં લોકોને પોતાનાં […]

ત્રણ પાટીદાર બાળકોના મોત, ડેમ નજીક રમવા ગયા’તા ક્રિકેટ

હિંમતનગરના કેશરપુરાકંપામા બુધવારની વહેલી સવારે ગુહાઇ ડેમમાં પાણી ઉતરતા ખાલી થયેલ જગ્યામાં ક્રિકેટ રમવા ગયેલ કંપાના 5 કિશોર પૈકી ત્રણ કિશોર ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યા હતા. ક્રિકેટ રમતાં બોલ ડેમમાં 7 ફૂટ ઊંડા પાણીમાં જતાં એક કિશોરનો પગ લપસી જતાં તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો . જેને બચાવવા જતાં અન્ય બે કિશોર પણ […]

હાથની મહેંદીનો રંગ ઉતરે તે પહેલા જ મોત, ટ્રક ચાલકે પ્રિયંકાને કચડી નાખી

રાજકોટ: શહેરની ભક્તિનગર સોસાયટીમાં રહેતા ખોયાણી પરિવારે રવિવારે સાંજે લાડકવાયી પુત્રીને તેના સાસરે વળાવી હતી, પુત્રી સાસરે સુખી રહે, સાંસારિક જીવનના તમામ સુખ તેને પ્રાપ્ત થાય તેવા અનેક આશીર્વાદ પરિવારના વડીલોએ આપી ભીની આંખે તેને વળાવી હતી, પરંતુ યુવતીના સાંસારિક જીવનના કલાકો જ વિત્યા હતા ત્યાં કુદરત જાણે ક્રૂર બન્યો હતો. 150 ફૂટ રિંગ રોડ […]

પાપડે બદલી આ ગામની દુનિયા, વિદેશમાં ધૂમ વેચાણ, કરે છે ડોલરમાં કમાણી

ભારતમાં ગુજરાત રાજ્ય એક એવું છે જ્યા ના લોકો દેશ અને વિદેશમાં પોતાની આવડત અને વેપારી દિમાગના કારણે જાણીતા બન્યા છે. પછી ભગે એ ખેતી હોય કે પછી અન્ય ઉદ્યોગો ગુજરાતી હંમેશા આગળ રહ્યા છે. ગુજરાતના ઘણા એવા ગામો છે જે આજે વિદેશમાં પ્રચલિત થયા છે. આજે તમને એવા જ એક ગામ વિશે જણાવીશું જે […]

સુરતમાં સવાણી પરિવારના સંકલ્પઃ વરઘોડો ન કાઢનારને 25 હજારનો ચાંદલો

સૌરાષ્ટ્રથી સુરતમાં વસવાટ કરતાં લોકોના ગામ, સરનેમ, તાલુકા,જિલ્લાના સ્નેહમિલન યોજાતાં હોય છે. સ્નેહમિલનમાં હવે સ્ટુડન્ટથી લઈને સારા કાર્યો કરનારાને બિરદાવવામાં આવતાં હોય છે. સમયની સાથે સાથે સ્નેહમિલનમાં પણ લોકોને જાગૃત કરવાની સાથે અનેક નવી પહેલો પડતી જોવા મળી રહી છે. ત્યારે સવાણી પરિવારના યોજાયેલા 16માં સ્નેહમિલનમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. આ સ્નેહમિલનમાં જાહેરાત કરાઈ […]