ઓસ્ટ્રેલિયાના નાનકડાં ગામની કાયાપલટ, પટેલ કપલની કમાલની કામગીરી

કોઇ યુવાન કે યુવા કપલ ગુજરાતના કોઇ ગામમાં પલાઠી મારીને ગામનો વિકાસ કરતા હોય તે નવી વાત નથી. આજે અંદાજિત 100થી વધુ કપલ ગુજરાતમાં જોવા મળે છે જેઓ શહેરની ઝાકમઝોળને છોડીને ગામડાંમાં રહેતા હોય અને ગામનો વિકાસ કરતા હોય. પરંતુ નવાઇની વાત અહીં એ છે કે, ગુજરાતના એક કપલે ઓસ્ટ્રેલિયાના ગામની કાયાપલટ કરી છે. અહીં […]

આ ફાધર્સ ડે બાદ કદાચ હું મારાં દીકરા સાથે નહીં હોઉં: કેન્સર પીડિત પટેલ યુવાનની વેદના

મૂળ ગુજરાતી અને હાલ નોર્થ લંડનમાં વસતા જૈમિન પટેલ આ વર્ષે તેના 14 મહિનાના દીકરા સાથે ફાધર્સ ડેને જોરશોરથી સેલિબ્રેટ કરવા ઇચ્છે છે. કારણ કે, જૈમિનને ડર છે કે, આ ફાધર્સ ડે કદાચ તેના જીવનનો આખરી ફાધર્સ ડે હશે. હકીકતમાં, જૈમિન પટેલને માત્ર 30 વર્ષની ઉંમરે આતંરડાનું કેન્સર થયું હોવાની જાણ થઇ, ઇલાજના ત્રણ વર્ષ […]

વિશ્વ પર્યાવરણ દિવસઃ આ સુરતીએ 5 હજાર વૃક્ષો ઉગાડી ઘરને બનાવી દીધું જંગલ

સુરત જેવા દોડધામ કરતા શહેરમાં વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. પંખીઓ, પ્રાણીઓ લીલા છમ વૃક્ષો શોધી રહ્યાં છે. જો કે નેચર ક્લબના સ્નેહલ પટેલે ક્રોંકીટના જંગલમાં રહેવાને બદલે ખેતી કરવાની જમીન પર એક જંગલ બનાવ્યું અને એમાં જ રહેવાનું નક્કી કર્યું. આજથી 20 વર્ષ પહેલા સ્નેહલે વૃક્ષો રોપ્યા હતાં, જે આજે ઘટાદાર વૃક્ષમાં પરિણમ્યા છે. […]

નાગલપુરના ખેડૂતે પકાવ્યા તકમરીયા હવે વિદેશમાં વેંચાણ કરશે ઓનલાઇન

ખેતીને સમૃદ્ધ કરવાની વાતો વચ્ચે પરંપરાગત પાકોમાંથી ખેડૂતો બહાર આવતા નથી. ત્યારે જૂનાગઢના નાગલપુર ગામના ખેડૂતે અલગ-અલગ ચીલો ચાતરીને ઠંડકને કારણે ગરમ આરબ દેશોમાં પાણીની સાથે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતા તકમરીયાનું વાવેતર કરીને તેમાં સફળતા પણ મેળવી છે. ખેતરમાં પાકેલા તકમરીયાનું હવે આ ખેડૂત ઓનલાઇન વેંચાણ પણ કરશે. આમ તો જૂનાગઢ જિલ્લામાં ખેતીમાં મગફળી, કપાસ, […]

રૂ.70000ની નોકરી છોડી સરપંચ બનેલા યુવાને ગામની સૂરત બદલી નાખી

ગામનો સરપંચ ઈચ્છે તો ધારે તે કરી શકે છે.આ ઉક્તિને વસો તાલુકાના લવાલ ગામના સરપંચે સાર્થક ઠેરવી છે. કલકત્તામાં ૭૦૦૦૦ના પગારે નોકરી કરતા ગામના યુવાને નોકરીને ઠુકરાવી છે અને પોતાના વતનમાં પરત ફરી સરપંચની જવાબદારી સંભાળી છે.સરપંચ બન્યાને એક વર્ષ થયું છે.અનેક ઉતાર-ચઢાવ સાથેની આ એક વર્ષની સફરના અંતે ગામમાં ઘણું પરિવર્તન આવ્યું છે.આ બદલાવે […]

યુએસની લાડી ને ગુજરાતી વર; ખેડૂતને પરણવા અમેરિકાથી દોડી આવી યુવતી

નવસારી જિલ્લામાં ચીખલી નજીક આવેલા સહેદપુર ગામમાં વસતા 25 વર્ષીય આકાશ પટેલની વાત સાંભળીને તમે પણ નસીબમાં ચોક્કસથી માનતા થઇ જશો. માત્ર 12માં ધોરણ સુધી ભણેલા આકાશે તેના લગ્ન કોઇ અમેરિકાની યુવતી સાથે થશે તેવો સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય. જેસિકા બુસ્તોસ અને આકાશ પટેલની પહેલી મુલાકાત અને મિત્રતા ફેસબુક પર થઇ હતી. ઓગસ્ટ […]

ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના આ છે શારીરિક અને ધાર્મિક ફાયદા

જ્યારથી માનવ જીવનનું અસ્તિત્વ શરૂ થયું છે ત્યારથી એકમાત્ર સૂર્યદેવ જીવસૃષ્ટિના આધાર રહ્યા છે. હિન્દુઘર્મ ગ્રંથોમાં પણ સૂર્યદેવનું સ્થાન સૌથી ઉચ્ચ રહ્યું છે. આજે અમે વાત કરીશું સૂર્યદેવને જળ ચઢાવવા પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ અને તેનાથી થતા શારીરિક ફાયદા વિશે. રોગપ્રતિકારક શક્તિ વધારવાઃ- -જો સૂર્યને જળ અર્પણ કરવાની વાત કરીએ તો, તેની પાછળ છૂપાયેલું […]

આધુનિક સુવિધાઓથી સજ્જ રાજકોટનું ડિજિટલ વિલેજ – શિવરાજપુર

રાજકોટ જિલ્લાના જસદણથી 7 કિલોમીટરના અંતરે શિવરાજપુર ગામ આવેલું છે. દેશના નાણામંત્રી અરૂણ જેટલીએ 100 ગામોને ડિજિટલ વિલેજ તરીકે જાહેર કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લાના બે ગામ શિવરાજપુર અને મંડલીકપુર ડિજિટલ વિલેજ જાહેર થયા છે. જેમાં શિવરાજપુર પહેલેથી જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. શિવરાજપુર ગામના 50 ટકા લોકો ડિજિટલ બન્યા છે. તેમજ 5 પીઓએસ મશીન […]

આ ગુજ્જુ યુવાનો પોકેટમનીમાંથી ગરીબોને આપે છે મફતમાં ભોજન

આજના યુગમાં યુવાનોને મળતી પોકેટ મનીમાંથી રૂપિયા બચાવી કોઇની માટે ખર્ચ કરવાના થાય તો હજાર વખત વિચારવું પડે છે. પરંતુ વડોદરા શહેરના કેરિંગ સોઉલ ગ્રૂપના યુવાનો પોતાની પોકેટ મની અને કમાઇમાંથી રૂપિયા બચાવી સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના સગાસંબંધીઓ તેમજ જરૂરતમંદ લોકોને દર રવિવારે જમવાનું પૂરું પાડી એક ઉમદા કાર્ય કરે છે. જેમા દર રવિવારે […]

ફ્રિજનું પાણી બંધ કરી દેશો, જ્યારે જાણશો માટલાનું પાણી પીવાના આ 5 ફાયદા

ભારતીય ઘરોના રસોડામાં માટલું તો જોવા મળે છે પરંતુ મોટાભાગના લોકો ફ્રિજનું પાણી પીવા લાગ્યા છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. નિષ્ણાતો મુજબ માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ […]