સુરતમાં 14 વર્ષીય બાળકના હાથનું ટ્રાન્સપ્લાન્ટ 32 વર્ષીય વ્યક્તિના શરીરમાં કરાયું, બ્રેઈન ડેડ તરૂણના હાથોના દાનથી પુનાના યુવકને નવું જીવન મળ્યું

મને મારા હાથ મળી ગયા સ્વ. ધાર્મિક તેના હાથ થકી મારામાં જીવી રહ્યો છે. અંગદાનમાં હાથ મેળવનાર પૂણેના યુવાનને અવર્ણનીય ખુશી મળી ગત ઓક્ટોબરમાં સુરતના બ્રેઈનડેડ 14 વર્ષીય સ્વ. ધાર્મિક કાકડિયાના બંને હાથોનું દાન કરાયું હતું. મુંબઈમાં હાથોનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થયું. હાથ ગુમાવતા નિ:સહાય, લાચાર અને પરાવલંબી થયેલો મહારાષ્ટ્રનો યુવાન આજે નવું જીવન જીવવા માટે […]

સાંસદો અને ધારાસભ્યો ટોલ કેમ નથી આપતા? કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યો જવાબ

સામાન્ય જનતાને મોંઘા ટોલથી પરેશાની રહે છે પરંતુ સાંસદ અને ધારાસભ્ય ટોલ કેમ નથી આપતા? એક ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમના મંચ પર આવેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ સવાલનો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકારે સેના, એમ્બ્યુલન્સ, ટ્રેક્ટરથી માલ લઈ જનારા ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યોને છૂટ આપી […]

શું તમે ક્યારેય સફેદ મધનો ઉપયોગ કર્યો છે? સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, તેના ફાયદાઓ જાણો અને શેર કરો

બ્રાઉન મધનું સેવન તો આપણે કરતા જ હોઈએ છીએ, અને આપણે તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે પણ જાણતા જ હોઈશું. પરંતુ શું તમે ક્યારેય સફેદ મધનો સ્વાદ ચાખ્યો છે અને તેના ફાયદાઓ વિશે જાણો છો? જણાવી દઈએ કે સફેદ મધને કાચા મધ તરીકે ઓળખવામાં આવે છે અને તે ક્રીમી સફેદ રંગનું હોય છે. માહિતી અનુસાર, તે […]

ગાંધીનગરમાં બે દિવસમાં બે પોલીસકર્મીનું હૃદયરોગના હુમલાના લીધે અકાળે અવસાન, પોલીસ બેડામાં શોકની લાગણી

રાજ્યમાં પોલીસ બેડામાં આઘાતનો માહોલ છવાયેલો છે, કારણ કે બે દિવસમાં બે પોલીસકર્મીઓનું હૃદયરોગના હુમલાથી અકાળે મોત થયું છે. યુવાન પોલીસકર્મીના નિધની ઘટનાને લઈને ચર્ચાઓ થઈ રહી છે. મંગળવારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ કેવલસિંહ વાઘેલા પછી બુધવારે ડભોડા પોલીસ પોલીસ મથકમાં ફરજ બજાવતા 29 વર્ષના કોન્સ્ટેબલ આકાશ પટેલનું નિધન થયું છે. બન્ને પોલીસકર્મીનું સળંગ […]

અમદાવાદમાં સગી બહેને જ પરિણીત ભાઈનું બીજે ગોઠવી આપ્યું, પત્નીને પરસ્ત્રી સાથેના સબંધની જાણ થતાં કરી ફરિયાદ

અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાને તેનો પતિ ઝગડા કરી દારૂ પીને માર મારતો હતો. આટલું જ નહીં પતિને પરસ્ત્રી સાથે સબંધ હોવાની જાણ થતાં તેણે નણંદને જણાવ્યું તો તેણે કહ્યું કે તે તેની મિત્ર છે અને તેણે જ મિત્રતા કરાવી આપી હતી. શહેરના કૃષ્ણ નગરમાં […]

ભાજપના મંત્રીની કાર રોકી પોલીસે તો જાણો પછી શું થયું? જુઓ વીડિયો

બિહાર સરકારના શ્રમ સંસાધન મંત્રી જીવેશ મિશ્રા જયારે વિધાનસભા જઇ રહ્યા હતા. ત્યારે પોલીસ કર્મીઓએ તેમની કારને રોકી હતી. પોલીસના આ પગલાંથી લાલચોળ થઇ ગયેલા મંત્રીએ કહ્યું હતું કે હવે જ્યાં સુધી હું વિધાનસભા ન જઇશ ત્યાં સુધી સત્તાવાર કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે. બિહાર સરકારમાં ભાજપના આ નેતાએ કહ્યુ હતું કે પટનાના એસપી અને […]

કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પાલનપુરનું ગઠામણ ગામ: એક ટર્મ હિન્દુ તો બીજી ટર્મમાં મુસ્લિમ બને છે સરપંચ, આજસુધી ક્યારેય ચૂંટણી યોજાઈ નથી

સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકો સરપંચ બનવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું, જ્યાં કોઇપણ કોમવાદ વગર વર્ષોથી સમરસ ગ્રામપંચાયત છે. પાલનપુરના ગઠામણ ગામમાં હિન્દુ-મુસ્લિમની વસતિ એકસરખી હોવા છતાં આઝાદી પછી આજસુધી ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી અને દર વખતે […]

સુરતમાં નશાના નેટવર્કનો પર્દાફાશ: નવમા ધોરણનો વિદ્યાર્થી સ્કૂલબેગમાં અફીણ સાથે પકડાયો, મળતા આટલા રૂપિયા

રાજ્યના મહાનગર સુરતમાંથી નશાના કારોબારને એક ચોંકાવનારો કેસ મળી આવ્યો છે. જેમાં સુરત પોલીસે નશાના નેટવર્કનો પર્દાફાશ કરી થતી હેરાફેરીની અનોખી રીત જણાવી છે. આવા ગેરકાયદેસર ચાલતા ધંધા સામે આંખ લાલ કરીને પગલાં ભર્યા છે. રાજસ્થાનથી સુરતમાં ઘુસાડાતા અફીણના ધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં નશાના જથ્થાને સુરતમાં ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. […]

અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પ્રશાસન એક્શનમાં, મુખ્ય મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી, અમદાવાદનો યુવક શંકાના ઘેરામાં

સોશિયલ મીડિયા પર અયોધ્યા નગરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને વહીવટી કર્મચારીઓએ અયોધ્યામાં સઘન તપાસ શરૂ કરી છે. અયોધ્યાના તમામ પ્રવેશદ્વારો, હોટલ, ધર્મશાળાઓ અને મુખ્ય મંદિરો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ પ્રશાસન એક્શનમાં પોલીસ ઉપરાંત સીઆરપીએફના જવાનો અને એટીએસની ટુકડીને સંપૂર્ણ રીતે સક્રિય કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા […]

વિકાસની ઉતાવળ! અમદાવાદમાં ગાડીઓ હટાવ્યા વગર જ રોડ પર ડામર પાથરી દીધો, કોર્પોરેશનનો અણઘડ વહીવટ સામે આવ્યો

રાજયમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતની નગરપાલિકા અને મહાનગર પાલિકા વિસ્તારમાં રોડ ભૂગર્ભ તેમજ લાઈટ સહિતના કામ ઝડપથી થવા લાગ્યા છે. જોકે આ કામગીરીમાં એટલી ઉતાવળ છે એ વાતનો પુરાવો મહાનગર અમદાવાદમાંથી મળ્યો છે. એક કોન્ટ્રાકટરને રસ્તામાં ઉભેલી કાર પણ હટાવવાનો સમય નથી. અમદાવાદ કોર્પોરેશનના અણઘડ વહીવટનું ચિત્ર સામે આવ્યું છે. […]