છાણથી મળેલા આઇડિયાથી શરૂ કર્યો બિઝનેસ, હવે દર મહિને કમાય છે 4 લાખ

આઇડિયા મોટાભાગના લોકો પાસે હોય છે પરંતુ તેને બિઝનેસમાં બદલવાની હિમ્મત ઘણા ઓછા લોકો કરે છે. અને કેટલાક એવા પણ લોકો છે જે પોતાના યૂનીક આઇડિયાથી બિઝનેસ શરૂ કરી લાખોની કમાણી કરતા હોય છે. આવા જ એક વ્યક્તિ છે ગુરશરણ સિંહ, જેમણે લીકથી હટીને બિઝનેસ શરૂ કર્યો અને આજે તે દર મહિને 4 લાખ રૂપિયા […]

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના મોટા પુત્ર જગદીશ પટેલનું નિધન

અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઇ પટેલનું રવિવારે દુ:ખદ અવસાન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઇ ઘણા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યું હતું અને સેવાકીય પ્રવત્તિઓ કરતા હતા. ગઇકાલે રક્ષાબંધન પર્વ હોવાના કારણે અમદાવાદ ખાતે તેઓના બહેનને […]

સુત્રાપાડાના ગોરખમઢીના ખેડૂતે ઉછેર્યા રૂદ્રાક્ષના વૃક્ષ, માળા બનાવી આપે છે મંદિરોમાં

વેરાવળ: ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામના ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી સફળતા પ્રાપ્ત કરી છે. વૃક્ષમાં આવતા રૂદ્રાક્ષના પારાની માળા બનાવી મંદિરોમાં આપી રહ્યા છે. રૂદ્રાક્ષના વૃક્ષ આમ તો ઠંડા વિસ્તારમાં જોવા મળતા હોય છે પણ ગુજરાતમાં ભાગ્યે જ કોઇ આ વૃક્ષ વાવતા હોય છે. ત્યારે ગોરખમઢી ગામના વજુભાઇ પરમારએ સફળતા મેળવી અનોખી સિધ્ધિ મેળવી […]

ફુડ એન્જીનીયરીંગમાં ફેનિલ ડોબરીયાની ઝળહળતી સિધ્ધી.

રાજકોટના ઉદ્યોગપતિનો દિકરો યુરોપની યુનિવર્સીટીમાં કિ-નોટ સ્પીકર તરીકે છવાયો ફુડ અવેરનેશ અંગે સેમીનારો સંબોધી અનેક એવોર્ડ હાસલ કર્યા વિદેશનું શિક્ષણ મેળવી દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના હાઈજેનિક ફુડની જાગૃતિ લાવવાનો મનસુબો * ચોમેરથી મળી રહેલ અભિનંદન રાજકોટ,તા.૨૧: ફ્રાઈમ્સ ક્ષેત્રે વિશ્વ કક્ષાએ નામના મેળવનાર રાજકોટના ઉદ્યોગપતિ રાજેશ ડોબરીયાના કુળદિપક ફેનિલ ડોબરીયાએ યુરોપના હંગેરી દેશની ખ્યાતનામ યુનિવર્સીટી ઓફ ડેબરેશન […]

કેન્સર સામે જંગ હારી ગયેલી MBBSની વિદ્યાર્થિનીના પરિવારે શહીદોના બાળકો માટે કર્યુ દાન

સુરતઃ વરાછામાં છેલ્લાં ઘણાં સમયથી શહિદો અને તેમના પરિવારજનોની સેવા ક્ષેત્રે અનોખી જાગૃતિ જોવા મળી રહી છે. જેને લઈને આજે સામાન્ય માણસ પણ કોઈને કોઈ સેવાકીય કાર્ય કરવા પ્રેરણા મેળવી રહ્યો હોવાનું જોવા મળે છે. લોકો ઉત્તરક્રિયા જેવા કાર્યમાં પણ રક્તદાન, અંગદાન-દેહદાન જેવા સેવાકીય કાર્યો કરી અનોખી પહેલ કરી રહ્યાં છે. વરાછાનાં ત્રિકમનગર વિસ્તારમાં આવેલી […]

દુષ્કર્મથી ગર્ભવતી થયેલી કિશોરીના બાળકને મહેશભાઈ સવાણીએ દત્તક લઈને તમામ જવાબદારી ઉપાડી

સુરતની એક શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની એક દીકરી પિતાથી દૂર માતા સાથે રહેતી હતી. માતા-પિતા વચ્ચે અણબનાવ બનતા બંનેએ છૂટાછેડા લીધેલા એટલે દીકરી માં સાથે રહેતી હતી. પિતાના પ્રેમની ભૂખી આ દીકરી એકવખત એના પિતાને મળવા પહોંચી ગઈ. કિશોર વયની આ કુમળી દીકરી પર કામાંધ થયેલા સગા પિતાએ દુષ્કર્મ આચર્યું. દીકરી પિતાનો […]

ડાયમંડ કિંગે ડાંગના અંતરિયાળ ગામોમાં 50 કારના કાફ્લા સાથે પહોંચી યોજ્યો મેગા મેડિકલ કેમ્પ

સુરતઃ શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ નંદુબા મેડિકલ સેન્ટર દ્વારા 25માં વર્ષે વનવાસીઓ માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયમંડ કિંગના હુલામણા નામથી ઓળખાતા ગોવિંદકાકા ધોળકીયા 50 કારના કાફલા સાથે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ્યાં હતાં. વસ્ત્ર વિતરણની સાથે યોજાયેલા મેડિકલ કેમ્પમાં બે હજારથી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રની બોર્ડર પર […]

#IAmNewIndia ના કન્સેપ્ટને શોભાવી રહી છે આ પહેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને નવી પ્રગતિની દિશામાં લઈ જવા માટે સ્કીલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાન શરૂ કર્યા છે જેના થકી તેઓ વિઝન #IAmNewIndiaને સાકાર કરવા માગે છે અને આ વિઝન સાકાર થઈ શકે છે ઇનોવેશનથી. ઇનોવેશન એટલે સ્થાપિત પ્રણાલિકાઓમાં નવીનતા લાવવી. આજનો યુગ સતત ઇનોવેશન તરફ આગળ વધી રહ્યો છે. […]

રોહીત પટેલ એટલે સાયન્સ સીટીનું ગુગલ મેપ, કારણ જાણી રહેશો દંગ

હેલ્લો રોહીતભાઈ. સાયન્સસીટી રોડ પર શુકન-1 કઈ તરફ આવ્યું. હેલ્લો રોહીતભાઈ સાયન્સસીટીમાં પંચામૃત પેલેસ કઈ તરફ આવ્યું. આવા એક બે કે ત્રણ કે 100-200 નહી પરંતુ પુરા 8 હજારથી વધારે ફોનકોલ્સ રિસિવ કરીને લોકોને સાચા સરનામે અમદાવાદના રોહીત પટેલ નામના વ્યક્તિ છેલ્લા 8 વર્ષથી પહોંચાડી રહી છે. જી હા માન્યામાં ના આવે તેવી આ સેવા […]

સંબંધો સાચવો, પૈસા વાપરો- લવજીભાઈ ડાલિયા

સુરત શહેરમાં તમે કોઈને લવજીભાઈ ડાલિયા વિશે પૂછશો તો કોઈ માથું ખંજવાળે. ભૈ, આ કોણ? આને કયાં ગોતવો? ઍના કરતાં તમે લવજી બાદશાહ બોલો, ઍટલે તરત તમને સીધા ઍમને ઠેકાણે પહોંચાડાશે. તો હા, લવજીભાઈ આમ તો બિઝનેસમેન છે શહેરના જાણીતા અવધ ગ્રુપના સંસ્થાપક છે પણ ઍમની વધુ ઓળખ સામાજિક સેવા કરનાર, દાનવીર તરીકેની છે. ‘બેટી […]