કાચી ડુંગળી, રોજ ખાઓ સલાડમાં.. કેન્સર, કબજિયાત, કોલેસ્ટ્રોલ, બીપીથી બચાવે છે

ડુંગળી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનેક રીતે લાભકારી છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો. તેમાં સલ્ફર, અમિનો એસિડ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. રોજ સલાડમાં ડુંગળી ખાવાથી કબજિયાત, કોલેસ્ટ્રોલ અને એનિમિયાની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે જ તે કેન્સરનો ખતરો પણ દૂર કરે છે. ડાયટિશિયન અભિષેક દુબે જણાવી […]

ડો. ડીસી પટેલને 1.365 કિલોની પથરી કાઢવા બદલ મળ્યું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

વલસાડ જિલ્લાના ધરમપુરની સાઈનાથ હોસ્પિટલના ડોકટર ડી સી પટેલને એશિયાનું સૌથી મોટી પથરીનું ઓપરેશન કરીને દર્દીને જિંદગી બક્ષવા બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વલસાડના ધરમપુરમાં આવેલી સર્પદંશની સારવાર માટે જાણીતી બનેલી સાઈનાથ હોસ્પિટલના ડોકટર ડી સી પટેલને વધુ એક સિદ્ધિ મળી છે. તેમને ત્યાં પેશાબની બળતરાની ફરિયાદ લઈને આવેલ દર્દીના બેલ્ડરમાંથી 1.365 […]

એક વખત વાવ્યા પછી 45 વર્ષ સુધી ફળ આપે છે આ છોડ, 1 કિલો ફળની કિંમત 350 રૂપિયા

આજે પર્યાવરણને થઇ રહેલ ભારે નુકશાનથી સમયસર અને પુરતો વરસાદ ના મળતા કારણે ખેડૂતોને ખેતીમાં સારી ઉપજ મળતી નથી. એવા સમયે યોગ્ય અને આધુનિક ખેતી જ ખેડૂતોને પગભર બનાવી શકે છે. જેનું જીવંત ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ડાંગના સરવર ગામના એક યુવાન એન્જીનીયરે ‘ડ્રેગન ફ્રુટ’ ની ખેતી કરવાની શરૂઆત ત્રણ વર્ષ પહેલા કરી હતી અને […]

કેન્સરથી પીડાતા પતિની જિંદગી બચાવવા રસ્તા પર ચાની કિટલી શરૂ કરનાર શિલ્પા બેન પટેલની સંઘર્ષગાથા

હૈયે હામ હોય તો એકલી નારી પહાડ જેવા વિઘ્નો સાથે પણ બાથ ભીડી શકે છે એ સત્યને સાર્થક કરતો એક કિસ્સો તાજેતરમાં જ અમદાવાદના મણિનગરમાં રહેતી શિલ્પા પટેલ નામની મહિલાની સંઘર્ષગાથામાં જોવા મળ્યો. પતિને બબ્બેવાર કેન્સર થયું. ઘરમાં આવક બંધ થઇ ગઇ. કોલેજના પહેલા વર્ષમાં ભણતી એકની એક દીકરી અને માતા શિલ્પાબેનનો અવિરત સંઘર્ષ શરૂ […]

ખેડૂતે બનાવ્યું વોટર પ્યોરીફાયર, 1 કલાકમાં 80 લીટર પાણી શુદ્ધ કરે છે

હરિયાણાના કૈથલ જિલ્લાના સોંગલ ગામના સાતમું પાસ ખેડૂતે વીજળી વગર ચાલતુ આરઓ (રિવર્સ ઓસમોસિસ) એટલે વોટર પ્યોરિફાયર બનાવ્યું છે. આ પ્યોરીફાયર એક કલાકમાં 80 લીટર પાણીને શુદ્ધ કરે છે. આમ કરવા માટે માત્ર પ્રેશર ઓછું હોવું જરૂરી છે. આ પ્રોજેક્ટને 100 ઘરવાળા ગામમાં લગાવવામાં આવે તો આખા ગામને શુદ્ધ પાણી મળશે. 2 વર્ષની મહેનત બાદ […]

સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનશે દેશનું સૌથી મોટું પર્યટન સ્થળ

દેશના પર્યટનનું મહત્ત્વનું કેન્દ્ર ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે. વડોદરાથી 90 કિમીના અંતરે કેવડિયા કોલોનીમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કેન્દ્ર-રાજ્ય સરકાર દેશના અગ્રણી પર્યટન સ્થળ તરીકે વિકસાવી રહી છે. દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આ 182 મીટર ઊંચી પ્રતિમા 20 ઑક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. અને 31 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

ડેંગ્યુના લક્ષણો અને તેને દૂર કરવાના ઘરેલું ઉપચાર

ડેન્ગ્યુ તાવ મચ્છરો દ્વારા ફેલાતી બીમારી છે. એડીજ મચ્છર (પ્રજાતી)ના કરડવાથી ડેન્ગ્યુ વાયરસ ફેલાય છે. તાવ દરમિયાન પ્લેટલેટ્સ ઓછા થવુ તેનુ મુખ્ય લક્ષણ છે. આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. તાવ સાથે સૌથી સામાન્ય લક્ષણ છે માથાનો દુખાવો અને સાંધાનો દુખાવો તેમજ ત્વચા ખરાબ થઈ જવી. ક્યારેક ક્યારેક આ લક્ષણ ફ્લૂના સાથે મિક્સ થઈને […]

આ પટેલ યુવાને સૌરઉર્જાથી ચાલતું બાઈક બનાવ્યું, રૂ.8 માં 150 કિ.મી. ચાલે છે

આજે ભડકે બળતા પેટ્રોલ-ડિઝલના ભાવથી સૌ કોઇ ચિંતિત છે ત્યારે બોરસદ તાલુકાના વાલવોડ ગામના એક કિશોરે રુ. 8ના મામુલી ખર્ચે 150 કી.મી. દોડી શકે તેવું ઇલેક્ટ્રીક અને સૌર ઉર્જા સંચાલિત બાઇકનું સંશોધન કર્યુ છે. બોરસદ તાલુકાના વાલવોડ ગામના મધ્યમ પરિવાર માં જન્મેલા અને 12 સાયન્સમાં અભ્યાસ કરતા ઋષિલ પટેલને નાનપણથી જ અવનવા સંશોધનોમાં ખૂબ રુચિ […]

”મુઠ્ઠી ઉંચેરા માનવી, શ્રી મનજીભાઇ ધોળકિયા” આલેખન – રાજેશ પટેલ

કલાપીનગર લાઠીની માટીમાં કલાપીની કોમળતા સર્વત્ર વ્યાપી છે, જ્ઞાન, પ્રેમ અને સત્યના એ ઉપાસકની પરમ ચેતના આજે પણ અનુભવી શકાય છે. કલાપી જેવી જ હૃદયની કોમળતા અને ઉચ્ચ માનવ મુલ્યો લઈને 17-1-1953 માં માતા રળિયાત મા અને પિતા રૂડાભાઈ ધોળકીયાના ઘરે લાઠીમાં જન્મેલા મનજીભાઈને પણ કલાપીની જેમ શાળાકીય અભ્યાસ માં મન નાં લાગ્યું, બાળપણથી પ્રકૃતિ, […]

પ્રોપર્ટી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ઉપયોગી માહિતી

કોઇ પણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદતી વખતે પોતાની મહેનતની એક મોટી કમાણી તેમા લગાવી દે છે. એટલા માટે જરૂરી છે કે જે પ્રોપર્ટી ખરીદો ત્યારે તેની માન્યતાની સંપૂર્ણ તપાસ કરી લેવી. મધ્યપ્રદેશ હાઇકોર્ટના એડવોકેટ સંજય મેહરાનું કહેવું છે કે, જો તમે કોઇ ટાઉનશિપમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છો અને તેના માટે બધી જ બેન્ક લોન આપવા તૈયાર […]